આટલી હોટલોમાં માત્ર 100 રૂપિયામાં જમી શકો ભરપેટ, સરનામા અને આઈટમ સાથે જાણી લો બધી માહિતી

પરોઠા હોય કે ખાન માર્કેટના કબાબો હોય, દિલ્હીના ચાંદની ચોક નામ બધાનાં મોઢે સંભાળવા મળતું હોય છે. ચાંદની ચોકની ખાણીપીણીનો સ્વાદ મેળવવા માટે દૂર-દૂરથી લોકો દિલ્હી આવે છે. અહીંની વિશેષ વાત એ છે કે તમને વિવિધ પ્રકારની ખાણીપીણીની આઇટમો મળી રહેશે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ બધી આઇટમો તમને ખૂબ જ ઓછા ભાવે મળી રહેશે. જાણવા મળે છે કે દિલ્હીમાં તમને આ જગ્યાએ 100 રૂપિયાની અંદર વિવિધ પ્રકારની ખાવાની ચીજો મળી જશે. આજે અમે તમને દિલ્હીની તે જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમને માત્ર 100 રૂપિયામાં સ્વાદિષ્ટ ખોરાક મળશે અને તે પણ એટલુ કે તમે ભરપેટ ખાઈ શકશો.

image source

દિલ્હીનું સ્માર્ટ મમી રેસ્ટોરન્ટને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. જો તમારા ખિસ્સામાં ફક્ત 100 રૂપિયા છે તો તમે રોહિણીની સ્માર્ટ મમી રેસ્ટોરન્ટમાં આરામથી ભરપેટ ખાઈ શકો છો. આ રેસ્ટોરન્ટની વિશેષતા તેના નામ પરથી જ છે. આ રેસ્ટોરન્ટની આકર્ષક વાત એ છે કે અહીં સંપૂર્ણ ઉત્તર ભારતીય આઇટમો પીરસવામાં આવે છે. આ વિશે વધારે વાત કરીએ તો અહીં શાહી પનીર, દલ મખની, આલગોબી, રોટલી, ચોખા, રાયતા, અથાણું અને સલાડ ફક્ત 99 રૂપિયામાં આપવામાં આવે છે. હવે વાત કરીએ કે આ રેસ્ટોરન્ટ ક્યાં આવેલું છે તો તેનું સરનામું આ મુજબ છે – શોપ નંબર -1, એફ -24 / 170, પોકેટ 24, સેક્ટર 7, રોહિણી, દિલ્હી, 110085

image source

આ પછી લિસ્ટમાં નામ આવે છે શેક્સ દરબારનું. અહીંની ફેમસ આઇટમ વિશે વાત કરીએ તો સેન્ડવિચ, મોકટેલ્સ, પાસ્તા, સ્પ્રિંગ રોલ્સ અને ક્વિચ છે. સુભાષ નગરની આ રેસ્ટોરન્ટમાં લગભગ દરેક વર્ગ માટે ખૂબ જ ઓછા ભાવોમાં કંઈક નવું આપતી હોય છે. આ સાથે અહીંની એક ઓફર જે લોકોને આકર્ષે છે તે એ છે કે શેક્સ દરબારમાં અનલિમિટેડ સેન્ડવિચ અને પાસ્તા ફક્ત રૂપિયા 69માં જ આપવામાં આવે છે. અહીંના ભોજનનો સ્વાદ એટલો જોરદાર છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે. આ રેસ્ટોરન્ટ – દુકાન નંબર 5, મુખ્ય બજાર, સુભાષ નગર, રામલીલા ગ્રાઉન્ડની પાસે, નવી દિલ્હી આવેલું છે.

image source

આ પછી નામ આવે છે ગ્રીન પીઝાનું. ગ્રીન પિઝા આઉટલેટ પિઝા લવર્સ માટે ખુબ સારી જગ્યા છે. અહીં પીઝાને ફ્રેશ મેળાથી જ બનાવવામાં આવે છે. આ સાથે તેમાં તાજી સમારેલી શાકભાજી ટોપિંગ તરીકે ઉમેરવામાં આવે છે. અહીં મળનાર અલગ અલગ પીઝામાં પનીર પિઝા, પાસ્તા પિઝા અને મોઝેરેલા ચીઝ પિઝામાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો. આ સાથે લોકોને આકર્ષતી બાબત એ છે કે આ બધી આઇટમો 50 થી 60 રૂપિયામાં જ મળે છે અને જો તમે વધારાની ચીઝ ઉમેરવા માંગો છો તો તમારે 20 રૂપિયા વધારે આપીને એડ કરાવી શકો છો. આ ગ્રીન પીઝા ગાંધી માર્કેટ બ્રિજ બ્લોક ટી, વેસ્ટ સાગરપુર, ડાબરી, ગાંધી માર્કેટ બ્રિજ, બ્લોક ટી, વેસ્ટ સાગરપુર, ડબરી, નવી દિલ્હી, દિલ્હી 110046 આવેલું છે.

image source

દિલ્હીનું કરન કા વૈષ્ણો ઢાબા પણ ફેમસ છે. આ ઢાબા ઉત્તર ભારતીય થાળીઓ માટે ફેમસ છે. અહીંની વિશેષ વાત એ છે કે ફક્ત 75 રૂપિયામાં જ તમને આખી થાળી મળી રહે છે. આ થાળીમાં સમાવેશ થનારી ચીજો વિશે વાત કરીએ તો તેમાં તંદૂરી, મીસી રોટી, રાયતા અને મેનુની બે પ્લેટો પણ તેમાં શામેલ છે. અહીંની પ્લેટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વાત કરીએ આ ઢાબાના એડ્રેસ વિશે તો તે આ મુજબ છે, દુકાન નંબર 14, તિલક માર્કેટ, શારદા પુરી, રમેશ નગર, નવી દિલ્હી, દિલ્હી 110015.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!