શું વાત છે ! હવે Amazon સેલર્સ આ ભારતીય ભાષાઓમાં પણ કરી શકશે બિઝનેસ

ફેસ્ટિવ સિઝન પહેલા દિગ્ગજ ઇ કોમર્સ વેબસાઈટ અને કંપની અમેઝોનએ પોતાના સેલર્સને એક ભેટ આપી છે. કંપનીએ ગત રવિવારે જણાવ્યું હતું કે અમેઝોન ડોટ ઇન માર્કેટ પ્લેસ પર સેલર્સ હવે મલયાલમ, તેલુગુ અને બંગાળી એવી ત્રણ ભાષાઓમાં રજિસ્ટ્રેશન અને પોતાનો ઓનલાઇન બિઝનેસ કરી શકશે.

image source

અમેઝોન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પગલું આગામી ફેસટિવ સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. જેના કારણે હાલના સેલર્સ, અનેક સંભાવીત અને નવા સેલર્સને પોતાનો કારોબાર વિસ્તરણ કરવા માટે વિભિન્ન સ્તરોના બજારનો લાભ મળશે. સાથે જ તેઓ પોતાની પસંદગીની ભાષામાં કામ કરી શકશે.

image source

8 ભાષાઓમાં ઓનલાઇન બિઝનેસને મેનેજ કરવાના વિકલ્પ સાથે આ ઓફર સાથે અમેઝોન ડોટ ઇન હવે સેલર્સ ને બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી મલયાલમ, તેલુગુ, તમિલ અને અંગ્રેજી સહિત કુલ 8 ભાષાઓમાં તેનો ઓનલાઇન બિઝનેસ મેનેજ કરવાનો વિકલ્પ પૂરો પાડશે.

અમેઝોન પર કામ કરી રહ્યા છે 8.5 લાખ સેલર્સ

image source

કંપનીએ જણાવ્યું હતું કે કોઈપણ ક્ષેત્રની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને સેલર્સને પ્રથમ વખત અમેઝોન સેલર્સ રૂપે રજિસ્ટ્રેશન કરવા સાથે સાથે ઓર્ડર મેનેજ કરવા સુધીનું બધું કામકાજ કરી શકશે. અમેઝોન ડોટ ઇન પર હાલમાં અંદાજે 8.5 લાખ સેલર્સ કામ કરી રહ્યા છે.

ભારતમાં વિકાસ પામ્યો છે ઓનલાઇન બિઝનેસ

image soucre

અત્રે એ પણ ખાસ ઉલ્લેખનીય છે કે અમુક વર્ષો પહેલા જ્યારે આપણને ઘરમાં કોઈ ચીજ વસ્તુની જરૂર પડતી તો તેને આપણે બજારમાં જઈને દુકાન કે સ્ટોલ પરથી ખરીદી લાવતા હતા. પરંતુ જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ આ વ્યવસ્થામાં પણ ફેરફાર આવતો ગયો. આજના સમયમાં મોટાભાગની ઘરવખરી અને ખાદ્યસામગ્રી ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકાય છે. અને તેનું ચલણ દિવસેને દિવસે વધુ ને વધુ લોકપ્રિય થઇ રહ્યું છે. લોકોને હવે સોય દોરો ખરીદવો હોય કે રેફ્રિજરેટર ખરીદવું હોય તે પહેલા ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જઈને તેના વિશેની માહિતી મેળવી લે છે. અને ત્યારબાદ જ નજીકના સ્ટોલ કે ડિલર પાસે જઈને ભાવ અને વસ્તુ વિશે જાણે છે. ખાસ કરીને ભારતમાં કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક નવા લોકો જેઓ પહેલા ઓનલાઇન ચીજ વસ્તુઓ ખરીદતા ન હતા તેઓ પણ અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી અનેક ઇ કોમર્સ સાઇટ પર ઓર્ડર આપીને ખરીદી કરવા તરફ વળ્યા છે. અને આવા લોકોની સંખ્યા પણ ખાસ્સી એવી વધી રહી છે.