વિશ્વનું એક માત્ર જીવ જેને જીવન જીવવા નથી પડતી ઓક્સિજનની જરૂર, જાણો શું છે તેનું રહસ્ય

કોઈ પણ પ્રાણી કે મનુષ્ય માટે શ્વાસ લીધા વિના જીવંત રહેવું ખૂબ મુશ્કેલ છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ શ્વાસ દ્વારા ઓક્સિજન લીધા વિના જીવી શકતો નથી. પરંતુ જો કોઈ એમ કહે કે આ જીવ શ્વાસ લીધા વીના જીવંત રહી શકે છે તો, કદાચ તમને નવાઈ લાગશે. કારણ કે શ્વાસ લીધા વિના કોઈ પણ જીવ થોડી મિનિટોમાં જ મરી જાય છે.

image source

એવામાં જો કોઈ કહે કે શ્વાસ લીધા વિના પણ જીવતુ રહે શકી તેવું જીવ આ ધરતી પર છે. તો ચોક્કસથી આપણને આશ્ચર્ય થાય તેમા નવાઈ નહીં. આ અંગે તાજેતરમાં વૈજ્ઞાનિકોને આવા રહસ્યમય જીવ (પરજીવી) મળી આવ્યા છે, જે શ્વાસ લીધા વિના પણ પૃથ્વી પર જીવંત છે. તે વિશ્વનું આ પ્રકારનું પ્રથમ પ્રાણી છે, જેની અંદર આ વિશિષ્ટ સુવિધા છે.

આ પરજીવીને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી

image source

તમને જણાવી દઈએ કે આ જેલીફિશ જેવા દેખાતા આ બહુકોશીય પરજીવીમા માઇટોકોન્ડ્રીયલ જીનોમ નથી. કોઈપણ જીવને શ્વાસ લેવા માટે માઇટોકોન્ડ્રીયલ જીનોમ ખૂબ જ જરૂરી હોય છે. આ કારણોસર આ પરજીવીને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. ઇઝરાઇલની ટેલ-અવીવ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે આ અદભૂત અને રહસ્યમય પરજીવીની શોધ કરી છે. સંશોધનકારોના મતે આ પરજીવી માછલીઓથી ઉર્જા પ્રાપ્ત છે. પરંતુ આ દરમિયાન તે તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતું નથી. ખાસ વાત એ છે કે માછલી પણ આ પરોપજીવીને નુકસાન પહોંચાડતી નથી. આ પરોપજીવી સાલ્મન માછલીમાં જોવા મળે છે અને માછલી જીવંત રહે ત્યાં સુધી જીવંત રહે છે.

આ સજીવનું વૈજ્ઞાનિક નામ હેન્નીગ્યુયા સાલ્મિનીકોલા

image source

આ સજીવનું વૈજ્ઞાનિક નામ હેન્નીગ્યુયા સાલ્મિનીકોલા છે. સંશોધનના વડા ડયાના યાહલોમીએ કહ્યું કે આ જીવ માનવો અથવા અન્ય જીવંત પ્રાણીઓ માટે હાનિકારક નથી. જો કે, હજી સુધી તે રહસ્ય રહ્યું છે કે પૃથ્વી પર આવા જીવતંત્રનો વિકાસ કેવી રીતે થયો, જે ઓક્સિજન વિના જીવી શકે છે. સંશોધન દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ પરજીવીને ફ્લોરેસેન્સ માઇક્રોસ્કોપથી જોયું, જેમાં તેઓને માઈટોકોન્ડ્રિયલ ડીએનએ જોવા ન મળ્યું.

image source

ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે આ વિશ્વનો પહેલો જીવ છે, જેને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર નથી. જો કે, 2010 માં, ઇટાલીના સંશોધનકારોને પણ એક આવો જીવ મળ્યો હતો, જે સ્પષ્ટ રીતે માઈટોકોન્ડ્રીરયલ ડીએનએ જોવા મળ્યું ન હતું. તેની ઉર્જાનો સ્ત્રોત હાઇડ્રોજન સલ્ફાઇડ હતો. પરંતુ આ નવા મળેલા જીવને હાઈડ્રોજન સલ્ફાઇડની પણ જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત