રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એક વર્ષ માટે ટાળ્યા એમના લગ્ન, બીઝી શિડયુલના કારણે કર્યો નિર્ણય
હાલના દિવસોમાં દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડમાં પણ તેને લઈને ભારે ધૂમ મચેલી છે. રાજકુમાર રાવ જેવા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી થઈ રહી છે. દરમિયાન, ચાહકો પણ તેમના પ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કપલના લગ્ન વિશે અગાઉના અહેવાલો અનુસાર, બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. જો કે હવે મીડિયા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કપલે એમના લગ્ન લગભગ એક વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી ટાળી દીધા છે.
રણબીર અને આલિયાના આ નિર્ણય પાછળ એક મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, રણબીર અને આલિયા બંને આ વર્ષે સતત પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેવાના છે. આવી સ્થિતિમાં બંનેએ પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ નિર્ણય લીધો છે.
આ સાથે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રણબીર અને આલિયા દેશની બહાર ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે. આ સિવાય આ કપલ લગ્ન પહેલા અને પછી પણ સાથે લાંબી રજાઓ ગાળવા માંગે છે. આવી સ્થિતિમાં, જરૂરી તૈયારીઓ અને આયોજનને કારણે, બંનેએ તેમના લગ્ન હાલ પૂરતા મુલતવી રાખ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ફિલ્મમેકર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ સિવાય રણબીર એક્ટર સંદીપ રેડ્ડી વેંગાની આગામી ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે. સાથે જ એ લવ રંજનની એક ફિલ્મમાં પણ દેખાશે
બીજી તરફ, વર્ક ફ્રન્ટ પર, આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેમજ એસએસ રાજામૌલીની આરઆરઆરમાં જોવા મળશે. તે ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આટલું જ નહીં, બંનેનું એકબીજાના પરિવાર સાથે ખૂબ જ સારું બોન્ડ છે. રણબીરની માતા નીતુ કપૂર અને તેની બહેન રિદ્ધિમા કપૂર સાહની આલિયાને ખૂબ પસંદ કરે છે. તો રણબીર ઘણીવાર આલિયાની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે મસ્તી કરતો જોવા મળે છે.