એપ્રિલ મહિનામા આટલા દિવસ રહેશે બેન્કનું કામકાજ બંધ, જાણો ક્યાં છે આ દિવસો

મિત્રો, જો તમે પણ આવનાર સમયમા બેંક સાથે જોડાયેલ કોઈપણ કામ કરવા માટે વિચારી રહ્યા છો તો ઘરથી બહાર નીકળતા પહેલા તમે સૌથી પહેલા કેલેન્ડર ઉપર એકવાર નજર અવશ્યપણે ફેરવી દો અને જોઈ લેવુ કે, આ દિવસો દરમિયાન તમારી બેંક બંધ તો નથી ને ક્યાક. આજે જ કરી લો તપાસ.

image soucre

હાલ, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ નો છેલ્લો માસ હોવાના કારણે માર્ચ માસના છેલ્લા દિવસોમા અને એપ્રિલ માસની શરૂઆતમા પણ બેંકોનુ કામકાજ અમુક દિવસો સુધી બંધ રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. આ એપ્રીલ માસમા બેંક ૧૩ દિવસ સુધી બંધ રહેશે.

image soucre

એપ્રીલ માસમા બેંકનો પહેલો વર્કિંગ ડે ૩ એપ્રીલના રોજ આવશે. આ માસ દરમિયાન આટલા દિવસો સુધી બેંક બંધ રહેવાના કારણે ગ્રાહકોએ અનેકવિધ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણી લઈએ કે, એપ્રિલ માસની કઈ-કઈ તારીખે બેંકો બંધ રહેશે.

image socure

૧ લી એપ્રીલના રોજ “ઓડીસા દિવસ” હોવાના કારણે ઓડીસાની તમામ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત આ દિવસે બેંકમા એકાઉન્ટનુ કામકાજ ચાલતુ હોય છે એટલે તેના કારણે આ દિવસે દેશની તમામ બેંક બંધ રહે છે. આ સિવાય ૨ એપ્રીલના રોજ ગુડ ફ્રાઈડેનો પર્વ આવવાના કારણે પણ દેશની તમામ બેંકો બંધ રહેશે.

image socure

આ સિવાય ૪ એપ્રિલના રોજ ઇસ્ટર નો પર્વ અને રવિવાર આવતો હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે. ત્યારબાદ ૫ એપ્રીલના રોજ બાબુ જગજીવન રામ જયંતિના કારણે દેશના અનેકવિધ વિસ્તારોમા બેંકો બંધ રહેશે. ત્યારબાદ ૧૦ એપ્રિલના રોજ બીજો શનિવાર આવવાના કારણે પણ બેંક બંધ રહેશે.

image socure

આ સિવાય ૧૧ એપ્રિલના રોજ રવિવાર હોવાના કારણે પણ તમામ બેંકો બંધ રહેશે. આ સિવાય આ દિવસે ઉગાડી, તેલુગુ ન્યુયર, બોહાગ બિહુ, ગુડી પડવો, વૈશાખ, બિજુ પર્વ હોવાના કારણે પણ દેશના અનેકવિધ વિસ્તારોમા બેંકો બંધ રહેશે. આ સિવાય ૧૪ એપ્રીલના રોજ ડો. આંબેડકર જયંતિ અને તમિલ ન્યુ યર હોવાના કારણે બેંકોમા હોલીડે રહેશે.

image socure

ત્યારબાદ ૧૫ એપ્રીલના રોજ હિમાચલ ડે અને બંગાળી ન્યુ યરના કારણે દેશના અનેકવિધ વિસ્તારોમા બેંક બંધ રહેશે. આ સિવાય ૧૮ એપ્રીલના રોજ રવિવાર આવતો હોવાના કારણે પણ તમામ બેંકો બંધ રહેશે. આ સિવાય ૨૧ એપ્રિલના રોજ રામ નવમીનો પર્વ હોવાથી પણ બેંકો બંધ રહેશે.

image soucre

આ સિવાય ૨૪ એપ્રીલના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશની તમામ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત ૨૫ એપ્રીલના રોજ રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે. માટે જો તમારા કોઈપણ અગત્યના બેંકના કાર્યો આ દિવસે આવતા હોય તો તે પહેલા જ પૂર્ણ કરી લો નહીતર ફંસાઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *