આ કંપનીએ મંગાવી ગ્રાહકો પાસેથી કાર પાછી, ગયા મહિને વેચાણ થયેલી 600 કારમાં સામે આવી મોટી ખામી

જો તમે તાજેતરમાં જ મહિંદ્રા એન્ડ મહિંદ્રાની કોઈ કાર ખરીદી છે તો તમારે ખુશ થવું નહીં કારણ કે તમને આ કાર કંપનીને પરત આપી દેવી પડશે. મહિંદ્રા એન્ડ મહિંદ્રાની કોઈપણ કાર જો તમે ગત માસમાં ખરીદી છે તો જાણી લો કે કંપનીએ તેમની અંદાજે 600 ડીઝલ કારને રિકોલ કરી છે. એટલે કે ગ્રાહકો પાસેથી તેમણે કાર પરત મંગાવી છે. કંપનીએ આ કારને લઈ શંકા વ્યક્ત કરી છે કે તેમના એન્જીનમાં ખરાબીની આશંકા વ્યક્ત કરી છે.

મહિંદ્રાનું કહેવું છે કે આ ડીઝલ કારના ઈંજીનમાં ખરાબી જોવા મળી છે. આ કારણથી કંપનીએ તમામ કારને રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. આ કારની સંખ્યા અંદાજે 600 જેટલી છે. આ તમામ કાર કંપનીના નાસિક પ્લાંટમાં 21 જૂનથી 2 જુલાઈ 2021 વચ્ચે બનાવવામાં આવી હતી. જો કે આ પહેલીવાર નથી કે કંપનીની કોઈ કારમાં ખરાબ સામે આવી હોય. જણાવી દઈએ કે આ પહેલા મહિંદ્રા કંપનીની મોસ્ટ પોપ્યુલર થાર કારના ડીઝલ વેરિયંટમાં પણ ખરાબી સામે આવી હતી.

મહિંદ્રા કંપની દ્વારા રિકોલ કરવામાં આવેલી 600 ખરાબ કારના ડીઝલ એન્જીનની કંપની પરત લાવી તપાસ કરશે અને ગ્રાહકોને તે બદલીને આપશે. મહિંદ્રા તરફથી કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત સમય દરમિયાન બનેલી કારમાં આ ખામી સર્જાઈ છે. આ તારીખોમાં કારાખાનામાં મળેલી અને એક બેચમાં ભરેલા દૂષિત એન્જીનના કારણે એન્જીનના પાર્ટસ સમય પહેલા ખરાબ થઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે મહિંદ્રાએ આ વાત જણાવી નથી કે આ ખરાબી કંપનીની કઈ કઈ કાર એટલે કે કયા કયા મોડલમાં જોવા મળી છે.

એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં મહિંદ્રાએ જણાવ્યું હતું કે આ ખરાબી 21 જૂન અને 2 જુલાઈ 2021 વચ્ચે બનેલી 600થી ઓછી કાર સહિતની તે બેચની અન્ય કારમાં જોવા મળી છે. મહિંદ્રા કંપનીનું કહેવું છે કે કાર જેમની પાસેથી રીકોલ કરવામાં આવી છે તે ગ્રાહકો પાસેથી એન્જીનના રીપેરીંગના, તેમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવશે નહીં. તેમના માટે આ ખરાબીમાં સુધારો કરવામાં આવશે પરંતુ તે ફ્રીમાં હશે.

કંપની ગ્રાહકોન વ્યક્તિગત રીતે સંપર્ક કરી રહી છે અને તેમના આ અંગે જાણકારી આપી સમજાવી રહી છે. જણાવી દઈએ કે મહિંદ્રા એન્ડ મહિંદ્રા દેશની પાંચમી સૌથી મોટી ઓટો મેન્યૂફેક્ચરિંગ કંપની છે. તે હાલ તેના નાસિક પ્લાંટમાં થાર, સ્કોર્પિયો, મરાજો અને એક્સયુવી 300 જેવા યૂટિલિટી વ્હીકલ્સ બનાવે છે.

મહિંદ્રાએ હાલમાં જ ગત સપ્તાહમાં પોતાની નવી એસયુવી બોલેરો નિયો લોન્ચ કરી છે જે ટીયુવી 300 એસયુવીનું અપડેટેડ વર્ઝન છે. આ ઉપરાંત મહિંદ્રા ટુંક સમયમાં તેની ફ્લેગશિપમાં એસયુવી એક્સયુવી 500નું અપગ્રેડેડ વર્ઝન એક્સયુવી 700ને નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.