પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને વોશિંગ મશીન ફેરવો, કામની છે આ 7 TIPS

આજકાલ લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીન જોવા મળી રહ્યા છે. વોશિંગ મશીન તમારું કામ સર કરી દે છે તો તમારે પણ કેટલીક નાની વાતોનું ધ્યાન રાખીને તેની કેર કરવી જરૂરી બને છે. આજે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જે તમારી મદદ કરશે. તેની મદદથી તમારું મશીન લાંબા સમય સુધી સારું રહેશે અને તમારો સમય બચશે.

જેટલી કેપેસીટી હોય તેટલા કપડાં જ ભરો

image source

અલગ અલગ મોડલ્સની ડિફરન્ટ લોડિંગ કેપેસીટી હોય છે. માટે તેના ઉપયોગ પહેલાં મેન્યુઅલ ધ્યાનથી વાંચો અને એટલા કપડાં નાંખો, જેટલી કેપેસીટી હોય. કોઇપણ કંડીશનમાં મશીનને ઓવરલોડ ન કરો. તેનાથી મશીન ડેમેજ થઇ શકે છે.

ડિર્ટજન્ટ ટાઇપ અને ક્વોલિટી ચેક કરો

image source

સારી ક્વોલિટીનો પાવડર કપડાં અને મશીન બંને માટે જરૂરી છે. હંમેશા મેન્યુફેક્ચરર દ્વારા જણાવેલા સોફ્ટનર, બ્લીચ અને ડિર્ટજન્ટ વાપરો. યોગ્ય પ્રમાણમાં ડિર્ટજન્ટ યૂઝ કરો. વધારે સાબુથી પાણી પણ વધારે વપરાય છે અને સાથે ઓછી ક્વોન્ટીટીથી કપડાં સારી રીતે ધોવાતા નથી. આ માટે ડિર્ટજન્ટની ક્વોલિટીનું ધ્યાન રાખવું જોઇએ.

મશીનના સેટિંગ્સને સમજો

image source

મશીન યૂઝ કરતાં પહેલાં તમારે તેની સેટિંગ્સ, (હોટ, કોલ્ડ અને નોર્મલ) સમજવા જરૂરી છે. યોગ્ય સેટિંગ્સ રાખવાથી ઓછા સમયમાં સારું રીઝલ્ટ મળે છે અને સાથે મશીન પર સ્ટ્રેસ પણ ઓછો રહે છે. વધારે ગંદા કપડાં માટે હોટ સાયકલ અને ઓછા ગંદા કપડાં માટે કોલ્ડ સાયકલ પ્રીફર કરો.

ફ્લોર લેવલ કરો ચેક

image source

અનેક વાર મશીન વપરાય છે ત્યારે અવાજ આવે છે. તે સમતલ જમીન પર ન હોવાના કારણે આવું થાય છે. તેને ચલાવવામાં આવે ત્યારે વાઇબ્રેશન પણ આવે છે, પાણી છલકાઇને બહાર આવે છે. મશીનનું ફ્લોર લેવલ સામાન્ય રહેવું જોઇએ, જેથી કોઇ ડેમેજ ન થાય.

ખાલી મશીન ફેરવો

અન્ય એપ્લાયન્સની જેમ વોશિંગ મશીનની સફાઇ પણ જરૂરી હોય છે. મશીનમાં પાણી નાંખીને બ્લીચ કે બેકિંગ સોડા નાંખીને ફેરવો. તે ક્લીનીંગ પ્રોસેસ માટે માર્કેટમાં ખાસ પાઉડર પણ મળે છે. ધ્યાન રાખો કે મશીનમાં આ સમયે કપડાં ન નાંખો. આ રીતે ટબમાં ચોંટેલી ગંદગી સાફ થશે. મહિને એક વાર આ રીતે મશીન સાફ કરો.

અંદરનો ભાગ સાફ કરો

image source

રેગ્યુલર યૂઝથી મશીનના પાઇપ, ડિર્ટજન્ટ કેસ અને વોટર પાઇપમાં પણ ગંદગી જમા થાય છે. સમયાંતરે તેને સાફ કરતા રહો.

ચોક્કસ સમયે કરાવો રિપેરિંગ

image source

જો મશીનમાં ખરાબી આવે તો તેને ઓથોરાઇઝ ટેકનિશિયનથી સમયસર રીપેર કરાવો. જો રિપેરિંગમાં વાર થાય તો મશીન સંપૂર્ણ રીતે ખરાબ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત