એક જ વાર અપનાવો આ ટોટકા, દરિદ્રતા કાયમ માટે થઇ જશે દૂર અને મળશે માનસિક શાંતિ પણ

દરેક વ્યક્તિના જીવનમાં દિવસ-રાતની દોડધામ અને ચિંતા આર્થિક સ્થિતિ માટે હોય છે. આપણી વચ્ચે અનેક એવા લોકો હોય છે જે અથાગ મહેનત કરે છે કે તેઓ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે અને સદ્ધર જીવન જીવે. પરંતુ આમ કરવા છતાં તેમની સ્થિતિમાં ખાસ ફેરફાર થઈ શકતો નથી. તેનાથી વિપરીત એવા લોકો પણ આપણે જોયા હોય છે આપણી જ આસપાસ કે જેને જોઈ અને લાગે કે જાણે આ વ્યક્તિ પર જ લક્ષ્મીજીના ચાર હાથ છે.

image source

ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા જેના પર થઈ જાય તેનો બેડોપાર થઈ જાય છે. આ વાત સાથે એ વાત પણ સત્ય છે કે આપણા શાસ્ત્રોમાં એવા પણ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને કરવાથી પણ આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે અને દરિદ્રતા દૂર થાય છે.

image source

કહેવાય છે ને કે વ્યક્તિને જીવનમાં એવું જ પરિણામ મળે છે જેવા તેણે કર્મ કર્યા હોય. તો આજે આપણે શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા કર્મો વિશે જાણીએ. આ કર્મો કરવાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા, દરિદ્રતા દૂર થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા આ ઉપાયો કરવાથી પૂર્ણ થઈ શકે છે. ખાસ વાત એ પણ છે કે આ ઉપાયો કરવા એકદમ સરળ છે. તેના માટે તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં. તો ચાલો ફટાફટ જાણી લો દરિદ્રતા દૂર કરતાં ચમત્કારી ટોટકાઓ વિશે.

image source

– સૌથી પહેલો ઉપાય તુરંત લાભ કરનાર માનવામાં આવે છે. તેના માટે તમારે ફક્ત માટીની જરૂર પડશે. આ માટી એવી જગ્યાની હોવી જોઈએ જ્યાં મોર આવતાં હોય. મોરના પગલાં પડ્યા હોય તેવી જગ્યાની માટી લઈ અને તેને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દેવું.

– અન્ય એક નિયમ કાને કોડીની જેમ બાંધી લો કે દરરોજ ઘરમાં બનતી પહેલી રોટલી ગાય માટે જ બનાવવી અને તમે ભોજન ગ્રહણ કરો તે પહેલા આ રોટલીને ગાયને ખવડાવી દેવી. તેમાં પણ હાથથી જ ગાયને રોટલી ખવડાવો. નીચે જમીન પર રાખીને નહીં.

image source

– યથાશક્તિ એટલે કે દાન કરવાની જેટલી ક્ષમતા હોય તે અનુસાર જરૂરીયાત મંદ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરવું. આ દાન કોઈ અનાજ, વસ્ત્ર કે મીઠાઈનું પણ હોય શકે છે. તમારી આવકમાંથી થોડી રકમમાંથી આ રીતે દર મહિને દાન કરવું. જો કે દાન પણ યોગ્ય પાત્રને કરવું જરૂરી છે.

– ઘરમાં લક્ષ્મી માતાની પૂજા તો દરરોજ થતી જ હોય છે પરંતુ જ્યારે ઈચ્છા હોય તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની તો પછી શુક્રવારે સવારે લક્ષ્મીજીની પૂજા ખાસ રીતે કરવી. તેના માટે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની સાથે સ્થાપના કરવી અને તેમને શંખમાં પહેલા દૂધ ભરીને અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમની પૂજા કરવી અને છેલ્લે ખીરનો ભોગ ધરાવવો. આ રીતે દર શુક્રવારે પૂજા કરવાથી લાભ થાય છે.

image source

– શુક્રવારે અન્ય એક ઉપાય પણ કરી શકાય છે. 11 સોપારીને લઈ તેને શુક્રવારે પીળા વસ્ત્રમાં બાંધી અને રસોડામાં પૂર્વ દિશામાં કોઈની નજર ન પડે તેમ બાંધીને રાખી દેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત