આવકવેરાના અધિકારીઓની આંખો પણ થઈ ગઈ પહોળી જ્યારે રૂપિયાના બંડલ ભરેલી મસમોટી તિજોરી ખુલી…

આવકવેરા વિભાગ દ્વારા હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની હેટેરો પર દરોડા કર્યા હતા. આ દરોડા દરમિયાન એટલા પ્રમાણમાં કાળુ નાણું મળી આવ્યું કે જેને જોઈ અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હેરેટો કંપની પર થયેલા દરોડા દરમિયાન અધિકારીઓને રુપિયાના બંડલથી ખીચોખીચ ભરેલી એક તિજોરી મળી હતી. આ તિજોરીમાં રોકડા 142 કરોડ રૂપિયા ભરેલા હતા.

image soucre

આવકવેરા વિભાગે હેરેટો કંપની પર દરોડા કર્યા ત્યારે એક તિજોરી મળી આવી જેમાં કોઈપણ પ્રકારનું પાર્ટીશન ન હતું અને તેમાં સળગ નોટના બંડલના થપ્પા કરી રાખેલા હતા. આવકવેરા વિભાગે આ દરોડા દરમિયાન કંપનીના દસ્તાવેજો ચકાસ્યા ત્યારે જાણવા મળ્યું કે કંપનીએ 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ કર્યો નથી. આ કંપનીની બનેલી દવાઓ ભારત સહિત 50થી વધુ દેશમાં નિકાસ થાય છે.

image soucre

જણાવી દઈએ કે આ કંપનીએ ભારતમાં કોરોના વાયરસ માટેની સ્પુતનિક વી રસીના નિર્માણ માટે રશિયાની કંપની સાથે કરાર કર્યા છે. આ કંપની પર દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બેહીસાબી કાળ નાણું મળી આવતા ભારે ચકચાર મચી છે.

image soucre

આ દરોડા અંગે સીબીડીટીએ જણાવ્યાનુસાર દરોડા દરમિયાન અનેક બેંક લોકર મળી આવ્યા છે. આ બેંક લોકરમાંથી 15થી વધુ તો એક્ટિવ છે. દરોડા શરુ થયા ત્યારથી અત્યાર સુધીમાં 142 કરોડથી વધુનું બેહીસાબી નાણું જપ્ત થઈ ચુક્યું છે. આ કેસમાં હજુ પણ તપાસ સતત ચાલી રહી છે. સીબીડીટીના જણાવ્યાનુસાર કંપનીની દવા સહિતની વસ્તુઓની નિકાસ વધારે થાય છે. સૌથી વધુ નિકાસ અમેરિકા અને દુબઈ જેવા દેશમાં થાય છે. આ સિવાય આફ્રિકન અને યુરોપિયન દેશોમાં પણ દવાઓની નિકાસ થાય છે.

image socure

કંપનીમાં દરોડા બાદ પેન ડ્રાઈવ, દસ્તાવેજો બધું જ પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઘણી દવાઓ માટેના કરાર પર કર્યા છે. આ દવાઓમાં રેમડેસિવિર ઈન્જેકશન, ફેવિપિરાવીરનો સમાવેશ થાય છે. હેરેટો કંપનીના ભારત સહિત ચીન, રશિયા, મેક્સિકો અને ઈરાનમાં 25થી વધુ ઉત્પાદન કેન્દ્રો છે.

image source

દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે કંપની પાસેથી ખરીદેલી જમીનની કિંમત સરકારી નોંધણીમાં ઓછી દર્શાવવામાં આવી છે. આ સિવાય વ્યક્તિગત ખર્ચ પણ કંપનીના ખાતામાં લખવામાં આવી રહ્યો છે. આ સિવાય 142 કરોડ રોકડા ભરેલી તિજોરી મળી છે જે આ કેસમાં સૌથી મોટી આવકવેરા વિભાગની સફળતા છે.