પોતાના નાના ભાઈ સોહેલ ખાનને પથ્થર મારીને ભાગી ગયા હતા સલમાન ખાન, અરબાઝની છાતીમાં ખોસી દીધી હતી પેન્સિલ

સલમાન ખાનને બોલિવૂડમાં દબંગ ખાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે પોતાની ફિલ્મો દ્વારા દર્શકોના મનમાં એક ખાસ જગ્યા બનાવી છે. જ્યારે પણ સલમાન ખાનની કોઈ ફિલ્મ આવે છે ત્યારે તેના ફેન્સ ખૂબ જ ઉત્સુક બની જાય છે. સલમાન ખાન સિવાય તેના બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાને પણ પોતાની એક્ટિંગના આધારે એક અલગ ઓળખ બનાવી હતી. સલમાન ખાન પોતાના બંને ભાઈઓ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો છે. જો કે, ત્રણેય ભાઈઓના બોન્ડના ચાહકો અનેક પ્રસંગોએ જોવા મળે છે. પણ એકવાર સલમાન ખાને એમના ભાઈ સાથે કંઈક એવું કર્યું હતું જેનાથી એ ખૂબ જ ગભરાઈ ગયા હતા

image soucre

સોહેલ ખાન સાથે જોડાયેલા આ કિસ્સા વિશે ખુદ સલમાન ખાને ખુલાસો કર્યો હતો. ધ કપિલ શર્મા શોમાં સલમાન ખાને કહ્યું હતું કે તેણે એકવાર તેના નાના ભાઈ અરબાઝ પર પથ્થર મારી દીધો હતો. જૂની પળોને યાદ કરતાં સલમાને કહ્યું, “જ્યારે અમે નાના હતા, ત્યારે અમે ત્રણેય જણ ટારઝન ફિલ્મ જોતા હતા અને સાથે ગેમ રમતા હતા. અમે રમતમાં પથ્થરોનો પણ ઉપયોગ કરી રહ્યા હતા. હું રમતમાં એટલો ખોવાઈ ગયો કે મેં સોહેલ તરફ એક પથ્થર ફેંક્યો.

image soucre

સલમાન ખાને વધુમાં કહ્યું કે, ‘સોહેલ ખાન તે સમયે ઘણો નાનો હતો. તે કચરાપેટીની પાછળ છુપાયેલો હતો, પરંતુ જેવો એને પથ્થર વાગ્યો કે તે રડતો બહાર આવ્યો અને અમે જોયું કે તેને લોહી નીકળી રહ્યું છે. અરબાઝ અને હું ગેમ છોડીને તરત જ ઉભા ગયા. સલમાન ખાન પોતાના ભાઈ-બહેન બંનેને ખૂબ પ્રેમ કરે છે. સલમાન ખાન અને સોહેલની જોડી મૈંને પ્યાર ક્યું કિયા, ગોડ તુસ્સી ગ્રેટ હો જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

image soucre

સલમાન ખાન બાળપણમાં કેટલો તોફાની હતો એ વાતનો ખુલાસો એમના પિતા સલીમ ખાન પણ કરી ચુક્યા છે. સલમાન ખાને જણાવ્યું કે એક વખત તેણે અરબાઝ ખાનને ભૂલથી મારી દીધું હતું. દબંગ ખાને કહ્યું, ‘એક વખત રમત રમતમાં તેણે ભૂલથી અરબાઝ ખાનને પેન્સિલ મારી દીધી હતી. જે તેની છાતીમાં વાગી ગઈ હતી

image soucre

એટલું જ નહીં, જ્યા સલમાન ખાને તેના ભાઈઓ માટે ઘણી ફિલ્મો કરી હતી, તો સોહેલ ખાને સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યું કિયા’નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો અને આ વાતનો ખુલાસો ખુદ સલમાન ખાને કર્યો હતો. સલમાને કહ્યું, ‘સોહેલે પહેલા કહ્યું કે તે આ ફિલ્મ કરવા માટે તૈયાર છે, પરંતુ બાદમાં તેણે આવીને કહ્યું કે પ્લીઝ તમારી સાથે કોઈ બીજાને લઈ લો

image soucre

જો કે સલમાન ખાન તેના પરિવારમાં દરેકની ખૂબ નજીક છે, પરંતુ જો તે કોઈની સૌથી નજીક છે, તો તે તેની માતા સલમા ખાન અને બહેન અર્પિતા ખાન શર્મા છે. સલમાન ખાને પોતે મીડિયા વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે આજે પણ તે દરરોજ તેની માતા પાસેથી પોકેટ મની લે છે