કર્ણાટકમાં થયો એવો એક્સીડન્ટ કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, વીડિયો થયો વાયરલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે આ વીડિયો પાસેના સીસીટીવીમાં કેદ થયો હતો. સડક પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ આ એક એવો અકસ્માત છે જેને તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. આ અકસ્માતમાં એક વ્યક્તિ હવામાં અનેક મીટર સુધી ઉડે છે અને પછી આવીને જમીન પર પડે છે. એક વાર તો તમને આ ખબર જ નહીં પડે કે શું થઈ રહ્યું છે.

image source

તૂટેલા તારના કારણે સર્જાયો હતો અકસ્માત

આ વીડિયો બેંગલૂરુના ટીસી પાલ્યા રોડનો છે, અહીં એક તાર તૂટીને સડક પર પડ્યો હતો. સડકના કિનારે ઉભેલી રીક્ષાના પૈડામાં આ તાર ફસાયો હતો. ડ્રાઈવર તો તેને કાઢવાની કોશિશ કરી રહયો હતો ત્યારે આ વાયર ડ્રાઈવરના પૈડામાં આવી ગયો. તારનો એક છેડો થાંભલા સાછે જોડાયેલો હતો તો એક સડક પર હચો. જે સડક પર હતો તે રીક્ષાના ટાયરમાં ફસાઈ ગયો હોવાના કારણે ખેંચાઈ રહ્યો હતો. ડ્રાઈવરના બંને પગની વચ્ચે તાર આવ્યો ને તે ખેંચાયો તો તે વધારે ગૂંચવાઈ ગયો.

image source

મહિલા થઈ ઈજાગ્રસ્ત

વીડિયોમાં જોઈ શકાય છે કે જેમ જેમ તાર વાહન સાથે ખેંચાઈ રહ્યો છે તેની પર લટકેલો ડ્રાઈવર હવામાં ઝૂલી રહ્યો છે. જાણે કે કોઈ જાદુગર હોય, આ ઘટનાનો શિકાર સડક પર લાંબુ અંતર પગપાળા કાપીને આવી રહેલી મહિલા બની. જ્યારે મહિલા આ સ્થળેથી પસાર થઈ રહી હતી ત્યારે જ લટકેલો વ્યક્તિ તેની ઉપર પડ્યો. ડ્રાઈવર પણ તેની સાથે ટકરાયો અને તે મહિલા ઈજાગ્રસ્ત બની.

મને બચવાનો કોઈ મોકો મળ્યો નહીઃ ઘાયલ મહિલા

ઘાયલ થયેલી 42 વર્ષની સુનીતા ટીસી પાલ્ય જંક્શનની હોટલ અન્નપૂર્ણેશ્વરીની તરફ જઈ રહી હતી. તે જણાવી રહી છે કે આ એટલું જલ્દી થયું કે તેમને બચવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. હું પાછળ ફરીને જોઉં એટલામાં તો ડ્રાઈવર આવીને મારી સાથે અથડાયો અને હું પડી ગઈ. આસપાસના લોકોએ મારા પતિને બોલાવ્યા અને તે મને હોસ્પિટલ લઈ ગયા. સુનિતાને સારવારમાં 50થી વધારે ટાંકા આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 16 જુલાઈએ બની હતી. પોલિસે ટેલીકોમ કંપનીની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત