સ્વર્ગથી ઓછા નથી રાજસ્થાનના આ 7 પર્યટન સ્થળો, એક વાર જશો તો વારંવારં જવાનું થશે મન

રાજસ્થાન ભારતનું એક ખુબ જ ખાસ પર્ટટન રાજ્ય છે જે દર વર્ષે પોતાના આકર્ષક પર્યટન સ્થળોના કારણેમે દુનિયા આખીના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. રાજસ્થાનમાં દરેક જિલ્લામાં કેટલાએ સુંદર જોવાલાયક સ્થળો આવેલા છે, અહીં ખાસ કરીને કિલ્લાઓ અને તેની ભવ્યતાઓ અદ્ભુત છે. રાજસ્થાન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટકો, બન્ને માટે એક યોગ્ય પર્યટન સ્થળ છે. ભારતનો પ્રવાસ કરનાર દર ત્રીજી વિદેશી વ્યક્તિ રાજસ્થાનને ચોક્કસ જોવા આવે છે કારણ કે તે ભારત આવનારા પર્યટકો માટે ગોલ્ડ ટ્રાયંગલનો એક ભાગ છે. જયપુરના મહેલો, ઉદયપુરના તળાવો અને જોધપુર, બીકાનેર તથા જૈસલમેરના ભવ્ય કિલ્લાઓ ભારતીય અને વિદેશી સહેલાણીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. જોધપુરના મેહરાનગઢ કિલ્લા, સવાઈ માધોપુરના રણથંભોર કિલ્લા તેમજ ચિતોડગઢનો કિલ્લો ખૂબ જ પ્રસિદ્ધ છે. આજે અમે તમને રાજસ્થાનના તેવા જ કેટલાક અન્ય આકર્ષક પર્યટન સ્થળ વિષે જણાવીશું જે કોઈ સ્વર્ગ કરતા ઓછા સુંદર નથી.

સાગર – કુન્ડ અને વાવડીઓનું શહેર – બૂંદી

image source

વિશ્વ વિખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા લેખક રુડ્યાર્ડ કિપલિંગે પોતાની જાણીતી નવલકથા કિમનો કેટલોક અંશ બુન્દી શહેરમાં બેસીને લખ્યો. તેમણે લખ્યું છે – ‘જયપુર પેલેસ, પેરિસના મહેલથી કમ નથી. લાલ શીલાઓ પર ભૂરા રંગના બુર્જ, જાણે કોઈ સ્વર્ગમાં હોઈએ તેવું લાગે છે પણ બૂંદીનો મહેલ દિવસના અજવાળામાં પણ એવું લાગે છે કે મનુષ્યએ પોતાના અધુરા સ્વપ્નો સજાવ્યા છે. પરી કથા અને સિન્ડ્રેલાના જમાના જેવા મહેલ અને કિલા બૂંદીનું આકર્ષણ સદિઓ બાદ પણ ઓછું નથી થયું. કોટાથી 36 કિમીના અંતરે આવેલ નવલ સાગરમાં પ્રતિબિંબિત બૂંદીનો કિલો અને મહેલ – એવું દ્રશ્ય જે માત્ર સ્વપ્નમાં જ જોવા મળે છે. આવું રમણીય નગર પોતાની સમૃદ્ધ ઐતિહાસિક સંપદાથી ભરપૂર છે. હર્યાભર્યા મોટા આંબા, જામફળ, દાડમ, નારંગી અને વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલોની વેલો, બાગ બગીચા, સુંદર તડકો અને ગરમીથી રાહત મેળવા માટેની બધી જ સગવડ અહીં છે. બૂંદી ક્યારેક હાડા ચૌહાણો
દ્વારા શાસિત હાડૌતી સામ્રાજ્યની રાજધાની હતું.

આનંદ સાગર સરોવર

image source

સોનેરી દ્વીપોના શહેર બાંસવાડાની નજીક મહારાવલ જગમલ સિંહની રાણી લંચી બાઈ દ્વરા આ સરોવરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. બાઈ તાલાબના નામથી લોકપ્રિય આ મીઠા પાણીનું કૃત્રીમ સરોવર છે. આ સરોવર બાંસવાડાના પૂર્વી ભાગમાં સ્થિત છે તેમજ અહીં કલ્પ વૃક્ષ પણ છે. કહે છે, જે પણ અહીં આવીને પોતાની ઇચ્છા માગે છે તે પૂરી થાય છે. નજીકમાં જ રાજ્યના શાસકોની છત્રીઓ તેમજ સ્મારક પણ બનેલા છે.

જલ મહેલ

image source

જયપુરની નજીક માનસાગર સરોવર વચ્ચે બનાવવામાં આવેલો આ અત્યંત સુંદર જળમહેલ પાણી પર તરી રહ્યો હોય તેવું લાગે છે. તેની પાળો પર રોજ સ્થાનીક તેમજ વિદેશી પર્યટકો મનમોહક દ્રશ્ય જોવા આવે છે. રાત્રીના સમયે જલમહેલ રંગીન રોશનીથી સજે છે જે કોઈ પરિ લોક જેવો લાગે છે.

image source

મહારાજા જયસિંહ દ્વિતીય દ્વારા 18મી સદીમાં બનાવવામાં આવેલો, ‘રોમાંટિક મહેલ’ના નામથી પણ ઓળખાય છે. રાજા પોતાની રાણી સાથે આ મહેલમાં ખાસ સમય પસાર કરવા આવતા હતા. તેમજ રાજસી ઉત્સવ પણ ઉજવવામાં આવતા હતા. તેના ચારે ખૂણા પર છત્રીઓ બનાવવામાં આલી છે.

