વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી થઇ જજો એલર્ટ: આ ઋતુમાં કોરોના બની શકે છે વિકરાળ, જાણો અને રાખો ધ્યાન

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હજુ તો બીજી લહેરના મરણતોલ મારથી ભારત સહિત અન્ય દેશો પાર પડ્યા નથી ત્યાં તો નિષ્ણાંતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. ત્રીજી લહેરની ચેતવણી ફક્ત ભારતને જ નહીં પરંતુ બ્રિટન માટે પણ ચિંતાનો વિષય બની છે. બ્રિટન માટે ત્રીજી લહેરની જે ચેતવણી જાહેર કરવામાં આવી છે તેના કારણે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે.

તાજેતરમાં બ્રિટનમાં ત્રીજી લહેર માટે જે ચેતવણી આપવામાં આવી છે તે અનુસાર આ વર્ષે શિયાળામાં કોરોનાની ત્રીજી લહેર બ્રિટનમાં દસ્તક દઈ શકે છે. આ ત્રીજી લહેર એવી હશે કે તેના કારણે બ્રિટન સરકારને ફરી એકવાર લોકડાઉન લગાવવું પડી શકે છે.

image source

સ્થાનિક સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર આ વર્ષે શિયાળામાં કોરોના વાયરસનો નવો વેરિયંટ સક્રિય થશે. તેવામાં બ્રિટનવાસીઓ માટે શિયાળાની ઋતુ પડકાર બની શકે છે. આ ખબર અનુસાર આ વર્ષના અંત સુધીમાં વડિલો અને બાળકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ સરકારની સલાહકાર સંસ્થા, સાયંટિફિક એડવાઈઝરી ગૃપ ફોર ઈમરજન્સીએ આ ચેતવણી જાહેર કરી છે. એસએજીઈના સભ્ય પ્રોફેસર કૈલમ સેમ્પલએ કહ્યું હતું કે બ્રિટનમાં કોરોના વાયરસના કેસ શિયાળામાં વધી શકે છે જેના કારણે દેશમાં ફરીથી લોકડાઉન લગાવવું પડી શકે છે. કૈલમના જણાવ્યાનુસાર, બ્રિટન માટે આ વર્ષે વિંટર સીઝન ખતરનાક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિ બાદ આગામી વર્ષથી સામાન્ય રીતે વેપાર, વ્યવહાર થઈ શકે છે.

image source

આ રિપોર્ટ તેવા સમયે સામે આવ્યો છે જ્યારે બ્રિટનમાં જૂન માસની શરુઆતથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. ફેબ્રુઆરી માસ બાદ જૂન માસની શરુઆતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર સંક્રમણના સર્વાધિક કેસ ડેલ્ડા વેરિએંટના સામે આવ્યા હતા. એટલે કે આ નવા વેરિએંટનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બ્રિટનના કેટલાક ભાગમાં આ વેરિએંટના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.

image source

બ્રિટનમાં કોરોનાના કેસ પહેલાની સરખામણીએ કેસ ઘટતાં અહીં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે સાથે જ રસીકરણ ઝડપી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલયના રિપોર્ટ અનુસાર બ્રિટનમાં આગામી કેટલાક સપ્તાહ દરમિયાન બ્રિટન પોતાના દેશના લોકોમાં રસીકરણ ઝડપી કરશે સાથે જ દુનિયાના ગરીબ દેશો માટે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં 5 મિલિયન ડોઝ રસીનું દાન પણ કરશે. જ્યારે આગામી વર્ષ સુધીમાં 95 મિલિયન ડોઝ દાન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!