રજાઓમાં ફરવા માટે અમદાવાદથી 120 કિમીના અંતરે છે આ બેસ્ટ સ્થળ, એકવાર જશો તો મજા આવી જશે

વેકેશન આવે એટલે લોકો ફરવાનો પ્લાન બનાવે. આ સાથે જ જ્યારે શિયાળાનો મોસમ હોય તો પણ આપણે એમ થાય કે ઘરની બહાર ક્યાંક જઈએ તો પણ મન ફ્રેશ થાય. ત્યારે જો તમે અમદાવાદની આસપાસ રહેતા હોય અને ત્યાં ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો અમે તમને 4 જગ્યા બતાવી રહ્યા છીએ કે જ્યાં તમને ફરવાની મજા આવશે.

અડાલજની વાવ

image source

જો સૌથી પહેલાં વાત કરીએ અડાલજની વાવની તો અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડ્યું હતું. મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.

image source

જો આપણે બીજી વાત કકીએ તો આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા. આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક સરસ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. એ જ રીતે ધાર્મિક મહત્વની વાત કરીએ તો ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.

ઝાંઝરી

image source

બીજા સ્થળની વાત કરીએ તો ઝાંઝરી કે જે અમદાવાદથી અંદાજે 70 કિ.મી દુર આવેલ છે. દહેગામ-બાયડ હાઈવે રસ્તાથી 5 કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી (ડાભા) ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતું આ સ્થળ છે. ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દ્રશ્ય બનાવે છે જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર છે. ગંગેશ્વર મહાદેવના દર્શનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળ તમને ચોક્કસ ગમશે. સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪.૦૦ કિ.મી.ના અંતરે ઝાંઝરીના નામે પ્રવાસન સ્થળ આવેલ છે.

image source

આ સ્થળ ગંગેશ્વરમહાદેવના દર્શાનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળે જાહેર જનતા માટે પિકનીકનું માનિતું સ્થળ છે. બાયડ તાલુકા સાબરકાંઠા જિલલામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર,ખેડા,જિલ્લાના પ્રવાસીઓ આવે છે. આ સ્થળે જનમાષ્ટમી, શિવારાત્રી પર્વના દિવસે મેળો પણ ભરાય છે.

થોર

image source

એ જ રીતે થોર પણ અમદાવાદની બાજુમાં ફરવાલાયલ સ્થળમાં સમાવેશ થાય છે. અમદાવાદથી લગભગ 25 કિમીના અંતરે આવેલું આ સ્થળ મનમોહક છે. થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

image source

અમદાવાદથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં થોર તળાવ પક્ષી અભ્યારણ્ય આવેલું છે. આ તળાવ લગભગ 7 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલા ગાઢ જંગલો ફેલાયેલા છે. તો બીજી તરફ છીછરું તળાવ હોવાને લીધે વિદેશી પંખીઓ માટે આ ઉત્તમ સ્થળ બન્યું છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે. કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.

ગાંધીનગર

image source

અમદાવાદથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકર્ણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ પણ જોવા લાયક છે. એમાં પણ જો અક્ષરધામની વાત કરીએ તો એ ગુજરાત રાજ્યના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. મંદિર સંકુલમાં એક સ્થળે ભક્તિ, કલા, સ્થાપત્ય, શિક્ષણ, પ્રદર્શન અને સંશોધનનો સમાવેશ થાય છે. યોગીજી મહારાજના શતાબ્દી ઉજવણી દરમિયાન 2 નવેમ્બર, 1992 ના રોજ તેનું ઉદઘાટન થયું હતું. ગુજરાતની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં આ જટિલ ખૂબ લોકપ્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત