પૈસાની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા સોમવારે સ્નાન કરીને અચુક શિવલિંગ પર ચઢાવો જળ અને ફૂલ…

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે અને જતી રહે છે. તેના જીવનમાં રહેલી સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે તે ઘણા પ્રયત્ન કરે છે તેના માટે તે ઘણા ઉપાય પણ કરે છે. આવી સ્થિતિમાં સમસ્યા કોઈ દૈવીય પ્રકોપથી ઓછી નથી લગતી. તમારી સાથે આવું કઈક થોડા સમયથી ચાલી રહ્યું હોય તો પછી તમારે એક વાર અવશ્ય જાણવું જોઈએ કે આવું થવા પાછળનું કારણ પિતૃદોષ તો નથી કે જો પિતૃદોષ હોય તો તમને આવા ઘણા સંકેતો મળી શકે છે.

image source

ઘરમાં મુશ્કેલીઓ આવવા લાગે છે :

તમારા ઘરમાં અને પરિવારના સભ્યો સાથે તમારે વાત વાત પર ઝઘડો થવા લાગે છે તમારે માનસિક તણાવ વધી રહે છે તો તમારા પિતૃ તમારાથી નારાજ હોય છે. તેનાથી તમને આવીસ સમસ્યા થઈ શકે છે.

બાળકોને લગતી મુશ્કેલી આવી શકે છે :

image source

જે લોકોની કુંડળીમા પિતૃ દોષ હોય તેઓને બાળકનું સુખ આસાનીથી મળતું નથી. તેમણે બાળક પ્રાપ્ત કરવામાં ઘણી અડચણો આવી શકે છે અને જો તમને સંતાન પ્રાપ્તિ મળે છે તો તે લાંબા સમય સુધી જીવી શકતું નથી.

આર્થિક સમસ્યાઓ થઇ શકે છે :

આવા લોકો સખત મહેનત કરે છે તે છતાં પણ તેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ આવ્યા જ કરે છે તેના માટે તમારે પૈસાને લગતી ઘણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લગ્નજીવનમા અડચણ :

image source

જે લોકોની કુંડળીમાં આ દોષ હોય તેવા લોકોના પરિવારના બાળકોના લગ્નમાં ઘણી અડચણ આવ્યા કરે છે તેમાં પણ છોકરીના લગ્ન કાટો મોડા થાય છે અથવા તેને ઈચ્છીત પરિવાર અને વર તેમણે મળતા નથી.

પરિવારમાં કોઈ બીમાર રહે છે :

આ દોષ હોવાથી તમારા પરિવારના સભ્યમાથી કોઈ પણ બીમાર રહેતું હોય અથવા તે ઘણા લાંબા સમયથી કોઈ બીમારીની જપેટમાં રહે છે.

તેના માટે આ ઉપાય કરવો જોઈએ :

image source

અમાવસ્યા પર પિયાપલનો છોડ લગાવવો જોઈએ. તેને તમારે ગમે ત્યાથી જળમૂળથી લાવીને ન લગાવો. તેને તમારે ખરીદીને લગાવો. આ છોડની સેવા કરવી અને આ ઝાડને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તેથી જેમ આ છોડ વધશે તેમ તમારી સમસ્યા ઓછી થવા લાગશે.

તમારે ઘરની દક્ષિણ દીવાલ પર તમારે પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ. તમે જ્યારે ઘરની બહાર જાવ ત્યારે તમારે તેના આશીર્વાદ મેળવવા જોઈએ. તેનાથી તેમની કૃપા તમારા પર રહેશે. બપોરે ઘરની આજુબાજુના પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ. તેની સાથે ફૂલ, ચોખા, દૂધ, ગંગા જળ અને કાળા તલ પણ અર્પણ કરવા જોઈએ અને તેની માફી માંગીને તમારે તેના આશીર્વાદ લેવા જોઈએ.

image source

સોમવારે સ્નાન કરીને તમારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર તમારે ફૂલ, દહી અને બિલીપત્ર અને ૨૧ ફૂલ ચડાવવું જોઈએ. આ રીતે ૨૧ સોમવાર કરવાથી પિતૃદોષ દૂર થાય છે.