અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાને લઇને કરી જોરદાર આગાહી, ખેડૂતોની વધશે ચિંતા

હાલમાં ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. લોકોને ઘરની બહાર નિકળવામાં ખાસી તકલીફ પડી રહી છે. તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને નવા વર્ષની શરૂઆત ઠંડી અને કમોસમી વરસાદથી થશે. 2 અને 3 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

તો બીજી તરફ 11 ,12 અને 13 જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તો 14 જાન્યુઆરી ઠંડીનું જોર વધશે અને 17 થી 20 જાન્યુઆરીના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે. નોંધનિય છે ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો તો હવે આ શિયાળામાં કમોસમી વરસાદ થશો તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.

લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ

image source

આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પણ આગામી 3 થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ છે. હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી શકે છે.

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હિમવર્ષા

image source

તમને જણાવી દઈએ કે હાલમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતમાં પણ થશે. જેના કારણે 24 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડશે. કમોસમી વરસાદ અને હિમ પડવાના કારણે જીરું, ચણા, દિવેલા, તેમજ કપાસના પાકને નુકસાન થઈ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારતમાં વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન થશે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે. બે સિસ્ટમ સક્રિય છે.

2 અને 3 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે

image source

તો બીજી તરફ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી એક સ્ટ્રાફ મહારાષ્ટ્રના દરિયા કિનારાથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ જઈ રહ્યો છે અને સાકલોનીક સર્ક્યુલેશન રાજસ્થાન પર સક્રિય થયું છે. આ બંને સિસ્ટમની ગુજરાત ઉપર અસર થશે. જેના કારણે 2 અને 3 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થશે : અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું છે.વાતાવરણ માં આવતા બદલાવના કારણે શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થશે.

3 થી 5 જાન્યુઆરી દરમિયાન વરસાદની આગાહી

image source

આઇએમડીએ તેના દૈનિક બુલેટિનમાં કહ્યું, 3 થી 5 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડું અથવા વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીથી નીચલા સ્તરના ઈસ્ટરની અસરને લીધે ભારે વરસાદ કરશે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે 3 જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલય પ્રદેશ અને તેની આસપાસના મેદાનોને અસર કરે છે. હવામાન વિભાગના પ્રાદેશિક આગાહી કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોલ્ડ વેવ ચાલુ છે. શહેરના હવામાનની જાણ કરનારા સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં લઘુતમ લઘુતમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું.શ્રીવાસ્તવે કહ્યું કે ‘ઠંડીની સ્થિતિ’ યથાવત્ રહેવાની સંભાવના છે કારણ કે મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત