શું તમે વિચારી શકો કે કોઈ કપલ જેસીબીમાં એન્ટ્રી લઈ શકે છે ? જો નહીં તો અહીં વિડીયો જુઓ

લગ્ન એક એવી ક્ષણ છે, જેને લોકો યાદગાર બનાવવા માંગે છે. આ માટે લોકો કંઇક અલગ કરવાનો પ્રયાસ કરે છે, જેથી તે યાદગાર બની જાય છે. આજ-કાલ સોશિયલ મીડિયા પર લગ્નના દિવસે વર અને કન્યાની એન્ટ્રી પર ઘણા વાયરલ વીડિયો જોવા મળે છે. જે ખુબ જ અલગ અને સુંદર હોય છે. એવી જ રીતે આજે અમે તમારા માટે એક એવો વિડીયો લઈને આવીએ છીએ, જેને જોઈને તમે પણ ખુબ આશ્ચ્ર્યચકિત થઈ જશો. આ વિડીયો દરેક વિડીયો કરતા થોડો અલગ છે. આ વીડિયો પાકિસ્તાનનો છે. આ વીડિયો જોયા બાદ લોકો હસી રહ્યા છે. ઘણા લોકો આ વિચાર પર ટિપ્પણી પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો Twitterghulamabbasshah નામના ટ્વિટર યુઝરે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો પાકિસ્તાનની હુન્ઝા ઘાટીનો જણાવવામાં આવી રહ્યો છે. આમાં, એક દંપતી લગ્નની વિધિ માટે સંપૂર્ણપણે તૈયાર જોવા મળે છે. ખાસ વાત એ છે કે બંનેની સવારી વૈભવી વાહન કે પરંપરાગત વાહનમાં નહીં, પરંતુ જેસીબી છે. જેસીબીમાં આ દંપતી આગળ ઉભા છે અને રસ્તાની બાજુના લોકો તેમને આતુરતાથી જોઈ રહ્યા છે.

એક અન્ય અનોખા લગ્ન

આવા જ એક લગ્ન બઠિંડા જિલ્લાના રામનગર ગામમાં જોવા મળ્યા. આ લગ્નમાં વરરાજા જાન લઈને અલગ અંદાજમાં પહોંચ્યો જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. વરરાજા સાઈકલ પર લગ્ન કરવા પહોંચ્યા હતા, તેમની સાથે જાનૈયાઓ પણ સાઈકલ પર આવ્યા હતા. સૌથી મજાની વાત તો એ છે કે, લગ્નના ફેરા ફરીને વરરાજાએ નવી દુલ્હનને સાઈકલ પર જ વિદાઈ કરીને પોતાને ઘરે લઈ ગયો.

આ ખાસ અંદાજમાં રામનગરના પર્યાવરણ પ્રેમી અને સમાજ સેવી ગુરબખ્શીસ સિંગે લગ્ન કર્યા. આ લગ્નના માધ્યમથી તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને લગ્નમાં તામજામ અને બિનજરૂરી ખર્ચો કરતા લોકોને જાગૃત કર્યા. ગુરબખ્શીશના લગ્ન થોડા સમય પહેલા જ થયા. લગ્ન તેમના ગામથી 40 કિલોમીટર દૂર વીરખુર્દમાં હતાં. લગ્ન સમારોહ 20 કિલોમીટર દૂર ઠૂઠિયાંવાલી ગામાના ગુરુદ્વારા સાહિબમાં રાખવામાં આવ્યા હતાં. ગુરબખ્શીશ સાઈકલ પર જાનૈયાઓની સાથે ઠૂઠિયાંવાલી પહોંચ્યા અને ત્યાં તેમણે રણનદીપ કૌર સાથે લગ્ન કર્યા. ચા પાણી પણ લંગરમાં જ કર્યા. વિદાઈ પછી દુલ્હનને સાઈકલ પર બેસાડીને ઘરે લાવ્યા.

બઠિંડા જીલ્લાનાં મોડ મંડી પાસેનાં રામનગર ખાતે રહેવાવાળા ગુરુબખ્શીશ સિંહ જેમની પાસે લગભગ 40 એકર જમીન છે અને તે તેમના માતાપિતાનો એકમાત્ર સંતાન છે. તેમના લગ્ન, જે પ્રદૂષણથી રાહત અને સમાજને સંદેશ આપે છે, તેઓ હાલ દરેકની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

ગુરબખ્શીશ સિંહે જણાવ્યું કે, તે લગ્ન પર થતાં ફાલતૂ ખર્ચાના વિરોધમાં છે. તેમની ઈચ્છા હતી કે, તે પોતાના લગ્નમાં કોઈ પણ પ્રકારનો ફાલતૂ ખર્ચ નહીં કરે. લગ્ન પહેલા તેમણે તેમના સાસરી પક્ષમાં પણ વાત કરી લીધી કે, તે સાઈકલ પર જ જાન લઈને આવશે. જો સાસરી પક્ષને આ વાત મંજૂર હશે તો જ લગ્ન કરશે.

ગુરબખ્શીશ બઠિંડાની સરકારી કોલેજ રાજિન્દરાથી એમએ નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની પત્ની રમનદીપ કૌર એ બીએસસી માઈક્રોબાયોલોજીની ડિગ્રી મેળવી છે. તેમણે લગ્નમાં સાસરી પક્ષ પાસેથી એક પણ રુપિયો દહેજ લીધું નથી. ગુરબખ્શીશે કહ્યું કે, કર્જો કરીને તો બિલ્કુલ લગ્ન ન કરવા જોઈએ. યુવાઓએ ખોટા દેખાવથી બચવું જોઈએ અને સાદી રીતે જ લગ્ન કરવા જોઈએ.

આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ પણ આવી છે. લોકોએ આવું દ્રશ્ય બહુ ભાગ્યે જ જોયું હશે. આ વીડિયો જોયા પછી તમારા મનમાં શું ચાલી રહ્યું છે, એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.