શું તમે જોઇ છે એશના શ્રીમંતની આ વૈભવી તસવીરો?
એશ્વર્યા રાય બચ્ચની ગોદભરાઈ સમયના રાજસી કાર્યક્રમની તસ્વીરો વાયરલ, જયા-અમિતાભે વહુને આપ્યા આશીર્વાદ તો અભિષેકે રાખી સંભાળ
બોલીવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચનની ગોદભરાઈ સમયની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઇ રહી છે. કદાચ ઘણા સમયથી આ તસ્વીરોની રાહ જોવાઈ રહી હતી.

આ તસ્વીર વર્ષ ૨૦૧૧ની છે. જ્યારે એશ્વર્યા રાય પોતાની પ્રથમ દીકરી આરાધ્યાને જન્મ આપવાની હતી. એશ્વર્યા રાયની પ્રથમ ગોદભરાઈ માટે બચ્ચન પરિવારે રાજસી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
લગ્નની જેમ જ એશ્વર્યાની ગોદભરાઈનો કાર્યક્રમ પણ ખાનગી જ હતો, જેના કારણે ફોટોગ્રાફર દુર જ રહે. જો કે જે પણ તસ્વીરો સામે આવી છે એનાથી એ તો સ્પષ્ટ જ છે, કે બહુ જ મોટો પ્રસંગ ઉજવાયો હતો.

આ દરમિયાન અભિષેક બચ્ચન પડછાયાની જેમ એશ્વર્યાની સાથે દેખાયો હતો અને હર ક્ષણ પલ એને સાચવતો નજરે ચડી રહ્યો હતો.
આ તસવીરોમાં નજરે પડી રહેલ એશ્વર્યાના ચહેરા પરના હાસ્યથી જ તમે અંદાઝ લગાવી શકો છો કે એ બહુ ખુશ હતી. આ દરમિયાન બધા જ ટ્રેડીશનલ લુકમાં દેખાયા હતા.

આ તસ્વીરમાં તમે એશ્વર્યાને સાસુ જયા બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચનના પગે લાગતા પણ જોઈ શકો છો, સાથે જ તેઓ વહુ એશ્વર્યાને આશીર્વાદ પણ આપી રહ્યા છે.
એશ્વર્યાની પૂજા કરતી એમની મમ્મી વૃંદા રાય, સાથે એમના પિતા કિશન રાજ રાયને પણ તમે તસ્વીરમાં જોઈ શકો છો.

કહેવાય છે કે કાર્યક્રમની લગભગ બધી જ તૈયારીઓ એશ્વર્યા રાયની માતા વૃંદા રાયે પોતે જ કરી હતી. આ બેબી સાવરની થીમ કેરળ સંસ્કૃતિ પર આધારિત હતી, તેમજ જમવામાં પણ સાઉથ ઇન્ડિયન આઈટમોની ભરમાર હતી.
source : abplive
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત