આ દેશે કર્યો અજબગબજ કારનામો, બનાવી નાખી દુનિયાની પહેલી એવી બસ જે રોડ અને ટ્રેક બન્ને પર ચાલશે

પરમાણુ બોમ્બના હુમલાનો સામનો કર્યા બાદ આજે જાપાન જે પ્રગતિના તબક્કા પર ઊભું છે તે વિશ્વની સામે એક મિસાલ છે. આ એક એવો દેશ છે જ્યાં માનવ સંસાધન સતત કંઈક નવું કરવાનું વિચારે છે અને તેની નવી ટેક્નોલોજીને કારણે આખી દુનિયામાં જાણીતું છે. ખાસ કરીને પડકારોનો સામનો કરવાનો આ દેશને મજા આવે છે. નવીન અને અદ્ભુત ઉત્પાદનો માટે વિશ્વભરમાં પ્રખ્યાત આ દેશે હવે વધુ એક નવી પ્રોડક્ટ બનાવી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

image source

હાલમાં જ, જાપાને વિશ્વનું પ્રથમ એવી ગાડી બનાવી છે, જે રેલ્વે ટ્રેક અને રોડ બંને પર ચાલશે. આ વાહન એક બસ છે જે રોડ અને રેલવે ટ્રેક પર આરામથી ચાલી શકશે. આ બસનું પ્રારંભિક ટ્રાયલ પણ સફળ રહ્યું છે. તો ચાલો અમે તમને આ રિપોર્ટમાં જાપાનની આ નવી બસ વિશે કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ વાતો જણાવીએ…

image source

સામાન્ય લોકો માટે આ બસ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક સુધી બસનું સંચાલન શરૂ થશે, પરંતુ તે સમયે કોરોનાને કારણે તે થઈ શક્યું ન હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ક્રિસમસની આસપાસ જાપાનના બે રાજ્યો વચ્ચે ચલાવવામાં આવશે. આ બસનો રૂટ એવો બનાવવામાં આવશે કે તે રોડ અને રેલ બંને ટ્રેક પરથી સરળતાથી પસાર થઈ શકે

image source

આ વાહન જાપાનની કંપની Esa Seaside Railway દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વાહન 6 કિમી રોડ પર અને 10 કિમી રેલ્વે ટ્રેક પર દોડશે. રિપોર્ટ્સ અનુસાર આ વાહનમાં આવા વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે, જે રેલવે ટ્રેક પર ચાલવા માટે યોગ્ય છે. બીજી બાજુ, જ્યારે આ વાહનને રસ્તા પર ચલાવવાનું હોય છે, ત્યારે તેના પૈડા ઉપરની તરફ ઉંચા થઈ જશે અને સામાન્ય રીતે આ વાહન ટાયરની મદદથી ચાલવા લાગશે. સરળ ભાષામાં સમજીએ તો રેલ્વે ટ્રેક પરના પૈડા રસ્તા પર ચાલવા માટે ઉપર જાય છે અને આ માત્ર રોડ પર ચાલવા માટે લગાવેલ વ્હીલનો ઉપયોગ કરવા લાગે છે. આ બસમાં જે વહીલ્સ લગાવવામાં આવ્યા છે એ ટ્રેક પરથી રોડ પર જવા માટે 15 સેકન્ડની અંદર એક્ટિવ થઈ જાય છે.

image source

આ બસમાં ક્રૂ મેમ્બર સિવાય 23 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. ક્રિસમસથી તેની શરૂઆત થયા પછી, તે દરરોજ તેના રૂટ પર 13 ફેરા કરશે. આ બસમાં મુસાફરી કરવા માટે લોકોએ તેમની ટિકિટ અગાઉથી બુક કરાવવી પડશે, જે ઓનલાઈન રિઝર્વેશન હેઠળ થઈ શકશે. રિપોર્ટ્સ અનુસાર તેનું ઓનલાઈન બુકિંગ 2 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે.