Facebook, Insta અને Whatsapp બંધ થવાનું કારણ આવ્યું સામે

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઓક્યુલસ કલાકો સુધી ડાઉન રહ્યા હતા. આ કારણે, યૂઝર્સ આખી રાત પરેશાન થતા રહ્યા. સવારથી આ પ્લેટફોર્મ ફરી કામ કરવા લાગ્યા. આ એક મોટો વૈશ્વિક આઉટેજ માનવામાં આવે છે. કંપનીએ તેના ડાઉન રહેવાનું કારણ આપ્યું છે.

image soucre

જો કે, તેના ડાઉન થવા પાછળનું કારણ ડોમેન નેમ સિસ્ટમ (DNS) હોવાનું માનવામાં આવે છે. DNS ને ઇન્ટરનેટની ફોનબુક પણ કહેવામાં આવે છે. આનાથી જ્યારે વપરાશકર્તાઓ કોઈ હોસ્ટ નામ જેમ કે facebook.comને URL માં ટાઈપ કરે છે ત્યારે DNS તેના IP એડ્રેસમાં બદલી નાખે છે. IP એડ્રેસનો એટલે જ્યાં સાઇટ્સ હોય છે.

આ ઉપરાંત BGP (Border Gateway Protocol)પણ આની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. BGP માં IP એડ્રેસ અને DNS નેમસર્વરોનો રૂટ હોય છે. તેને આ રીતે સમજો, જો DNS એ ઇન્ટરનેટની ફોનબુક છે, તો BGP તેની નેવિગેશન સિસ્ટમ છે.

image socure

BGP જ નક્કી કરે છે કે ક્યાં રસ્તેથી ડેટા સૌથી ઝડપી પહોંચશે. ફેસબુક સાથે પણ આવી જ ભૂલ થઈ. DNS રિઝોલ્યુશન ફેલ્યોરને કારણે વપરાશકર્તાઓ ફેસબુકને એક્સેસ કરવામાં અસમર્થ હતા. ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેરના સીટીઓ જ્હોન ગ્રેહામ-કમિંગના જણાવ્યા મુજબ, ફેસબુકે તેના રાઉટર્સમાં કંઈક એવું કર્યું જેના કારણે ફેસબુકનું નેટવર્ક બાકીના ઈન્ટરનેટ સાથે જોડાઈ શક્યું નહીં.

આ અંગે ફેસબુકે કહ્યું છે કે બેકબોન રાઉટર જે ડેટા સેન્ટર અને નેટવર્ક ટ્રેફિકને કો- ઓર્ડિનેટ કરે છે તેમા કોન્ફિગ્રેશન ચેંજના કારણે આવુ થયું. આ નેટવર્ક ટ્રેફિંકના કારણે ડેટા સેન્ટર કમ્યુનિકેશન પર ઘણો વધારો પ્રભાવ પડ્યો અને સર્વિસ થોડા સમય માટે ઠપ થઈ ગઈ.

image soucre

તો બીજી તરફ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, જે થોડા કલાકો માટે બંધ થઈ ગયા હતા અને હવે Whistleblowerના ખુલાસો બાદ સામે આવ્યું કે, કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને 600 મિલિયન ડોલર એટલે ભારતીય ચલણ મુજબ લગભગ 4,47,34,83,00,000 રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. એક અહેવાલો સૂચવે છે કે થોડા કલાકો સુધી સાઈટ ઠપ રહેતા ઝકરબર્ગ અમીરોના લીસ્ટ એક સ્થાન નીચે આવી ગયો છે અને ઝુકરબર્ગ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી ગયો છે.

image socure

સોશિયલ મીડિયા કંપનીનો શેર સોમવારે 4.9 ટકા ઘટ્યો હતો. જ્યારે સપ્ટેમ્બરના મધ્યથી લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે શેરમાં ફેરફાર થયા બાદ ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 12,160 કરોડ ડોલર થઈ ગઈ. ફેસબુકના સીઇઓનું નામ હવે બ્લૂમબર્ગની યાદીમાં બિલ ગેટ્સની નીચે પહોંચી ગયું છે. સોમવારે અટકી પડેલી ફેસબુક પ્રોડક્ટ્સના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા.

image socure

13 સપ્ટેમ્બરના રોજ, વોલ સ્ટ્રીટ જર્નલે આંતરિક દસ્તાવેજોના સંગ્રહ પર આધારિત સ્ટોરિઝની એક શ્રેણી શરૂ કરી. તેમાં બહાર આવ્યું હતું કે ફેસબુક તેના ઉત્પાદનોમાં ખામીઓથી વાકેફ છે. આ ખામીઓમાં યુવતીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલ અસર અને 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલ રમખાણો વિશે ખોટી માહિતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ખુલાસાઓ પછી, સરકારી અધિકારીઓ પણ આ દિશામાં સતર્ક હતા અને સોમવારે વ્હિસલ બ્લોઅરે પણ તેમની ઓળખ સાર્વજનિક કરી હતી.