હીરા કરતા પણ મોંઘું વેચાય છે આ ફળ, કિંમત જાણીએ ફરી જશે તમારું મગજ

દુનિયામાં ઘણા પ્રકારના ફળ હોય છે અને બધાની કિંમત પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ફળોની કિંમત 400 થી 500 રૂપિયા સુધીની હોય છે, પરંતુ લોકોને તે પણ મોંઘા લાગે છે. વિશ્વ ઉપરાંત ભારતમાં પણ અનેક પ્રકારના ફળો અને શાકભાજી જોવા મળે છે. સફરજન, દ્રાક્ષ, દાડમ, સંતરા, કેરી અને લીચી તો બધાએ ખાધા જ હશે, પણ જો કોઈ ફળ લાખો રૂપિયાનો કિલો મળે તો શું કરશો? ખરીદી તો દૂર, સામાન્ય માણસ તેના વિશે સપનામાં પણ ન જોઈ શકે.

image soucre

દુનિયામાં એવા ઘણા બધા ફળ છે, જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. હા, જાપાનમાં એક એવું ફળ છે જેની કિંમત કરોડોમાં છે, જેને સામાન્ય માણસ તો ખરીદવાનું તો શું એના વિશે ક્યારેય વિચારી પણ ન શકે. તો ચાલો જાણી લઈએ આ મોંઘા ફળ અને તેની કિંમત વિશે. આખરે આ ફળમાં એવું તે શું છે જે તેને આટલું બધું મોંઘું બનાવે છે

હીરા કરતા પણ મોંઘું વેચાય છે આ ફળ

image soucre

ઘણા લોકો એવા હોય છે જેમનામાં અલગ-અલગ ફળ ખાવાનો ક્રેઝ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફળોની કિંમત 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે. પરંતુ આજે અમે તમને જે ફળ વિશે જણાવવા જઈ રહ્યા છે તે ફળની કિંમત લાખો રૂપિયા છે. હવે તમે વિચારતા જ હશો કે એવું તે વળી કયું ફળ છે જેની કિંમત લાખો રૂપિયા છે. હા તે બિલકુલ સાચી વાત છે. તમે એમ થશે કે આવું ફળ ખાવા કરતા તો હીરા કે સોનામાં રોકાણ કરવું વધુ સારું છે. તમને જણાવી દઈએ કે આ ફળની જાપાનમાં હરાજી કરવામાં આવી હતી.

જાપાનમાં મળે છે આ ફળ

image soucre

તમને જણાવી દઈએ કે વિશ્વના મોંઘા ફળોમાં સામેલ આ ફળનું નામ યુબરી તરબૂચ છે. આ ફળ જાપાનમાં ઉગાડવામાં આવે છે અને ત્યાં વેચાય છે. આ ફળની બહુ ઓછી નિકાસ થાય છે. તે સૂર્યપ્રકાશમાં નહીં પરંતુ ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે.

image soucre

જાપાનમાં મળી આવતા યુબારી કસ્તુરી તરબૂચની કિંમત 1 મિલિયન છે. બે તરબૂચ રૂ. 20 લાખમાં મળે છે. વર્ષ 2019માં આ તરબૂચની 33,00,000 રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. અંદરથી નારંગી લાગતું આ ફળ મીઠું છે.