અર્જુન કપૂરે કુત્તે માટે બદલી નાખ્યો પોતાનો લુક, લાંબા વાળની વિદાય પર કહી આ અતરંગી વાત

અભિનેતા અર્જુન કપૂર આ દિવસોમાં ફિલ્મ કુત્તે માટે એકદમ નવા લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ડાર્ક કોમેડી છે. જેના માટે તેણે પોતાના વાળ ટ્રીમ કરાવ્યા છે અને મૂછો સાથે હળવી દાઢી પણ રાખી છે. આ ફિલ્મ વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જે તેમના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ છે. અર્જુને હાલમાં જ આ ફિલ્મ માટે તેના નવા લૂકની તસવીર શેર કરી હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

image source

પોતાના નવા લુક વિશે અર્જુન કપૂરે કહ્યું, “મને મારા લાંબા વાળની કમી મહેસુસ થઈ રહી છે. એક અભિનેતાની સફર એવી હોય છે કે તેણે એક વસ્તુ છોડી પડે છે અને ફરી શરૂ કરવી પડે છે. આ સફરમાં ‘કુત્તે’ જેવી ફિલ્મ આવે છે, જેમાં તમારે તમારા બધા સંકોચ છોડવા પડે છે અને પાત્ર ભજવવા માટે એના ઊંડાણમાં ઉતરવું પડે છે

image soucre

અર્જુનના કહેવા પ્રમાણે, “મને મારા ડિરેક્ટરની નિખાલસતા ગમે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે મારો લુક એવો ઇચ્છે છે, જે દરેક માણસમાં દેખાતો હોય અને જે દરેક માણસ સરળતાથી રાખી શકે. આ પાત્ર માટે આવો દેખાવ જરૂરી હતો. એટલા માટે હું ખુશ છું કે આ લુક પૂરો થઈ ગયો છે અને મારા ડિરેક્ટર હવે ખુશ છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ આવ્યા બાદ તેને કેવો રિસ્પોન્સ મળશે.

image source

આકાશ અને વિશાલ ભારદ્વાજ દ્વારા લખાયેલી ‘કુત્તે’માં નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા, અર્જુન કપૂર, તબ્બુ અને રાધિકા મદન મુખ્ય ભૂમિકામાં છે. ‘કુત્તે ઉપરાંત અર્જુન પાસે ‘લેડી કિલર’ અને જગન શક્તિ દ્વારા નિર્દેશિત ફિલ્મ પણ છે જેમાં તે જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે

image source

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનશિપમાં છે. અને લાંબા સમય સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખનાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ચાર વર્ષ પહેલા જાહેરમાં તેમના સંબંધોનો એકરાર કર્યો હતો. બંને વચ્ચે લગભગ 13 વર્ષનું ઉંમરનું અંતર છે, જેના કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડ્યો નથી. સમયની સાથે તેમનો સંબંધ મજબૂત થયો છે પરંતુ તેઓએ ઘણી વખત સાબિત કર્યું છે કે તેઓ અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.