કોરોના વયારસના નવા લક્ષણો આવ્યા સામે, માત્ર શરદી-તાવ જ નહીં પણ આ લક્ષણો પણ હોઈ શકે છે, જાણી લો તમે પણ

કોરોના વયારસના નવા લક્ષણો આવ્યા સામે – માત્ર શરદી-તાવ જ નહીં પણ આ લક્ષણો પણ હોઈ શકે છે

કોરોના વાયરસ જ્યારથી ફેલાયો છે ત્યારથી સમયાંતરે તેના નવા-નવા લક્ષણો સામે આવતા જાય છે. અને કોઈ પણ ચોક્કસ લક્ષણો નહીં હોવાથી ડોક્ટર્સ તેમજ સંશોધન કર્તાઓને પણ તેની સારવાર તેમજ તેની રસી કે દવા માટે મદદ નથી મળી શકતી. કોરોનાએ જ્યારે પહેલીવાર દેખા દીધી તે વખતે તેના લક્ષણમાં સુકી ઉધરસ અને લાંબા તાવના જ લક્ષણો જણાયા હતા પણ ધીમે ધીમે તેના લક્ષણોમાં ઉમેરો થતો ગયો છે.

image source

તાજેતરમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં કોરોનાના કેટલાક વિચિત્ર લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે સરકારમાં ચિંતા પણ ઉદ્ભવી રહી છે. સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રીએ પણ આવા લક્ષણોનો તાજેતરમાં ઘટસ્ફોટ કર્યો છે. અને મહત્ત્વની અને ચિંતાજનક બાબત એ છે કે કોલકાતામાંઆવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

કોલકાતામાં શનિવારના રોજ કોરોના સંક્રમિતોના 441 નવા કેસ નોંધાયા હતા. અને તે જ દિવસે 11 લોકોના મૃત્યુ કોરોનાના સંક્રમણથી થયા હતા. આમ અહીં મૃતકાંક 540 થઈ ગયો છે. અને અહીં સંક્રમિતોની સંખ્યા 13500 થઈ ગઈ છે. જો કે બીજી બાજુ હકારાત્મક વાત એ છે કે 24 કલાકમાં 652 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે.

image source

નવા લક્ષણોની વાત કરીએ તો આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓમાં કેટલાક અસામાન્ય લક્ષણો પણ જોવા મળી રહ્યા છે અને આવા દર્દીઓની સંખ્યામાંપણ વધારો થઈ રહ્યો છે. આ લક્ષણોમાં શરીરના સ્નાયુઓમાં પીડા, પેટમાં પીડા, તેમજ શરીર પર ફોલ્લી થવી, નાક બંધ થવું, સ્વાદ-ગંધની સેન્સ ઓછી થવી, અતિસાર થવો તેનો પણ સમાવેશ થાય છે. અને આવા ઘણા બધા દર્દીઓ સામે આવ્યા છે કે જેમાં આવા લક્ષણો જોવા મળ્યા હોય. કોલકાતામાં હાલ કોરોનાવાયરસ માટે રોજ દસ હજાર લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.

તમારી જાણકારી માટે તમને કોવિડ-19ના સામાન્ય, અસામાન્ય અને ગંભીર લક્ષણો વિષેની કેટલીક માહિતી આપી દઈએ.

image source

સૌથી સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે

  • – લાંબા સમય માટે તાવ આવવો
  • – સુકી ઉધરસ થવી
  • – થાક લાગવો
image source

ઓછા સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે

  • – શરીરમાં દુખાવો થવો
  • – ગળામાં ડ્રાઇનેસ લાગવી
  • – ઝાડા થવા (અતિસાર)
  • – કન્જક્ટીવાઇટીસ
  • – માથું દુઃખવું
  • – સ્વાદ અને સુગંધની શક્તિ ગુમાવવી અથવા ઓછી થવી
  • – ત્વચા પર રેશીસ આવવા કે પછી આંગળીઓ અને પગની આંગળીઓનો રંગ ઝાંખો થવો.
image source

ગંભીર લક્ષણો

  • – શ્વાસ લેવામાં મુશ્કેલી થવી – ટુંકા શ્વાસ
  • – છાતીમાં પીડા થવી કે પછી દબાણનો અનુભવ થવો
  • – બોલવામાં તકલીફ પડવી અથવા હલનચલનમાં તકલીફ પડવી.
image source

જો તમને ઉપર જણાવેલા ગંભીર લક્ષણોમાંના કોઈ લક્ષણ જણાય તો તમારે તરત જ તબિબિ સારવાર લેવી જોઈએ. જો કે જે લોકોને હળવા લક્ષણો જણાતા હોય અને તેઓ પોતાનું ઘરે જ ધ્યાન રાખી શકતા હોય તેમણે તો ઘરે જ રહીને સારવાર કરવી જોઈએ. તમને જણાવી દઈ કે વ્યક્તિ સંક્રમિત થયા બાદ તેના લક્ષણો દેખાતા સરેરાશ 5-6 દિવસ લાગે છે અને વધારેમાં વધારે 14 દિવસ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત