એરટેલ યુઝર્સ માટે જોરદાર ઓફર: આ 2 પ્લાનમાં મળશે વધુ ડેટા અને કોલિંગ સહિત ધાંસૂ સુવિધાઓ, જાણો અને જલદી કરાવો રિચાર્જ

એરટેલએ તેના ગ્રાહકો માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેની કિંમત પણ ઓછી છે અને પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે આવે છે. ચાલો જાણીએ ડિટેલ્સ. એરટેલે તેના ગ્રાહકોને વધુ વેલિડિટી અને ફાયદાઓ મળી રહે તે માટે આ 2 પ્લાનમાં ફેરફાર કર્યા છે. જેથી ગ્રાહકોને વધુ ડેટા મળી શકે. ચાલો જાણી લઈએ.એરટેલ યુઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવા નવા પ્લાન્સ અને ઓફર લાવતી રહે છે. ત્યારે હવે એરટેલે તેના હાલના પ્લાનને અપડેટ કર્યો છે, જેથી યુઝર્સને વધુ ફાયદા મળી શકે. અત્યારે ટેલિકોમ કંપનીઓ વધુને વધુ
ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવતી રહે છે. જેમાં એરટેલ પણ પાછળ નથી.

તે તેના ગ્રાહકો માટે એક નવો પ્લાન લઈને આવી છે.

એરટેલના 249 રૂપિયાના પ્લાનમાં હવે વધુ ડેટા

image source

કંપની તેના આ પોસ્ટપેડ પ્લાનને 50 રૂપિયા મોંઘો કરવાની છે. આવનારા દિવસોમાં આ પ્લાનનું મંથલી રેન્ટલ 299 રૂપિયા થઈ જશે. સારી વાત એ છે કે આ પ્લાનની કિંમત વધવાની સાથે તેમાં મળનારા બેનિફિટ્સ પણ વધવાના છે. અત્યારે કંપની 249 રૂપિયાના આ પોસ્ટપેડ પ્લાનમાં દર મહિને 10 જીબી ડેટા આપી રહી છે. પરંતુ કિંમત વધ્યા બાદ આ પ્લાનમાં દર મહિને 30 જીબી ડેટા મળશે.

999 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં મળશે વધુ ફાયદો

image source

એરટેલ દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. છેલ્લા ઘણાં સમયથી ટેલિકોમ કંપનીઓની વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યો છે. પણ એરટેલ પાસે અલગ-અલગ પ્રાઈસ કેટેગરીમાં પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ છે. જેથી આજે અમે તમને એરટેલના 999 રૂપિયાવાળા પ્લાનની ખાસિયતો જણાવીશું.એરટેલના 999 રૂપિયાના પ્લાનને પણ રિવાઈઝ કરવામાં આવશે.

image source

અત્યારે આ પ્લાનમાં કંપની દર મહિને 150 જીબી ડેટા ઓફર કરી રહી છે. જે ડેટા રોલઓવર બેનિફિટની સાથે આવે છે. આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને રોજ 100 એસએમએસ મળે છે અને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે.

image source

સાથે જ આ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર વીઆઈપી અને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.  આ કંપનીનો ફેમિલી પ્લાન છે અને તેના યુઝરને 4 ફેમિલી એડ ઓન મળે છે. જોકે, રિવાઈઝ થયા બાદ આ પ્લાનમાં મળતાં ડેટા બેનિફિટમાં તો વધારે થશે પરંતુ ફેમિલી એડ ઓન કનેક્શનને કંપની ઘટાડીને 4મમાંથી 3 કરી દેશે. રિપોર્ટમાં એવું નથી જણાવ્યું કે કંપની આ પ્લાનને રિવાઈઝ કર્યા બાદ કેટલો એક્સ્ટ્રા ડેટા ઓફર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!