Renault India એ લોન્ચ કર્યું તેની લોકપ્રિય કાર Renault Kwid નું અપડેટેડ વર્ઝન

કોરોના મહામારી જ્યારે શરૂ થઈ હતી ત્યારે તેના કારણે આખા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ભારતમાં આવેલ અને વૈશ્વિક સ્તરની કંપનીઓ સાથે જોડાયેલી ઓટોમોબાઇલ કંપનીઓને પણ નુકશાન વેઠવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન અનેક કંપનીઓએ તેના નવા નવા મોડલ આ લોન્ચિંગમાં અણધાર્યો ફેરફાર કરવાની જરૂર પડી હતી. જો કે હવે કોરોનાનો પ્રભાવ ઓછો થતા વિવિધ ઓટોમોબાઇલ કંપનીઓ તેના મોડલ લોન્ચ કરવા લાગી છે.

image source

Renault India એ પોતાની સૌથી વધુ વેંચાતી કાર Renault Kwid ની નવી રેન્જને લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાના 10 વર્ષ પુરા થવા પર પોતાની આ કારનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ તેના આ મોડલમાં અનેક ફીચર્સ આપ્યા છે જ્યારે તેની કિંમત વ્યાજબી અને આકર્ષક કહી શકાય તેટલી રાખવામાં આવી છે.

image source

Renault Kwid ના સેફટી ફિચર્સને વધારતા કંપનીએ તેમાં હવે ડ્યુઅલ એરબેગ આપવામાં આવ્યા છે. આ એરબેગ ડ્રાઇવર સીટ અને ફ્રન્ટ કમ્પએનિયન સીટ માટે છે. એ સિવાય કંપનીએ તેમાં સ્પીડ એલર્ટ સિસ્ટમ પણ આપી છે.

image source

Renault Kwid ના આ અપડેટેડ વર્ઝનમાં કરવામાં આવેલ ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં પાર્કિંગ માટે રિયર સેન્સર અને રિયરવ્યુ કેમેરા, સીટબેલ્ટ રિમાઇન્ડર, ABS એટલે કે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ અને સાથે જ ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુહન સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે.

image source

Renault Kwid માં કંપનીએ ગ્રાહકો માટે મનોરંજનનું પણ ધ્યાન રાખ્યું છે. Renault Kwid માં 8.0 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. જ્યારે પાછળની સીટ પર આર્મ રેસ્ટ યાત્રીને આરામદાયક સવારી આપવામાં સહાયક છે.

Renault Kwid ના સૌથી ટોપ વર્ઝન Climber માં કંપનીએ ડ્યુઅલ ટોન કલર સ્કીમ આપી છે. આ વર્ઝન વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે અને તેની છતને બ્લેક ટોન આપીને ડ્યુઅલ કલ્સર સ્કીમ બનાવવામાં આવી છે.

image source

Renault Kwidઆ પહેલાની જેમ 800cc અને 1000 cc ના 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન વિકલ્પમાં મળે છે. મોટા એન્જીન વાળી ગાડીમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જ્યારે નાના એન્જીન વાળી Renault Kwid માં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે.

image source

Renault Kwid ના વેરીએન્ટની વાત કરીએ તો Renault Kwid ના કંપનીએ કુલ 11 વેરીએન્ટ લોન્ચ કર્યા છે. આ વેરીએન્ટમાં Renault Kwid RXE 0.8L ની કિંમત સૌથી ઓછી રાખવામાં આવી છે. Renault Kwid RXE 0.8L ની કિંમત 4.06 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Renault Kwid ના ટોપ મોડલ એટલે કે Renault Kwid Climber (O) 1.0L AMT ની કિંમત કંપનીએ 5.51 લાખ રૂપિયા રાખી છે.