ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી, જાણો ગ્રહોની સ્થિતિને જોતા શું કહ્યું

ચોમાસુ 2021: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી: જાણો કયારથી બનશે ગાજવીજ સાથે વરસાદી માહોલ?

ગુજરાતમાં વરસાદ માટે હજુ જોવી પડશે રાહ પડી શકે છે જ્યારે આગામી 4 થી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતી કાલે સુરત અને નવસારી સહિતાના વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદ ખેંચાતા ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયાં છે, જ્યાં પિયતની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ છે.

image source

આથી વરસાદ અંગે જોઈએ તો આવું ઘણી વખત બને છે. હાલમાં ગરમી પડી રહી છે. 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે. છઠ્ઠી જુલાઈએ સૂર્ય પૂનવર્સુ નક્ષત્રમાં આવતા વરસાદના સંજોગો ઉજળા બનશે અને વરસાદ આવશે. 8 જુલાઈ સુધીમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

image source

હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

વરસાદ પાસોતર પણ થાય. પાસોતર વરસાદથી રવિપાકો સારા થવાની શક્યતો રહે. 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. જેથી આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થવાની શક્યતાઓ છે. પાસોતર વરસાદ અંગે જોઈએ તો 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

image source

13મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે, જે ઉભા કૃષિપાકોના દાણ ભરાવા માટે સારૂ રહેશે. સપ્ટેમ્બર માસનો વરસાદ અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં દાંતા વગેરે ભાગોમાં આવી શકે છે. બધે વરસાદ સરખો નહીં પડે.

સૌરાષ્ટ્રમાં જૂનમાં માત્ર 12.17% વરસાદ પડતાં મુશ્કેલી

જ્યારે તાપી અને ડાંગમાં પણ હળવા ઝાપટા પડી શકે છે જ્યારે આસપાસના પંથકમાં પડ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે 8 થી 9 જૂલાઈએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે જ્યારે 15 જૂલાઈ પછી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!