બીગ બીનુ સ્વાસ્થ્ય સુધારા પર, ટ્વિટ કરીને માન્યો ફેન્સનો આભાર, જાણો શું આવ્યો તેમના 26 સ્ટાફનો રિપોર્ટ

અમિતાભ બચ્ચના ઘરના ૨૬ સ્ટાફના સભ્યોનો કોરોના રીપોર્ટ નેગેટીવ, બચ્ચન પરિવારના ઘરની સંપૂર્ણ કોરોના અપડેટ્સ

કોરોનાના કહેરમાં અનેક મોટા લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. આવા સમયે શનિવારના દિવસે સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. આવા સમયે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પિતા અને પુત્ર બંને સારવાર માટે નાણાવટી હોસ્પીટલમાં દાખલ થયા હતા.

image source

જો કે અમિતાભ બચ્ચનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ એમના પરિવારના ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યા હતા. જેમાં અભિષેક બચ્ચન સૌ પ્રથમ કોરોના પોઝીટીવ આવ્યા હતા. ત્યાર બાદ એશ્વર્યા અને દીકરી આરાધ્યા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

પરિવાર અને સ્ટાફના લોકોના પણ રીપોર્ટ કરાયા

image source

અભિષેકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા જ એમની સાથે કામ કરી રહેલા સહાયક એક્ટર અમિત સાધનું ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું હતું. અભિનેતા અમિત સાધે વેબ સીરીજ ‘બ્રિંદ : ઈંટુ ધ શેડોઝ’માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું છે. જો કે ત્યારબાદ જલસામાં કામ કરતા તમામ ૨૬ સભ્યોને ક્વોરન્ટીન રાખવામાં આવ્યા હતા.

image source

જો કે આ ૨૬ સભ્યોનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ અમિતાભના બંગલા જલસાને રવિવારના દિવસે કોરોના રીપોર્ટ આવતા જ કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ એમના પરિવારના બાકી સદસ્યો અને સ્ટાફના લોકોને ક્વોરન્ટીન કરીને એમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અભિષેક સાધનો રીપોર્ટ પણ કોરોના નીગેટીવ

image source

ઉલ્લેખનીય છે કે અમિત સાધ અને અભિષેક બચ્ચને હાલમાં જ વેબ સીરીજ ‘બ્રિંદ : ઈંટુ ધ શેડોઝ’માં સાથે કામ કર્યું હતું. જો કે અભિષેક નો રીપોર્ટ પોઝીટીવ આવતા જ એમણે પણ રીપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. આ અંગે અમિતે સોમવારે ટ્વીટર પર જાણકારી આપી હતી.

એમણે જણાવ્યું હતું કે, “ચિંતા અને પ્રાથના બંને માટે આભાર. આ એવો સમય છે જ્યારે હું ખુશી સાથે કહી રહ્યો છું કે હું નેગેટીવ છે. જે લોકો કોરોના સામે લડી રહ્યા છે, એમના માટે મારી પ્રાથના ચાલુ છે. લવ યુ. એકતામાં જ શક્તિ છે.

image source

અમિતાભ અને અભિષેક નાણાવટી હોસ્પીટલમાં

શનિવારના દિવસે જ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સારવાર માટે નાણાવટી હોસ્પીટલમાં અઈસોલેટ વોર્ડમાં દાખલ થયા છે. હાલની તાજી ખબરો પ્રમાણે હોસ્પીટલના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બંનેની હાલતમાં સુધાર છે. બંનેને રાત્રે એ જ જમવાનું આપવામાં આવ્યું હતું કે અન્ય કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાણાવટી હોસ્પીટલના અપાતકાલીન સારવાર વિભાગના ડાયરેક્ટર ડોક્ટર અબ્દુલ સમદ અંસારીની નિગરાણીમાં બંનેના બધા જ જરૂરી ટેસ્ટ અને સારવાર કરવામાં આવી રહી છે.

એશ્વર્યા અને દીકરી આરાધ્યા ઘરમાં જ કવોરન્ટીન

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યા પછી એમના ફેન્સમાં ચિંતાઓ વધી હતી એવા સમયેબીજી ખબર પણ સામે આવી છે. જેમાં અમિતાભ બચ્ચન સહીત એમની વહુ એશ્વર્યા અને પૌત્રી અરાધ્યાનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જો કે એમને હોસ્પીટલમાં દાખલ ના કરીને ઘરમાં જ અઈસોલેટ કરવામાં આવ્યા છે.

image source

જો કે રાહતની વાત એ પણ છે કે જલસામાં ચાર સદસ્યો સિવાયના સદસ્યોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેમ કે પત્ની જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, ભાણી નાવ્યા નવેલી અને ભાણા અગસ્ત્યનો કોરોના ટેસ્ટ પણ નેગેટીવ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત