જાહેર થઇ દેશના અબજોપતિઓની યાદી, એક વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં આવ્યો જબરો ઉછાળો

ભારતના અબજોપતિઓની યાદી સામે આવી છે. દેશના અમીરોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશ અંબાણી સતત 10મા વર્ષે ટોપ પર યથાવત છે. આ વર્ષે આ યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બે ક્રમ આગળ આવ્યા છે અને દેશના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. આ વર્ષે દેશના અબજોપતિઓની યાદીમાં ટોપ ટેનમાં નવા ચાર ઉદ્યોગપતિઓની એન્ટ્રી થઈ છે. જેમાં લક્ષ્મી મિત્તલ, કુમાર મંગલમ્ બિરલા, ગૌતમ અદાણી ના ભાઈ વિનોદ અદાણી અને જય ચૌધરી નો સમાવેશ થાય છે.

image soucre

દેશના સૌથી ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી છેલ્લા દસ વર્ષથી પહેલા ક્રમે જ યથાવત છે અંબાણી અને તેના પરિવાર પાસે 7,18,000 કરોડ રૂપિયા ની સંપત્તિ છે ગત વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં 10 ટકાનો વધારો થયો છે. જોકે છેલ્લા એક વર્ષમાં દેશના અબજોપતિઓની યાદીમાં 15 નવા અબજોપતિ ના નામનો સમાવેશ થયો છે.

image socure

દેશના કુલ અબજોપતિઓમાંથી 75 અબજોપતિ ગુજરાતના હોવાથી ગુજરાત ચોથા ક્રમનું રાજ્ય બન્યું છે ત્યાંથી સૌથી વધુ લોકો આ યાદીમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાંથી સૌથી વધુ 7 અમીર સુરતના છે જ્યારે 4 અમદાવાદીઓનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે. ખાસ વાત એ છે કે ગુજરાતના અને દેશના ઉદ્યોગપતિઓની સંપત્તિ કોરોના કાળમાં પણ અનેક ગણી વધી છે. કોરોના કાળ દરમિયાન દેશના ફાર્મા સેક્ટરમાંથી 12 નવા અબજોપતિઓના નામનો સમાવેશ આ યાદીમાં થયો છે.

image soucre

ગુજરાતના અંબાણી પરિવાર અને અદાણી પરિવાર સિવાય દેશના 100 ઉદ્યોગપતિઓની યાદીમાં અન્ય કેટલાક ગુજરાતીઓ ના નામનો પણ સમાવેશ થયો છે જેના નામથી આજ સુધી કદાચ લોકો અજાણ હશે. ટોપ ટેન અમીરોની યાદીમાં જેમના નામનો સમાવેશ થયો છે તેમાં પંકજ પટેલ, અજય પિરામલ, કરસનભાઈ પટેલ, સમીર-સુધીર મહેતાના નામનો પણ સમાવેશ થયો છે.

image socure

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત એ કહી શકાય કે ભાવનગરનો 23 વર્ષનો શાશ્વત નાકરાણી દેશનું સૌથી યુવા ધનિક બન્યો છે. શાશ્વતે જાત મહેનતે એક ક્યુ આર કોડ બનાવીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. શાશ્વત ભારત પે પેમેન્ટ પ્લેટફોર્મનો સહસ્થાપક છે તેણે 19 વર્ષની વયે જ ભારત પે ક્યુ આર કોડ બનાવ્યો હતો.

દેશના અબજોપતિ ની વાત કરીએ તો સૌથી વધુ અબજોપતિ મહારાષ્ટ્ર રાજ્યના છે. જ્યારે ત્યારબાદ દિલ્હી અને કર્ણાટકનો નંબર આવે છે.