ગરબા અંગેના નીતિ નિયમોનો ભંગ કરી આણંદમાં પાર્ટી પ્લોટમાં યોજાયા ગરબા, કિંજલ દવેના તાલે મન મુકીને નાચ્યાં લોકો

આ વર્ષે ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન સાથે નવરાત્રિ ઉજવવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. આ ગાઈડલાઇન્સ પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા માં 400 લોકોને એકઠા થવાની છૂટ આપવામા આવી છે. પણ આ સાથે જ સરકારે એ પણ જાહેરાત કરી છે કે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય. એવામાં આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલ કોરોના ગાઈડલાઇન્સને અવગણીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

image socure

તમને જણાવી દઈએ કે ગુજરાતના આણંદ શહેરના એક પાર્ટી પ્લોટમાં ગરબા યોજાયા હતા. પણ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની આ વર્ષે છૂટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

image socure

પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ ગરબામાં ગૃહ રાજ્યમંત્રીના આદેશના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ આ પાર્ટી પ્લોટમાં પોલીસની પણ હાજરી હતી અને લોકો એમની હાજરીમાં ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. એટલું ઓછું હોય એમ ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે ગાઈડલાઇન્સનો ભંગ કરતા આ ગરબા આયોજનમાં લોકો ગુજરાતી સિંગર કિંજલ દવેના તાલે જુમ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે આજે કેબિનેટની બેઠક ગાંધીનગરમાં મળી હતી, જેમાં આ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

image socure

આ અંગે ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની આપી લડત હજુ પૂરી થઈ નથી, એટલે નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ સૌ કોઇની શ્રધ્ધા સાથે જોડાયેલો તહેવાર છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી.
મુખ્યમંત્રીએ આ અંગે તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે, એ અનુસાર સોસાયટીના લોકો સાથે 400 લોકો ગરબા રમી શકે તેવી છૂટ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. પણ હાલની સ્થિતિ જોતા કોમર્શિયલ ગરબા આયોજન કરવું જરાય હિતાવહ નહિ એટલે કોમર્શિયલ ગરબા નહિ થઈ શકે. નવરાત્રિ માટે કરફ્યૂની છૂટ રાત્રે 12 વાગ્યા સુધી અપાઈ છે

image socure

તેમણે આ અંગે વધુમા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહિ યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર પણ ગરબાનું આયોજન નહિ થાય. આ ઉપરાંત નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહિ. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહિ માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો એવું પણ તેમને કહ્યું હતું.