ઝાલાના સફારી પાર્ક

image source

જયપુરની નજીક વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ આ ઝાલાના સફારી પાર્ક જયપુરનો એક સુંદર પાર્ક છે જે ખાસ કરીને દીપડાઓ જોવા માટે પ્રસિદ્ધ છે. લગભગ 1978 હેક્ટરમાં ફેલાયેલ આ જંગલ, જયપુર શહેરની દક્ષિણ પૂર્વમાં આવેલ છે. 1860ના વર્ષ સુધી આ ક્ષેત્ર સામંતવાદી શાસનને આધીન હતું. આ સમ્પત્તિ જયપુરના પૂર્વ મહારાજાની હતી તેમજ શાહી પરિવાર માટે ક્રીડા સ્થળ પણ હતું. દીપડાની સાથે સાથે આ જંગલમાં 15-20 ચીત્તા પણ ફરતા દેખાય છે. ઝાલાના સફારી પાર્કમાં આ ઉપરાંત બીજા પણ ઘણા વન્ય જીવો રહે છે. જંગલી શિયાળ, ચીતલ, ભારતીય કસ્તૂરી, નીલગાય, જંગલી બિલાડી વિગેરે પણ આ જંગલમાં જોવા મળે છે. તેની સાથે સાથે આ પાર્ક પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, કારણ કે અહીં પર વિવિધ પ્રજાતિના પક્ષી જોવા મળે છે જેમાં ભારતીય પિત્રા, કાળા ગીધ, ઘૂવડ, છાંટાવાળા નાના ઘૂવડ, નાના ગીધ અને મોટા ગીધનો સમાવેશ થાય છે.

ડેઝર્ટ નેશનલ પાર્ક

image source

થાર રણ વિવિધ વન્યજીવોનો સૌથી સારો પાર્ક છે. પાર્કમાં રેતીના ટીલા, આમ તેમ પથરાયેલી શીલાઓ, મીઠાના તળાવો અને અંતર મધ્યવર્તી ક્ષેત્રોનું અહીં ગઠન કરવામા આવ્યું છે. જાનવરોની વિવિધ પ્રજાતીઓ જેમ કે કાળિયાર, ચિંકારા અને માત્ર રણમાં જ મળી આવતા શિયાળો, આ બધા જ આ પાર્કમાં આમ તેમ રમ્યા કરે છે. લુપ્તપ્રાય – ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે દુનિયાની સૌથી મોટી ઉડાન ભરનાર પક્ષીઓમાંનું એક છે તેને પણ અહીં જોવામાં આવે છે. શિયાળામાં પાર્કમાં વિવિધ જીવ જેવા હિમાલયન અને યુરોપિયન ગ્રિફોન વાલ્ટર્સ, પૂર્વ ઇંપિરિયલ ઇગલ અને સ્કેલેર ફાલ્કન પક્ષી પણ અહીં વિહાર કરતા જોવા મળે છે. આ નેશનલ પાર્ક જૈસલમેરથી 40 કિ.મી. દૂર આવેલ છે અને પર્યટકોએ આ સ્થળની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

સિસોદિયા રાણી મહેલ અને બગીચો

image source

જયપુરથી 8 કિલોમીટરના અંતરે આવેલ આગરા રોડ પર સ્થિત સિસોદિયા રાણી મહેલ અને બાગ મુગલ શૈલીથી સજાવવામાં આવેલો છે. રાધા અને કૃષ્ણની લીલાઓની સાથે ચિત્રિત આ બહુમાળી ઉદ્યાનમાં સુંદર ફુવારા છે, પાણીના ઝરણા અને ચિત્રિત મંડપો છે. મહારાજા સવાઈ જય સિંહ દ્વિતીયએ તેને પોતાની સિસોદિયા રાણી માટે બનાવડાવ્યો હતો.

અભેડા મહલ

image source

ચમ્બલ નદીના પૂર્વ તટ પર વસેલા કોટા શહેરમાં સ્થિત અભેડા મહેલનું નિર્માણ 18મી સદીમાં કરવામાં આવ્યું હતું. અહીં મહેલનો ઉપયોગ શાહી આરામ માટે કોટાથી 8 કિમી દૂર નિર્માણ કરાવામાં આવ્યો હતો. જેમાં રાજકુમારી ધીરદેહ દ્વારા પાણીનું કૃત્રિમ જળાશ બનાવડાવવામાં આવ્યું હતું, જેનાથી વધારેમાં વધારે વન્ય જીવ તેમજ પક્ષીઓ આ તરફ આકર્ષિત થઈ શકે. મહારાવ ઉમ્મેદસિંહ દ્વિતિયના શાસનકાળમાં આ જળાશયમાં મગરની વિવિધ પ્રજાતિઓને પાળવામાં આવતા હતા તેમજ અભેડાના તળાવ તેના કારણે જ પ્રસિદ્ધ હતું. તેની નજીક જ દાઢ દેવી મંદિર પણ આવેલું છે. કોટાથી લગભગ 15 કિ.મીના અંતરે આવેલ કોટાના શાહી પરિવારના કુળદેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ સ્થાન જંગલ વચ્ચે આવેલું છે. અહીં પર ચૈત્ર નવરાત્રીમાં 9 દિવસનો મેળો લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત