અનુપમા સિરીયલ જોતા હોવ તો જોઇ લો અંદરનો ફોટો, આ ફર્સ્ટ લુક સામે આવતા જ હવે થશે…

સિરિયલ અનુપમામાં નવા ટ્વીસ્ટ સાથે થશે અપૂર્વ અગ્નિહોત્રીની એન્ટ્રી, એક્ટરનો ફર્સ્ટ લુક આવ્યો સામે.

હાલમાં જ ટીવીની હિટ સિરિયલ અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની સાથે સાથે શોના ઘણા કલાકારો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા, જેની શો પર ઘણી અસર જોવા મળી. જો કે કોરોનાને મ્હાત આપીને રૂપાલી ગાંગુલી અને સુદ્ધાંશું પાંડે શૂટિંગ પર પરત ફર્યા છે. એવામાં શોને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે, જે અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે એકટર અપૂર્વ અગ્નિહોત્રીની સિરિયલ અનુપમામાં નવા ટ્વીસ્ટ સાથે એન્ટ્રી થઈ શકે છે. શોમાંથી એક્ટરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

અપૂર્વ અગ્નિહોત્રીને અનુપમ સિરિયલમાં જલ્દી જ નવા ટ્વીસ્ટ સાથે જોઈ શકાશે. શોના નિર્માતાઓએ એક્ટરનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અપૂર્વની ઝલક બતાવતા શોના નિર્માતાઓએ જે વિડીયો શેર કર્યો છે એમાં એક્ટરની દાઢીની સાથે લાંબા વાળમાં દેખાઈ રહ્યા છે. એ સાથે જ કેપ્સનમાં લખ્યું છે કે “ડૉ અદ્વૈત ખન્ના. અનુપમાની જિંદગીમાં કયો નવો વળાંક આવ્યો છે? જોતા રહો અનુપમાં સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે સ્ટાર પ્લસ પર”

વાત જાણે એમ છે કે રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અનુપમાં સીરિયલના પહેલા એપિસોડ પછીથી જ ટીવીની ટીઆઈપી પર રાજ કરી રહ્યા છે પણ હવે શોમાં અપૂર્વ અગ્નિહોત્રીના રૂપમાં એક નવી એન્ટ્રી થવાની છે. ભલે શોના નિર્માતાઓએ અપૂર્વનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે પણ એમના કેરેકટર વિશે હાલ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી કરવામાં આવ્યું પણ એ પહેલાં સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર અપૂર્વને શોમાં રૂપાલીના પ્રેમ તરીકે બતાવવાની ખબર હતી. આ શોની સાથે અપૂર્વ ત્રણ વર્ષના લાંબા બ્રેક પછી ટીવી સ્ક્રીન પર પરત ફરી રહ્યા છે.

image source

એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અપૂર્વએ એમ પણ કહ્યું કે મારી ભૂમિકાથી અનુપમા અને શાહ પરિવારના જીવનમાં અનેક ટ્વિસ્ટ આવશે. મેં આ રોલ સ્વીકાર્યો કારણ કે તેની પાછળ અનેક કારણ છે. મારી ભૂમિકાના અનેક લેયર છે.

image source

અપૂર્વનું કહેવું છે કે તેને જ્યારે અનુપમાની ઓફર મળી તો તે ઠુકરાવી શક્યો નહીં કારણ કે રાજન શાહી ટીવી ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યુસર છે. આ સીરિયલને ના પાડવાનું કોઈ કારણ નહતું. અપૂર્વએ ગુજરાતમાં આ સીરિયલનું શુટિંગ પણ શરૂ કરી દીધુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો જબરદસ્ત પ્રકોપ હોવાના પગલે સરકારે લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કર્યા છે. ત્યારબાદ અનેક સીરિયલ્સના લોકેશન બદલાઈ ગયા અને અનુપમા પણ તેમાંથી જ એક છે. હાલ આ સીરિયલનું શુટિંગ ગુજરાતના વાપીમાં ચાલુ છે

image source

તમને જણાવી દઈએ કે અપૂર્વ અગ્નિહોત્રી ટીવીની સાથે સાથે મોટા પડદા પર પણ નામ કમાઈ ચુક્યા છે. એમને વર્ષ 1997માં આવેલી ફિલ્મ પરદેશમાં શાહરૂખ ખાન સાથે જોવામાં આવ્યા હતા જેનું નિર્દેશન સુભાષ ઘાઇએ કર્યું હતું. એ સિવાય એમને અરમાન સુરીના પાત્રમાં ટીવી સિરિયલ જસસી જેસી કોઈ નહીમાં પણ જોવામાં આવ્યા છે. વર્ષ 2013માં એમને પોતાની પત્ની શિલ્પા સકલાની સાથે બિગ બોસ 7માં ભાગ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *