‘વિવાહ’ મુવીની ‘છોટી’ હવે થઇ ગઇ છે બોલ્ડ, શું તમે જોઇ તેની આ લેટેસ્ટ તસવીરો?

શાહિદની ફિલ્મમાં બનેલી ‘છોટી’, પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે

image source

બોલિવૂડની ફિલ્મોમાં ઘણા બધા બાળ કલાકારો જોવા મળતા રહે છે. આ બધામાં કેટલાકે પોતાની કારકિર્દી આગળ સ્થાપિત કરી, તો કેટલાક તેના પછી ક્યાંય જોવા જ નથી મળ્યા. આજે આપણે એવા જ એક ચાઇલ્ડ આર્ટિસ્ટની વાત કરીશું, જે હવે મોટા થયા ત્યારે તે પોતાના દેખાવને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અમે વાત કરી રહ્યા છીએ અમૃતા પ્રકાશ વિશે, જે શાહિદ કપૂરની ફિલ્મ વિવાહમાં જોવા મળી હતી.

સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’માં છોટીની ભૂમિકામાં નજર આવી ચૂકેલી અભિનેત્રી અમૃતા પ્રકાશ બાળપણમાં જ પોતાને સ્થાપિત કરી ચુકી હતી. જોકે, આ અમૃતા પ્રકાશની પહેલી ફિલ્મ ન હતી.

image source

અમૃતા પ્રકાશે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત માત્ર 4 વર્ષની ઉંમરે કરી હતી. કેરળની એક સ્થાનિક બ્રાન્ડની જાહેરાતમાં અભિનય કરીને અમૃતા પ્રકાશે અભિનયની શરૂઆત કરી હતી.

અમૃતાના ફિલ્મી બ્રેક વિશે વાત કરવામાં આવે તો એમને હીટ ફિલ્મ ‘તુમ બિન’ના મીલીના પાત્રથી બ્રેક મળ્યો હતો. ફિલ્મમાં મીલીની ભૂમિકા નિભાવનાર અમૃતા પ્રકાશે ફિલ્મ હિટ થયા પછી રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી.

image source

અમૃતા પ્રકાશે ‘તુમ બિન’ અને ‘વિવાહ’ ફિલ્મોમાં ‘કોઈ મેરે દિલ મેં હૈ’, ‘એક વિવાહ એસા ભી’, ‘વી ઔર ફેમિલી’, ‘ના જાને કબસે’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો સિવાય અમૃતાને મલયાલમ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

અમૃતાએ ‘ફોક્સ કિડ્સ’ શો પર આધારિત અનેક શોમાં એન્કર તરીકે પણ કામ કર્યું છે. આ શો સિવાય અમૃતાએ ડઝનેક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

image source

અમૃતા પ્રકાશનો જન્મ 11 મેના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. ફિલ્મોમાં અવસર મળવાના કારણે તે નાની ઉંમરે જ મુંબઇ આવી ગઈ હતી. આ પછી, તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ. કર્યું હતું.

Source – Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત