આ ઝરણાનું પાણી સ્વિમિંગ પુલમાં પડતાં જ થઈ જાય છે ગરમ, હજારો વર્ષોથી નથી ઉકેલી શકાયું અજબ રહસ્ય

વિશ્વભરમાં એવા ઘણા રહસ્યમય સ્થળો છે જે દરેકને આશ્ચર્યચકિત કરે દે છે. ભારતમાં પણ આવી ઘણી જગ્યાઓ છે જેના રહસ્યો આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એ જ રીતે તુર્કીની પામુક્કાલે ટેકરીઓમાં પણ આવુ જ એક વિચિત્ર રહસ્ય છુપાયેલું છે જેના પાછળનુ કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી. આ ટેકરીઓ પર કુદરતી રીતે ઘણા સ્વિમિંગ પુલ બનેલા જોવા મળે છે. આ જગ્યાની સૌથી મહત્વની વાત એ છે કે આ સ્વિમિંગ પુલ લોકોને તેમની સુંદરતા તેમજ તેમના રહસ્યોથી આશ્ચર્યચકિત કરે દે છે. અહી ઝરણાનું પાણી આવે છે અને જાતે જ ગરમ પણ થઈ જાય છે.

image source

સંશોધનકારકો માટે પણ આ એક બહુ મોટું રહસ્ય છે જે આજ સુધી ઉકેલી શકાયુ નથી. આજ સુધી જાણકારોએ આ માટે અનેક રિસર્ચ કર્યુ પણ તેનો કોઇ રસ્તો જાણવા મળ્યુ નથી. અહીં આવ્યા પછી પહાડી પર કુદરતી રીતે સ્વિમિંગ પુલ બનેલા તે વાત અલગ છે કારણ કે આવી રચનાઓ જોવા મળતી હોય છે પણ આ પાણી કઈ રીતે ગરમ થઈ જાય છે તે વિશે કઈ જાણી શકાયુ નથી. મળતી માહિતી મુજબ ગરમ પાણીના તળાવ જેવા ઝરણા હજારો વર્ષોથી અહીં રહસ્ય છે.

image source

તમે જાણીને દંગ રહી જશો કે અહીં પાણીનું તાપમાન 37 ડિગ્રીથી 100 ડિગ્રી વચ્ચે રહે છે. અહીં આવતા પ્રવાસીઓ ધોધના આ પાણીમાં સ્નાન કરીને જ પાછા જાય છે. એવું માનવામાં આવે છે કે આ પાણીથી સ્નાન કર્યા બાદ ઘણા રોગો મટે છે.

image source

આ રોગોમાં ઘણા ચામડીના રોગોનો સમાવેશ થાય છે. આને બાબતને કારણે દર વર્ષે વિશ્વભરના લાખો પ્રવાસીઓ અહીં પહોંચે છે અને તેના ગરમ પાણીથી સ્નાન કરે છે.

image source

અહીં બીજી એક બાબત પણ અનોખી છે કે ઝરણા દ્વારા લાવવામાં આવેલા ગરમ પાણી જે તળાવોમા પડે છે તે પણ આપ મેળે જ બનેલા છે. જો કે કેટલાક લોકોનુ એમ પણ કહેવુ છે કે તે બનાવવામાં આવ્યા છે. હવે આ બધી વાતો પણ એક રહસ્ય છે. જાણકારોએ આ ઝરણાના પાણી વિશે ઘણી વખત સંશોધન કર્યું છે. જો કે ગરમ પાણીનું રહસ્ય હજુ શોધવાનુ બાકી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાણીમાં રહેલા ખનીજોના બાહ્ય સંપર્કને કારણે તે કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. તે હજારો વર્ષોથી આ ઝરણાઓના કિનારે એકઠું થઈ રહ્યું છે. જેના કારણે ઝરણાઓએ તળાવનું સ્વરૂપ ધારણ કર્યું છે.