કોઈને માનવામાં નહીં આવે એવુ કારનામું થઈ ગયું, IPL ઓક્સનમાં મોટી ગરબડ, ખેલાડી ખરીદવામાં ચૂક

IPL 2022ના મેગા ઓક્શનમાં એક મોટી ભૂલ સામે આવી છે. આ હરાજીમાં દિલ્હી કેપિટલ્સે હરાજી કરનાર ચારુ શર્માની મોટી ભૂલને કારણે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદેલો ખેલાડી મળ્યો હતો. ચારુ શર્માએ ભારતીય બોલર ખલીલ અહેમદ માટે બોલી લગાવતી વખતે મોટી ભૂલ કરી કે કઈ ટીમે સૌથી વધુ બોલી લગાવી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ?

ભારતના ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ખરીદવા માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે રેસ ચાલી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ખલીલ પર 5.25 કરોડની બોલી લગાવી હતી. આ પછી ચારુએ દિલ્હીને પૂછ્યું કે શું તે 5.50 કરોડની બોલી લગાવવા માંગે છે. દિલ્હીના કિરણ કુમાર ગાંધીએ પહેલા બોલી લગાવવા માટે પેડલ ઉપાડ્યું, પરંતુ ઝડપથી તેને નીચે કરી દીધું.

દિલ્હીને મુંબઈએ ખરીદ્યો હતો

અહીં ચારુ ભૂલી ગયો કે મુંબઈએ ખલીલ પર કેટલી બોલી લગાવી હતી. અહીંથી તેણે કહેવાનું શરૂ કર્યું કે દિલ્હીએ ખલીલ પર 5.25 કરોડની બોલી લગાવી છે. હવે તેણે મુંબઈને પૂછ્યું કે શું તે ખલીલ પર 5.50 કરોડની બોલી લગાવવા માંગે છે. મુંબઈએ આમ કરવાનો ઈન્કાર કર્યો અને ખલીલ અહેમદ 5.25 કરોડમાં દિલ્હીની ટીમ સાથે જોડાયો, જ્યારે મુંબઈએ તેને આ કિંમતે ખરીદવાની બોલી લગાવી હતી.