વેબ સિરિઝ આશ્રમની મુશ્કેલી વધી, કોર્ટે બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને ફટકારી નોટિસ

આશ્રમ વેબ સિરીઝ સામે અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને જોધપુર કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ ચર્ચામાં આવેલી વેબ સિરીઝ ‘આશ્રમ’ના મેકર્સ અને ડિરેક્ટર પ્રકાશ ઝા અને લીડ રોલ બોબી દેઓલની મુશ્કેલી વધી શકે છે. વેબ સિરીઝમાં બોબી દેઓલના બાબાના રોલને લઈને વાંધો ઉઠાવી કરવામાં આવેલી ફરિયાદમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પ્રકાશ ઝા અને બોબી દેઓલને નોટિસ આપી છે. આ કેસમાં 11 જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે.

image source

બોબી દેઓલે કાશીપુરના બાબા નિરાલાની ભૂમિકામાં

તમને જણાવી દઈએ કે MX Player પર રિલીઝ થયેલ આશ્રમ સિરિઝમાં બોબી દેઓલે કાશીપુરના બાબા નિરાલાની ભૂમિકા ભજવી હતી. તે શ્રેણીમાં બતાવવામાં આવ્યું છે કે બાબા નિરાલા તેમના આધ્યાત્મિક આશ્રમમાં ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવા કાર્યોમાં સામેલ છે.

image source

આ વેબસાઇટમાં ત્રિધા ચૌધરી પણ છે

આ વેબસાઇટમાં ત્રિધા ચૌધરી પણ છે, જેનાં કાર્યની પ્રશંસા કરવામાં આવી છે. આ વેબસીરીઝ પછી ત્રિધા ચૌધરી ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. દરરોજ તેના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થાય છે.

હિન્દૂ ધર્મ ગુરુઓને રેપિસ્ટ, ભ્રષ્ટાચારી બતાવવામાં આવ્યા

image source

તો આ અંગે વકીલ ખુશ ખંડેલવાલે જણાવ્યું કે, બોલિવૂડ ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રકાશ ઝાએ હાલમાં જ ‘આશ્રમ’ નામની વેબ સિરીઝ બનાવી છે, જેમાં બોબી દેઓલ બાબાના રોલમાં છે. આ વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મ ગુરુઓને રેપિસ્ટ, ભ્રષ્ટાચારી અને ડ્રગ્સના વેપારી દેખાડવામાં આવ્યા છે. આ વેબ સિરીઝથી હિન્દૂઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેણે પહેલા કુડી પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ કરવાની અરજી કરી હતી પરંતુ પોલીસે FIR ફાઈલ ન કરી. ત્યારબાદ તેમણે કોર્ટમાં યાચિકા ફાઈલ કરી. કેસમાં સોમવારે સુનાવણી કરતા કોર્ટે પ્રકાશ ઝા અને એક્ટર બોબી દેઓલને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

આ પહેલા પણ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો હતો

image source

તમને જમાવી દઈએ કે વેબ સિરીઝ ‘આશ્રમ’ની અત્યાર સુધીમાં બે સીઝન આવી ગઈ છે. હવે તેની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવવાની વાતો ચાલી રહી છે. નિયમોના જાણકારે જણાવ્યું કે જો આ કેસમાં ડિરેક્ટરના જવાબથી કોર્ટ સંતુષ્ટ થતી નથી તો પછી આગામી સીઝન લોન્ચ થવામાં પણ અડચણ આવી શકે છે. આ પહેલા પણ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. આ સિરિઝ શરૂઆતથી જ વિવાદમાં રહી છે. જો કે દર્શકો તરફથી વેબ સિરિઝને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક લોકોએ આ વેબ સિરીઝ દ્વારા તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેથી, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત