વિશ્વના આ 5 જીવો પણ બદલે છે પોતાના શરીરનો રંગ, જાણો આ પાછળનું કારણ તમે પણ

કાચિંડા ની રંગ બદલવાની આદત વિષે તો તમે આપણે સૌ માહિતગાર છીએ ઉલ્ટાનું જોયું પણ હશે. પોતાની આ પ્રાકૃતિક ખૂબીને કારણે કાચિંડા સૌથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાચિંડો એક જ એવો જીવ છે જે પોતાના શરીરનો રંગ બદલી શકે છે પણ ખરેખર તેવું નથી. વિશ્વમાં અન્ય જીવો પણ એવા છે જે પોતાના શરીરનો રંગ બદલી શકે છે. જો કે આ બધાની સામ્યતા ધરાવતી બાબત એ છે કે તે તમામ જીવો પોતાના જીવ બચાવવા કે શિકાર કરવા માટે પોતાના શરીરનો રંગ બદલે છે.

સીહોર્સ

image source

સીહોર્સ એક દરિયાઈ જીવ છે જે કાચિંડાની જેમ રંગ બદલવા માટે પ્રખ્યાત છે. આ જીવ માત્ર ભય લાગે ત્યારે જ નહિ પરંતુ પોતાના અંદર વ્યક્ત થતી ભાવના દર્શાવવા માટે પણ રંગ બદલે છે. સીહોર્સમાં ક્રોમેટેફોર્સ નામક તત્વ હોય છે જે તેને ઝડપથી અનેક પ્રકારના રંગ બદલાવમાં સહાયક છે. ભય લાગવાની સ્થિતિમાં આ જીવ અમુક સેકન્ડમાં જ પોતાનો રંગ બદલી નાખે છે જયારે પોતાની જાતિના અન્ય સાથી સાથે હોય ત્યારે ધીરે ધીરે રંગ બદલે છે.

ગોલ્ડન ટર્ટઝ બીટલ

image source

આ એક નાનકડો જીવ છે. જો કોઈ માણસ આ જીવને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો આ જીવ તરત પોતાનો રંગ બદલી નાખે છે અને આસપાસ રહેલી ચીજવસ્તુ જેવો રંગ ધારણ કરી લે છે. દાખલા તરીકે માટી, ફૂલ, વનસ્પતિ કે પાંદડા વગેરે જેવો રંગ. એટલું જ નહિ આ જીવ પોતાની પ્રજાતિના અન્ય જીવ સાથે મળે ત્યારે પણ પોતાનો રંગ બદલે છે. આમ તો ગોલ્ડન ટર્ટઝ બીટલ સોનેરી રંગના હોય છે પરંતુ વિશેષ પરિસ્તિથીમાં તે ચળકતા લાલ રંગ જેવા બની જાય છે.

મિમિક ઓક્ટોપસ

image source

મિમિક ઓક્ટોપસ પણ એક દરિયાઈ જીવ છે જે પોતાનો રંગ બદલવામાં પારંગત છે. આ જીવ બુદ્ધિશાળી દરિયાઈ જીવો પૈકી એક ગણાય છે જે સામાન્ય રીતે પ્રશાંત ક્ષેત્રમાં જોવા મળે છે. આ કોઈપણ પરિવેશમાં પોતાને ઢાળી લેવા માટે રંગ બદલે છે અને તેના શરીરની નરમાશ ધરાવતી ચામડીને કારણે તે આકાર પણ બદલી શકે છે.

પેસિફિક ટ્રી ફ્રોગ

image source

આ દેડકા ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે જે રંગ બદલવામાં એક્સપર્ટ છે. તેના પગ ચીકાશ ધરાવતા હોય છે જે તેને એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને વાતાવરણ પરિવર્તન કરવામાં સહાયક છે. આ દેડકા જયારે પોતાની આસપાસ ભયની સ્થિતિનો અનુભવ કરે ત્યારે તરત પોતાનો રંગ બદલી આજુબાજુની વનસ્પતિ વગેરે જેવો રંગ ધારણ કરી લે છે. એટલું જ નહિ પણ ઋતુ અનુસાર પણ આ દેડકા રંગ બદલવા માટે પ્રખ્યાત છે.

સ્કોર્પિયન ફિશ

image source

સ્કોર્પિયન ફિશ શિકાર કરતી વેળાએ કે શિકારીઓ પોતાનો શિકાર ન કરી લે તે માટે પોતાનો રંગ બદલે છે. રંગ બદલવામાં પારંગત આ માછલી ઝેરીલી પણ મનાય છે. આ માછલીની કરોડરજ્જુમાં ઝેર ભરેલું હોય છે. તેને પકડવા માટે પણ માછીમારોએ ખાસ સાવચેતી રાખવી પડે છે. નહિ તો તેઓ માછલીની જગ્યાએ તેનો શિકાર થઇ જતા વાર નથી લાગતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત