શહીદોના માનમાં બન્યુ સ્મારક: આ જગ્યા પર પીપળાના વૃક્ષ પર 1857માં એક સાથે 250 લોકોને અપાઈ હતી ફાંસી, શું તમે જાણો છો આ વિશે?

ઇતિહાસમાંથી મળતી ભૂતકાલીન વારસાની ઓળખને આધારે ભવિષ્યની ઔઇમારત ચણાય છે. ભારતમાં આઝાદી પછી જન્મેલી પેઢી પોતાના પ્રાચીન વારસાથી વિમુખ થતી જાય છે ત્યારે પૂર્વજોએ આપેલાં મોંઘેરાં ત્યાગ-બલિદાનો તેમજ નામી- અનામી શહીદોનાં રક્તથી રંગાયેલા આઝાદીના અમૂલ્ય છતાં અધૂરા ઇતિહાસને કેવી રીતે અમર અંકિત કરી શકીશું? ઇતિહાસકારો, સંશોધકો અને ભારતની રાષ્ટ્રીય સરકાર આ અંગે વિચારે એવી અપેક્ષા.

image source

માનવજીવનના શિરમોર સમો ઓગસ્ટ માસ સમયની સરિતામાં આવશે અને જશે, પરંતુ આઝાદીનાં આંદોલનમાં શહીદોના ચોક્કસ આંકનું એનું આહ્વાન અવિરામ અને અવિસ્મરણીય પ્રશ્નાર્થ બની પડકારી રહ્યું છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરના બસ્તી જિલ્લાના છાવણીમાં આવેલ આ પીપળના વૃક્ષ પર એક સાથે 250 ક્રાંતિકારીઓને સજા-એ-મૌત આપવામાં આવી હતી.

કેમ મળ્યો હતો મૃત્યુદંડ

image source

બસ્તી જિલ્લાના છાવણીમાં સ્થિત પીપલ વૃક્ષ 250 ક્રાંતિકારીઓની મૃત્યુદંડનો સાક્ષી છે. કારણ કે અહીં ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકાર દ્વારા 1857 માં જલિયાંવાલા બાગ બળવો દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને મળીને ફાંસી આપી હતી.

એક સાથે 250 ક્રાંતિવીરોને અપાઈ હતી ફાંસી

છાવણીના આ શહીદ મંદિરનો ઈતિહાસ છે કે, ક્રાંતિકારીઓએ આ જગ્યાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતુ. અંગ્રેજોએ જનરલ કીલેની હત્યા બાદ ક્રાંતિકારીઓને રાજદ્રોહ ફાંસીના ફંદામાં લટકાવીને શહીદ કરી દીધા હતા.

શહીદોના માનમાં બન્યુ સ્મારક

image source

ત્યાર બાદ આ વિસ્તારને અંગ્રેજી હૂકૂમતે સૈનિક છાવણીમાં તબદીલ કરી દીધી હતી. અને એ જ વખતે આ એરિયાનું નામ  છાવણી પડી ગયુ હતુ. હાઈવેના કિનારે આજે પણ એ પીપળાનું ઝાડ એ જ ગૌરવથી ઉભુ છે. લીલોછમ પીપળો એ શહીદોની યાદગીરી છે. સ્વતંત્ર સેનાનીઓની યાદમાં અહીં શહીદ સ્મારક બનાવવામાં આવ્યુ છે જ્યાંથી લોકો દૂર દૂરથી આવી શ્રદ્ધાસૂમન ચઢાવી દેશદાઝને વધુ દ્રઢ બનાવે છે.

image source

પરંતુ કમનસીબી એ છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામના આ અનોખા ઇતિહાસમાં શહીદ થયેલા હજારો યુવાનોની શહાદતનો ચોક્કસ આંકડો બ્રિટિશ હકૂમતના ઔઇતિહાસનાં પાનાંઓમાંથી અલોપ થઈ ગયો છે. આઝાદી આંદોલનના અભ્યાસી અને જાણીતા ઇતિહાસકાર ડો. મનમંથન દાસનાં મંતવ્ય અનુસાર ભારતમાં ૧૯૪૭માં સત્તાની ફેરબદલી કરવામાં આવી તે પહેલાં બ્રિટિશસરકાર પર અસ ર કરનારા કેટલાક અગત્યના સત્તાવાર અહેવાલો, પુરાવાઓ અને અન્ય દસ્તાવેજોનો નાશ કરવાનો નિર્ણય બ્રિટિશ સરકારે લીધો હતો.

image source

આઝાદીની ચળવળમાં વિવિધ તબક્કે પ્રજાની વ્યાપક સામેલગીરી, લડતનાં વિવિધ સ્વરૂપો, આંદોલનના અનેક પ્રકારો, ઐતિહાસિક સત્યાગ્રહો અને સંગ્રામો અંગેની તવારીખી ઘટનાઓ વિશે બહુ જ ઓછા સત્તાવાર દસ્તાવેજો સરકારી ચોપડે ઉપલબ્ધ છે, જોકે કેટલીક ગાંધીયન સંસ્થાઓ તથા આઝાદી આંદોલન સાથે સંકળાયેલી સંસ્થાઓ પાસે ઘણી માહિતી છે. આઝાદી આંદોલનને વેગ આપતી ભૂગર્ભ પત્રિકાઓમાં લડતના સમાચારોની સાથે સાથે જે તે ગામ-નગર-શહેરના શહીદોની માહિતી પણ આપવામાં આવતી હતી, પરંતુ રાષ્ટ્રીય, પ્રાદેશિક કે સ્થાનિક સંકલનના અભાવે શહાદતનો ચોક્કસ આંકડો આંકવો મુશ્કેલ છે. આઝાદીની શહાદતનો ઇતિહાસ આલેખતા ઘણા ઇતિહાસકારોના માર્ગમાં આવતી અન્ય મુશ્કેલી એ છે કે બ્રિટિશ શાસકોએ સેંકડો સ્થાને પોલીસ ગોળીબાર કર્યા હતા અને એમાં મોટી સંખ્યામાં આંદોલનકારો શહીદીને વર્યા હતા, પરંતુ સ્થાનિક નીચેની કક્ષાના અધિકારીઓ પોતાના ઉપરી અને વરિષ્ઠ અધિકારીઓને તેની હકૂમત હેઠળના વિસ્તારોની ઘટનાઓ તેમજ શહીદોના પૂરેપૂરા અહેવાલો મોકલતા નહોતા, પરિણામે શહાદતનો ચોક્કસ આંક મળવો અશક્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત