પાટણમાં વર્ષોથી રમાય છે દોરી ગરબા, કોરોના સમયમાં સારી રીતે જળવાય છે સામાજિક અંતર

બે વર્ષની જુદાઈ બાદ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રીમાં એટલી રાહત મળી છે કે તેઓ શેરી ગરબામાં ગરબે ઘુમી શકે છે. કોરોનાએ છેલ્લા 2 વર્ષથી લોકોને જાણે બાનમાં લઈ લીધા હતા. જો કે આ વખતે પણ લોકોને સામાજિક અંતરનું ધ્યાન તો રાખવું જ પડે છે.

image socure

સરકારે કોરોનાને લઈ જે સત્તાવાર જાહેરાત કરી છે તેમાં પણ જણાવ્યું છે કે 400 લોકો સાથે ગરબાની છૂટ આપવામાં આવી છે પરંતુ લોકોએ સામાજિક અંતરનું ધ્યાન રાખવું પડશે. આ વર્ષે અર્વાચીન ગરબાને મંજૂરી મળી નથી. પરંતુ તેમ છતાં લોકો કોરોના કાળમાં જે જરૂરી છે તે સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે પણ ગરબા રમી શકે છે. આપણા જૂનવાણી ગરબામાં એવા ગરબાના પ્રકાર છે જેમાં ખેલૈયાઓ ગરબાની મજા માણી શકે છે તેમની વચ્ચે અંતર પણ જળવાઈ રહે છે.

image socure

આ ગરબા રમવામાં આવે છે પાટણ શહેરમાં. જી હાં પાટણ કે જેના નામે ઘણા ગરબા પણ લખાયેલા છે ત્યાં આ પ્રકારે ગરબા રમવામાં આવે છે. પાટણના ગુર્જરવાડામાં વર્ષોથી રમવામાં આવે છે દોરી ગરબા. આ ગરબા રમતી વખતે સામાજિક અંતર જળવાયેલું જ રહે છે. જો કે આ ગરબા રમવા સરળ નથી તેના માટે ખૂબ કાળજી રાખવી પડે છે. એક પણ સ્ટેપ ખોટું લેવાય જાય તો ગુંચવણ થઈ જાય છે.

image socure

પાટણ સહિત અનેક જગ્યાએ દોરી ગરબા રમવામાં આવે છે. જેમાં દાંડીયા રમતી વખતે દોરી સાથે સ્તંભ પર ભાત પણ બનતી જાય છે. અગાઉ આ રીતે ગરબા ભજન મંડળીના તાલે રમાતા હતા પરંતુ હવે લોક ગાયકોના ગીતો પર આ ગરબા રમાય છે. જો કે પાટણમાં પારંપરીક રીતે દોરી ગરબા આજે પણ રમાય છે. એક પેઢીથી બીજી પેઢી સુધી આ ગરબા રમવાની રીત આગળ વધતી રહે તે માટે આ રીતે આજે પણ પાટણમાં એક દિવસ તો ગરબા રમાડવામાં આવે જ છે.

આ રીતે રમાય છે દોરી ગરબા

image socure

આ ગરબામાં આઠ, બાર કે સોળ દોરી રાખવામાં આવે છે, આ દોરીએ ગોળ સ્તંભ પર ઘડિયાળમાં 1થી 12 આંકડા હોય તેમ બાંધેલી હોય છે. જેમાં એક લોખંડનું કડુ હોય છે જેને દોરડા વડે મેદાનમાં ઉપર બાંધવામાં આવે છે. દરેક દોરીને એક એક વ્યક્તિ હાથે પકડે છે. ખેલૈયાઓના એક હાથમાં દોરી અને બીજામાં દાંડિયા હોય છે. આ રીતે તેઓ સ્ટેપ્સ લેતા જાય અને જ્યારે ગરબા પુરા થાય છે ત્યારે સરસ ભાત સ્તંભ પર જોવા મળે છે. આ ગરબા કોરોના કાળ માટે એક દમ પરફેક્ટ સાબિત થાય છે કારણ કે તેનાથી સામાજિક અંતર બરાબર રીતે જળવાય રહે છે.