ભૂતકાળની ભવ્ય સવારી એમ્બેસેડર કારનું આ રૂપ જોઇને તમે પણ ચોંકી જશો, કેટલો બદલાઈ ગયો છે દેખાવ

ભૂતકાળની ભવ્ય સવારી એમ્બેસેડર કારનું આ રૂપ જોઇને તમે પણ ચોંકી જશો, કેટલો બદલાઈ ગયો છે દેખાવ

image source

હજુ સુધી આપણે એટલા જુના નથી થયા કે આપણને એમ્બેસેડર કારની ભવ્યતા વિશે ખબર ન હોય. હજુ તો ૭૦ કે ૮૦ના દાયકાની જ વાત કરીએ તો સમજાશે કે આપણે તો શું આખું ગામ આ કાર ગામમાં આવતી ત્યારે એ જોઇને આભું બની જતું. જો કે પછીથી આ કાર માત્ર સરકારી ખાતાઓ વાળા માટે જ વપરવા લાગી હતી. જો કે હવે તો એ યુગ પણ ખત્મ થઇ ગયો છે. એવી સ્થિતિ છે કે ઘણા લોકો તો જાણતા પણ નથી કે એમ્બેસેડર શું છે, ખાસ કરીને એ પેઢી જે ૯૦ ના દશક પછી જન્મી છે.

એમ્બેસેડર એ પ્રાઈડનું પ્રતિક હતી

image source

જો કે સામાન્ય રીતે આ ગાડીની ઓળખ સરકારી બાબુઓની ગાડી તરીકે કરવામાં આવતી હતી. મજબુત સક્ષમ અને અડીખમ ગાડી તરીકે એમ્બેસેડર ગાડીનો જ સૌથી વધારે ઉપયોગ થતો. એક સમયે આ એમ્બેસેડર એ પ્રાઈડનું પ્રતિક હતી. જો કે ઘણા વર્ષોથી ગાયબ રહ્યા પછી આ કાર હવે ફરીથી બજારમાં એન્ટ્રી કરી રહી છે. જાણીતા કાર ડિઝાઈનર DC Design કે જે હવે DC 2નામે ઓળખાય છે. એમના દ્વારા પસંદ કરાયેલ કાર લાખો લોકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.

image source

દેખાવ અને સુવિધાને જોતા પણ આ કારને લોકો પ્રથમ પસંદ કરતા હતા. DC 2 દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ કસ્ટમાઈઝ વેનિટી વેન અને કાર ભારત જ નહિ આખાય વિશ્વમાં વખણાય છે. આ જ ડીઝાઈનર હવે એક નવા કન્સેપ્ટ સાથે માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. જેના કારણે હવે નવા અવતારમાં એમ્બેસેડર કાર ફરીથી દેશમાં જોવા મળશે.

નવી ડીઝાઇનનો લુક પણ સામે આવ્યા

image source

કાર ડિઝાઈનર તરીકે જાણીતા દીલિપ છાબરીયાની કંપની DC 2એ હવે જૂની એમ્બેસેડર કારને એક નવા જ અવતારમાં તૈયાર કરી છે. આ નવી ડીઝાઇનનો લુક પણ સામે આવ્યા છે. જો કે આ કારની માત્ર ડિઝાઈન જ નહીં, પણ અંદરના ઈન્ટિરિયરથી લઈને તમામ ફીયર્સમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે હવે આ એક ડીઝલ કાર નહિ પણ ઈલેક્ટ્રિક કાર બની ગઈ છે. ભારતીય લોકો યાદો સાથે અભિન્ન રીતે જોડાયેલ એમ્બેસેડર કાર હવે જલ્દી જ એક નવા અવતારમાં જોવા મળશે.

image source

આ કારના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, ત્યારે માહિતી મળે છે કે ટૂંક સમયમાં જ આ કાર પણ બજારમાં આવી જશે. જો કે વર્તમાન સમયે કારનું ઉત્પાદન બંધ છે પણ જો આ બાબતે સકારાત્મક પ્રતિક્રિયાઓ મળશે તો ફરીથી આ કાર ઉત્પાદન કાર્ય શરૂ કરવામાં આવશે.

2014માં બજારમાંથી વિદાય લઇ લીધી

image source

ઉલ્લેખનીય છે કે શરૂઆતના સમયથી જ હિન્દુસ્તાન એમ્બેસેડર એ ક્લાસિક અને રોયલ કાર માનવામાં આાવે છે. ભારતમાં તૈયાર થતી કાર પૈકીની આ એક રોયલ કાર મનાય છે. આ કારનું નિર્માણ હિન્દુસ્તાન મોટર્સે દ્વારા થતું હતું જે લગભગ ૩૦ વર્ષ સુધી ચાલ્યું હતું. જો કે એમ્બેસેડર કારે 2014માં બજારમાંથી વિદાય લઇ લીધી. તેમ છતાં પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આ કાર હજુ પણ ટેક્સી સ્વરૂપે જોવા મળે છે. આપને જણાવી દઈએ કે હિન્દુસ્તાન મોટર્સની આ કાર માંગ અને આર્થિક કટોકટીને ધ્યાનમાં લઈને ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.

રાજનેતાઓની પ્રથમ પસંદગીની કાર

image source

આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે, ઉત્તરપાડાના પ્લાન્ટમાં સ્થિતિ ધીરે ધીરે બગડી રહી હતી. જેમાં ઉત્પાદકતા, પૈસાની ખેંચતાણ તેમજ દેવું વધી જવાની બાબતો મુખ્ય રહી હતી. જો કે એક સમય દરમિયાન આ કારને ભારતના રાજનેતાઓની પ્રથમ પસંદગીની કાર માનવામાં આવતી હતી. જો કે 70 અને 80ના દાયકામાં તો એમ્બેસેડર કાર એ સ્ટેટસ સિમ્બોલ ગણાતી હતી. પણ વિદેશી મોડેલની કાર જેમ જેમ ભારતમાં આવતી ગઈ હતી તેમ તેમ આ કારની માંગ બજારમાં ઘટી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત