બધો ડખો પાણીમાં ગયો, ડ્રગ્સ કેસમાં મહિનાઓથી ફસાયેલા આર્યન ખાનને હાઇકોર્ટે આપી સૌથી મોટી રાહત

ઘણા દિવસો સુધી ડ્રગ્સ કેસમાં વિવાદમાં રહ્યા બાદ શાહરુખ ખાન ના દિકરા આર્યન ખાન ને મોટી રાહત મળી છે. આર્યન ખાન સંબંધિત ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે જામીન ઓર્ડર રિલીઝ કર્યા છે આ સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

image soucre

હાઈકોર્ટે શનિવારે આર્યન ખાન નું જામીન પર રિલીઝ કરી દીધો છે સાથે જ 14 પાનાના આ દેશમાં સ્વચ્છતાથી લખ્યું છે કે કોર્ટની સમક્ષ આર્યન ખાન અને તેના સાથી દોષી પુરવાર થાય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

હાઈકોર્ટે માન્યું છે કે આર્યન ખાન પાસેથી એવું કંઈ જ આપત્તિજનક મળી આવ્યું નથી અને કોઈ ષડ્યંત્ર કરીને આરોપીઓએ ડ્રગ્સ લેવાનું પ્લાન કર્યું હોય તેવું સાબિત કરતા પણ નથી.

image soucre

કોર્ટે કહ્યું છે કે માત્ર ક્રૂઝ શિપ માં મુસાફરી કરતા હોવાથી તેના પર આરોપ લગાવી ન શકાય. Whatsapp ચેટ ને લઈને પણ હાઇકોર્ટે કહ્યું કે આર્યન ખાન ની whatsapp ચેટ માં કંઈ જ આપત્તિજનક નથી. જજ નીતિને કહ્યું હતું કે whatsapp જોયા બાદ એવું કઈ જ સામે નથી આવ્યું કે જેનાથી કહી શકાય કે આર્યન ખાન અરબાઝ અને મૂનમૂન સહિતના આરોપીઓએ ડ્રગ્સ લેવાનો પ્લાન બનાવ્યો હોય આર્યન પાસેથી કોઈ આપત્તિજનક પદાર્થ પણ મળ્યો નથી અને અરબાજ અને મૂનમૂન પાસેથી જે મળ્યું તે પણ ખૂબ ઓછી માત્રામાં છે.

image soucre

કોટી આર્યન ખાનને રાહત આપતા એમ પણ કહ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો માત્ર એ સ્ટેટમેન્ટને આધાર ન બનાવી શકે જે આરોપીઓએ તપાસ દરમિયાન આપ્યા હોય કારણ કે તે માન્ય ન માની શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં ન આવ્યું હતું જેનાથી જાણી શકાય કે તેમણે ડ્રગ્સ લીધું હતું કે નહીં.

image soucre

મહત્વનું છે કે બે ઓક્ટોબરના રોજ એનસીબીએ મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ માં દરોડા કર્યા હતા અને ત્યાંથી આર્યન ખાન સહિતના લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાંથી અરબાઝ મર્ચન્ટ પાસેથી 6 ગ્રામ ચરસ અને મૂનમૂન ધામેચા પાસેથી 5 ગ્રામ હશીશ મળી આવ્યું હતું.