દર મહિને 3 લાખ રૂપિયા કમાવવા માટે શરૂ કરો આ બિઝનેસ, જાણો કઈ રીતે મોદી સરકાર પણ કરશે મદદ

How to start a business : આજના આ આર્ટિકલમાં અમે આપને એક ખાસ બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું. આ બિઝનેસને તમે ફક્ત 30,000 થી પણ ઓછી રકમમાં શરૂ કરી શકો છો અને દર મહિને 3 લાખ રૂપિયા જેટલી કમાણી કરી શકો છો અને તેમાં સરકાર પણ તમને સહાય આપી રહી છે.

image source

જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો અમે આપને એક ખાસ બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેને તમે ફક્ત 30,000 થી પણ ઓછી રકમમાં શરૂ કરી શકો છો અને દર મહિને 3 લાખ રૂપિયા જેટલી કમાણી કરી શકો છો અને તેમાં સરકાર પણ તમને 50 ટકા સુધી સબસીડી આપી રહી છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં Pearl farming એટલે કે મોતીની ખેતી પર લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. ઘણા ખરા સફળ બિઝનેસ ધારકો આ બિઝનેસમાં ઝંપલાવીને લાખોપતિ પણ બની ચુક્યા છે. ત્યારે ચાલો જાણીએ કે આ બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય અને તેમાં સરકાર કઈ રીતે સહાય આપે છે.

મોતીની ખેતી કરવા માટે કઈ કઈ ચીજોની પડે છે જરૂર ?

image source

મોતીની ખેતી કરવા માટે એક તળાવ, સીપ (જેના દ્વારા મોતી તૈયાર થાય છે તે), અને ટ્રેનિંગ. આ ત્રણ ચીજોની જરૂર પડે છે. તળાવ જો તમે ઇચ્છો તો પોતાનું ખોદાવી શકો છો અને એમ ન કરવું હોય તો સરકાર તે માટે 50 ટકા સબસીડી આપે છે તેનો લાભ ઉઠાવી શકો છો. સીપ ભારતના અનેક રાજ્યોમાં વેંચાતા મળે છે. દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ગુણવત્તા સારી હોય છે. આ બિઝનેસની ટ્રેનિંગ માટે પણ દેશમાં અનેક સંસ્થાનો છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈમાં પણ મોતીની ખેતી કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.

કઈ રીતે કરવાની હોય છે મોતીની ખેતી ?

image source

સૌથી પહેલા સીપને એક જાળમાં બાંધીને 10 થી 15 દિવસ માટે તળાવમાં મૂકી દેવાની રહે છે જેથી તે પોતાને માફક આવે તેવું વાતાવરણ એડજસ્ટ કરી શકે. ત્યારબાદ તેને બહાર કાઢીને તેની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે કે સીપની અંદર એક પાર્ટીકલ કે ખાંચ નાખવામાં આવે છે અને આ ખાંચ પર કોટિંગ બાદ સીપ લેયર બનાવે છે જે આગળ જતા મોતી બને છે.

25,000 રૂપિયાના રોકાણથી કરી શકાય છે શરૂઆત

image source

એક સિપને તૈયાર થતા અંદાજે 25 થી 35 રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે તૈયાર થયા બાદ એક સીપમાંથી બે મોતી નીકળે છે અને એક મોતીની ઓછામાં ઓછી કિંમત 120 રૂપિયા જેટલી મળી શકે છે. જો ગુણવત્તા સારી હોય તો તેની કિંમત 200 રૂપિયા કે એથી પણ વધુ મળી શકે. જો તમે એક એકર તળાવમાં 25,000 સીપ નાખો તો તેના માટે અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. દાખલા તરીકે તૈયાર થવામાં અમુક સીપ ખરાબ થઈ જાય તો પણ 50 ટકા થી વધુ સીપ સુરક્ષિત નીકળે છે જેનાથી 30 લાખ રૂપિયા વાર્ષિક કમાણી થઈ શકે.