બર્ગર લવર્સ માટે ખુશ ખબર, માર્કેટમાં આવ્યું સોનાનું બર્ગર, એક વાર જરૂર ટેસ્ટ કરો

બર્ગર એક એવુ ફાસ્ટફૂડ છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. વિદેશમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ લોકો બર્ગરના દિવાના છે. અહીંના બજારોમાં તમને 10 રૂપિયાથી 500 રૂપિયા સુધીનાં બર્ગર મળશે, પરંતુ શું તમે ક્યારેય રૂ .4,330 નું બર્ગર ખાવું છે? મોટા ભાગના લોકો જવાબ નહીં જ હશે. ઘણા લોકો વિચારતા હશે કે સાડા ચાર હજાર રૂપિયાનું બર્ગર ક્યાં મળે છે. આજે અમે તમને આ સાથે જોડાયેલી વિશેષ વાતો વિશે જણાવિશું.

આ બર્ગરની કિંમત 4330 રૂપિયા

image source

તમને જણાવી દઈએ કે આ બર્ગરની કિંમત 59 અમેરિકી ડોલર એટલે 4330 રૂપિયા છે. આ બર્ગરની વિશેષતા એ છે કે તેના પર સોનાનું વર્ક કરવામાં આવેલું છે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેનું નામ 24 કેરેટ બર્ગર રાખવામાં આવ્યું છે. તમારી જાણકારી માટે જણાવીએ કે, કેરેટએ સોનાની શુદ્ધતાને માપવાનો માપદંડ હોય છે. કોલંબિયાની એક રેસ્ટોરાંમાં સોનાનું આ ખાસ બર્ગર વેચવામાં આવે છે.

કોરોનાને કારણે ખાણી પીણી ઉદ્યોગને ભારે નુકશાન

image source

આ અંગે સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલંબિયાની બોગોટામાં એક રેસ્ટોરાંએ દુનિયાની પસંદગીના ખાદ્ય પદાર્થોને શાનદાર વ્યંજનોમાં બદલી નાંખ્યા છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરાં 24 કેરેટ બર્ગર આપી રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે રેસ્ટોરાં ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

image source

દુનિયાભરની રેસ્ટોરાંમાં કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કેટલીક તો બંધ પણ થઈ ગઈ છે અને અનેકને ભારે નુકસાન થયું છે. સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધ ડાઈન-ઈન-રેસ્ટોરાંને માત્ર ડિલીવરી આઉટલેટમાં બદલી નાંખ્યા છે.

સોનાનું વરખ ચઢાવવામાં આવે છે

image source

આ અંગે સાઉથ ચાઈના મોર્નિંગ પ્રમાણે રેસ્ટાંરના શેફ મારિયા પાઉલાએ જણાવ્યું કે રેસ્ટોરાંમાં હૈમબર્ગરને પહેલાં પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. અને પછી તેના પર સોનાનું વરખ ચઢાવવામાં આવે છે. પાઉલાએ આ બર્ગરને બનાવવા સાથે જોડાયેલ સાવધાનીપૂર્વક પ્રક્રિયાને પણ જણાવી. તેમણે કહ્યું કે આ ક્ષતિગ્રસ્ત હોઈ શકે છે.

image source

જો આ તમારી આંગળી પર ચોંટી જાય તો તેનાથી નુકસાન થઈ શકે છે. જો કે હાલમાં તો આ નવુ બર્ગર સોશિયલ મીડિયા પર ખાસુ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ઘણા લોકો તેને ખાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. તો બીજી તરફ મંદીનો માર સહન કરી રહેલા રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે કઈક નવુ બજારમાં આવતા તેમને પણ ખુશી થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત