અહીંના જંગલોમાં જોવા મળ્યો કાળો વાઘ, ખાસ આ તસવીરો બતાવજો તમારા બાળકોને, જોવાની પડી જશે જોરદાર મજા

કૂદરત આપણને ડગલેને પગલે ચોંકાવતી રહે છે, ક્યારેક તેના આંચકા સુખદ હોય છે તો ક્યારેક તેના આંચકા દુઃખદ હોય છે. આટલા બધા અનુભવો પરથી આપણે એટલું તો જાણી જ શક્યા છીએ કે કૂદરત આપણી કલ્પના શક્તિ કરતાં ક્યાંય વધારે સુંદર પણ છે અને કલ્પના શક્તિ કરતાં ક્યાંય વધારે ક્રૂર પણ છે. આપણે જ્યારે ઇમારતોના જંગલમાંથી બહાર નીકળીને ખરી કૂદરતમાં પ્રવેશીએ છીએ ત્યારે કેટલાક દ્રશ્યો આપણને ચોંકાવી નાખનારા હોય છે. આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવા રંગના ફૂલો તેમજ પક્ષીઓ તેમજ વન્ય જીવો આપણને જોવા મળતા હોય છે અને આપણે અભિભૂત થઈ જતા હોઈએ છીએ.

image source

તાજેતરમાં ભારતમાંના જ ઓડિશાના જંગલોમાં એક અદ્ભુત વાઘ જોવા મળ્યો છે. અહીં વન્ય જીવોની તલાશમાં રહેતા એક કૂદરત પ્રેમી ફોટોગ્રાફરને વાઘની એક અત્યંત દૂર્લભ પ્રજાતી જોવા મળી છે. અને તેમણે તરત જ આ ક્ષણને કેમેરામાં ઝડપી લીધી હતી.

image source

આ વાઘની ખાસીયત છે તેનો અદ્ભુત રંગ. સામાન્ય રીતે વાઘના પટ્ટા સફેદ અને પીળા હોય છે પણ આ વાઘ પર પીળા અ ધોળા પટ્ટાની સાથે સાથે કાળા પટ્ટા પણ જોવા મળ્યા હતા. અને આ ખરેખર એક અસામાન્ય વાત છે. વૈજ્ઞાનિકો આ વાઘની પ્રજાતીને મેલાનિસ્ટિક વાઘ કહે છે. અને ચિંતાનો વિષ એ છે કે વાઘની આ દુર્લભ પ્રજાતી લુપ્થ થવાના આરે આવી ગઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખા ઓડિશા રાજ્યમાં આવા માત્ર 7થી 8 વાઘ જ બચ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં કાળા વાઘની 70% વસ્તી ઓડિશામાં જ રહે છે. આ આંકડાનું માનીએ તો સમગ્ર વિશ્વમાં આવા કાળા વાઘ માત્ર એક હાથની આંગળીઓના વેઢે ગણાય તેટલા જ બચ્યા છે.

image source

વાસ્તવમાં વાઘનો આ રંગ તેમાં રહેલી આનુવંશિક ખામીના કારણે હોય છે. માટે જ તેને મેલાનિસ્ટિક વાઘ કહે છે. આ ખામી ધરાવતા વાઘને કાળા રંગના પટ્ટા હોય છે. ભારતમાં માત્ર ઓડિસામાં જ આ દુર્લભ પ્રજાતિના વાઘ જોવા મળે છે. આ વાઘની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. એક અહેવાલ પ્રમાણે ટાઇગર સેન્સર 2018ના અહેવાલ પ્રમાણે આવા વાઘની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

image source

આ સુંદર તસ્વીરો ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિંમ બંગાળના રેહવાસી અને બર્ડ વોચિંગમાં રસ ધરાવતા સૌમૈન બાજપાઈએ ઓડિશાના નંદનકાનનમાં ઝડપી હતી. તેઓ અહીંના જંગલના ઝાડ પરથી વિવિધ પક્ષીઓ તેમજ વાંદરાનું નિરિક્ષણ કરી રહ્યા હતા અને તે જ સમયે તેમને આ દુર્લભ વાઘ જોવા મળ્યો હતો. જે પહેલી નજરે તો તેમને વાઘ જેવો ન લાગ્યો. અને તે વખતે તેમને એ પણ નહોતી ખબર
કે તેને મેલાનીસ્ટિક વાઘ કહેવાય.

image source

આ અદ્ભુત ક્ષણને સૌમૈને પોતાના ડિજિટલ કેમેરામાં કેદ કરી લીધી હતી. અને હાલ આ દુર્લભ કાળા વાઘની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર 1993માં ઓલિશાના સિમિલિપટલ ટાઇગર સિઝર્વમાં મેલિસ્ટિક વાઘને જોવામાં આવ્યા હતા. વિરોધાભાસ તો એ છે કે જ્યારે પ્રાણીઓમાં આવી કોઈ રંગની ખામી જોવામાં આવે ત્યારે તે પ્રાણી દુર્લભ બની જાય છે અને જ્યારે માનવીઓમાં આવી કોઈ ખામી જોવામાં આવે ત્યારે લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત