ચાર દિવસથી જેલમાં નથી જમતો આર્યન ખાન, પરિવારમાંથી નથી આવ્યું કોઈ મળવા

મન્નત જેવા મહેલમાં રહેનાર આર્યન ખાન પાંચ દિવસથી જેલમાં છે. આર્યન ખાન ની 8 ઓક્ટોબરની બપોરથી આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી જેલમાં બંધ આર્યન ખાન ની હાલત હવે એવી થઈ ગઈ છે કે જેને જોઈને જેલના અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

જેલના અધિકારીઓની ચિંતા એ કારણે વધી ગઈ છે કે આર્યન ખાન જેલમાં ભોજન કરી રહ્યો નથી. આર્યન ખાને જેલમાં આવ્યા પછી થી બરાબર ભોજન કર્યું જ નથી અને તેમાં પણ છેલ્લા ચાર દિવસથી તે કેન્ટીનમાંથી ખરીદેલા બિસ્કીટ અને પાણી પર જ જીવી રહ્યો છે. જેલમાં આર્યન પારલેજી બિસ્કિટ ખાય દિવસ પસાર કરી રહ્યો છે.

image soucre

આર્યન ખાન ના સ્વાસ્થ્ય અને સાફ-સફાઈ ને લઈને જેલના અધિકારીઓ પરેશાન થઈ ગયા છે. અધિકારીઓ સતત આર્યન ખાન ને સમજાવી રહ્યા છે કે તે જેલમાં ભોજન કરે પરંતુ આર્યન ખાન દર વખતે ભૂખ નથી તેવું કહીને કંઈપણ ખાતો નથી. આજે સવારે પણ કોન્સ્ટેબલે આર્યન ખાનને બિસ્કીટ ના પેકેટ લાવી આપ્યા હતા. આર્યન ખાન જેલમાં આવ્યો ત્યારે તેણે એક ડઝન પાણીની બોટલ ખરીદી હતી હવે તેમાંથી પણ ત્રણ જ બોટલ પાણી બાકી બચ્યું છે.

જેના સૂત્રોનું જણાવવું એમ પણ છે કે આર્યન ખાન ત્રણ દિવસથી ટોયલેટ પણ ગયો નથી તેના કારણે અધિકારીઓ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. હાલ આર્યન અને અરબાઝ એક જ સેલમાં છે આર્યન ના ઘરેથી તેને બે ચાદર અને થોડા કપડા મોકલવામાં આવ્યા છે જે તરફથી તેને પાથરવા માટે ચાદર આપી છે. જો કે જાણકારી એવી પણ સામે આવી છે કે આર્યન ખાન ચાર દિવસથી નહાયો પણ નથી.

image socure

આ અંગે મળતી વધુ જાણકારી અનુસાર આર્યન ખાન હાલ એ સેલમાં છે જ્યાં સંજય દત્ત પણ થોડો સમય રહ્યા હતા. આ સેલમાં હાલ બે વૃદ્ધ, એક વિકલાંગ સહિત ત્રણ વિચારાધીન કેદી છે. જ્યારે આર્યન ખાનનો કવારેંટાઈન પીરીયડ પૂરો થશે ત્યારે તેને અહીંથી લઇ જઇ નોર્મલ વોર્ડમાં મોકલી દેવામાં આવશે. એટલે કે જો હજુ પણ આર્યન ને જમીન ના મળ્યા તો પછી આર્યન ખાન એકસાથે 500 લોકો સાથે રહેશે.

જેલમાં આર્યન ખાન પર ત્રણ લોકો સતત નજર રાખી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે આર્યન ખાન દિવસભર કોઈ સાથે વાત કરતો નથી. તેને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ આપે છે. આર્યન ખાન પર જે નજર રાખી રહ્યો છે તે વ્યક્તિ ચેમ્બુર બેંક લૂંટનો આરોપી છે અને તેને 21 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સામાન્ય રીતે દરેક સેલમાં એક જવાબદાર રાખવામાં આવે છે જેનું કામ બીજા કેદી પર નજર રાખવાનું અને તેને કંટ્રોલ કરવાનું હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેલના સૂત્રો નું એવું પણ જણાવવું છે કે છેલ્લા ચાર દિવસમાં આર્યન ખાન ને મળવા માટે કોઈ આવ્યું નથી. બે દિવસ પહેલાં મુલાકાતનો સમય પૂર્ણ થયા પછી એક વ્યક્તિ તને મળવા આવ્યો હતો. પરંતુ નિયમ મુજબનો સમય પૂરો થઈ ગયો હોવાથી આર્યન ખાનને તેને મળવા દેવામાં ન આવ્યો.