કોરોનાની સારવારને લઈને આવ્યા મોટા સમાચાર, આયુષ મંત્રાલય આ કિડીની ચટણી અંગે કરશે સંશોધન

ભારતમાં કોરોનાવાયરસના વધતા જતા ખતરા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારે આજે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. તો બીજી તરફ ટૂંક સમયમાં, રેડ કીડીની ચટણીનો ઉપયોગ કોરોનાને હરાવવા માટે થઈ શકે છે. તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.

image source

વાસ્તવમાં ઓડિશા અને છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં ખાવામાં આવતી લાલ કિડીઓની ચટણીથી કોરોનાની સારવાર થઈ શકે છે. આયુષ મંત્રાલય આ ચટણીના ઉપયોગને કોરોના વાયરસની સારવાર માટે મંજૂરી આપી શકે છે. ગત ગુરુવારે ઉડીસા હાઇકોર્ટે આયુષ મંત્રાલયને આ બાબત પણ નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

ઉડીસા હાઈકોર્ટે કર્યો આ આદેશ

image source

તમને જણાવી દઈએ કે અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના એક રિપોર્ટ મુજબ, ઉડીસા હાઇકોર્ટે આયુષ મંત્રાલય અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના મહાનિદેશકોને ઝડપથી નિર્ણય લેવા માટે કહ્યું છે.

image source

કોર્ટે કોવિડ-19ની સારવારમાં લાલ કીડીઓની ચટણીના ઉપયોગના પ્રસ્તાવ પર નિર્ણય ત્રણ મહિનામાં માંગ્યો છે. ખાસ વાત એ છે કે દેશના અનેક રાજ્યોમાં જનજાતિઓ લાલ કીડીઓનો ઉપયોગ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક અને બીજી બીમારીઓની સારવારમાં કરે છે. આ ચટણીમાં ખાસ કરીને લાલ ચટણીઓ અને લીલું મરચું હોય છે. ઉડીસા હાઈકોર્ટે આ આદેશ એક જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન કર્યો છે.

બારીપાડાના એન્જિનિયર દાખલ કરી હતી અરજી

chinti.jpg
image source

નોંધનિય છે કે આ અરજીમાં લાલ ચટણીના પ્રભાવને લઈને અનેક કાર્યવાહી ન કરવા પ્રા કોર્ટને દખલ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી બારીપાડાના એન્જિનિયર નયાધાર પાઢિયાલે દાખલ કરી હતી. તેના પહેલા પાઢિયાલે જૂન મહિનામાં વાયરસની લડવા માટે ચટણીના ઉપયોગની વાત કહી હતી. ત્યારબાદ તેઓએ તેના સંબંધમાં અરજી દાખલ કરી હતી.નયાધાર પાઢિયાલ અનુસાર, ચટણીમાં ફોર્મિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B12, ઝિંક અને આયરન હોય છે. આ તમામ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. તેઓએ કહ્યું હતું કે ઉડીસા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં લાલ ચટણી ખાવામાં આવે છે અને અનેક બીમારીઓનો ઈલાજ કરે છે.

અનેક બિમારીમાં લાલ ચટણીનો થાય છે ઉપયોગ

kkj.jpg
image source

તમને જણાવી દઈએ કે ઓરિસ્સા હાઈકોર્ટે આયુષ મંત્રાલયને કીડીઓની ચટણીથી કોરોના સારવાર શક્ય છે કે કેમ તે શોધવા માટે આદેશ આપ્યો છે. વિશેષ બાબત એ છે કે દેશના ઘણા રાજ્યોમાં આદિવાસી લોકો તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને અન્ય રોગોની સારવાર માટે લાલ કીડીની ચટણીનો ઉપયોગ કરે છે. પાઢિયાલ અનુસાર, જનજાતિય વિસ્તારોમાં કોરોનાની ઓછી અસરનું આ પણ એક કારણ હોઈ શકે છે. જો આ ચટણીને કોરોનાની સારવાર માટે મંજૂરી મળશે તો ભારત માટે આ એક મોટુ પગલુ ગણાશે. નોંધનિય છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકોહાલમાં કોરોના વેક્સિન પર કામ કરી રહ્યા છે. એવામાં ભારતમાં જો આયુર્વેદના આધારે કોરોનાનો ઈલાજ શક્ય બનશે તો દેશ માટે ખુશીની વાત ગણાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત