આ ખાદ્ય પદાર્થ ખાવાથી જઇ શકે છે માણસનો જીવ, ચેતી જજો તમે પણ આજથી જ

આ જોખમી ખાદ્યપદાર્થ લઈ શકે છે તમારો જીવઃ ખાતા પહેલાં ચોક્કસ વાંચી લો

પૃથ્વી પર રહેતાં માનવો બે પ્રકારનો ખોરાક આરોગે છે માંસાહાર અને શાકાહાર. આજે ધીમે ધીમે લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે જો કે લાખો લોકો માંસાહાર પણ ખુબ જ શોખથી આરોગે છે. પણ શાકાહાર હોય કે માંસાહાર હોય તેમાંનો કેટલોક ખોરાક માનવ શરીર માટે હાનીકારક હોય છે જે શરીરને એટેલી હદે નુકસાન કરે છે કે મનુષ્યનો જીવ પણ જોખમાઈ શકે છે.

image source

દરેક સમુદાયો, દરેક પ્રાંત, દરેક દેશ વિગેરેની પોતાની સ્પેશિયલ વેરાયટી હોય છે. પણ કેટલાક ખાદ્ય પદાર્થોની પહેલેથી જ મનાઈ ફરવવામાં આવે છે. જો કે તેમાં ઘણી બધી અસમાનતા પણ જોવા મળતી હોય છે જેમ કે આયુર્વેદમાં મસાલાવાળો ખોરાક અને દૂધના ઉત્પાદનોને એકસાથે ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે પણ પંજાબી ગ્રેવીવાળી સબ્જીમાં મસાલાઓ તેમજ ડુંગળી,લસણ, ટામેટા વિગેરે સાથે મલાઈ તેમજ દહીંનો ઉપયોગ પણ કરવામાં આવે છે જેને વિરુદ્ધ આહાર પણ ગણવામાં આવે છે.

આવા કેટલાક ખોરાકની અસર તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે તો ચાલો જાણીએ કે કેવો ખોરાક તમારે ન લેવો જોઈએ.

જાયફળ

image source

જાયફળનો ઉપયોગ આપણે સામાન્ય રીતે દૂધપાક, મસાલાવાળા દૂધ, ચાનો મસાલો વિગેરેમાં કરતા હોઈએ છે. આ ફળ ઇન્ડોનેશિયામાં વધારે જોવા મળે છે અને તેનો ઉપયોગ પણ ત્યાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે.

image source

તેનો ઉપયોગ ખાસ કરીને બેક્ડ વાનગીઓ, તેમજ કેટલાક શાક તેમજ કેટલાક પીણામાં કરવામાં આવે છે. આ ફળને જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી શરીરમાં દુઃખાવો થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી તેમજ તે મગજ પર પણ અસર કરે છે. જાયફળનું વધારે પડતું સેવન તમને ઘેન ચડાવે છે માટે તેનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ.

રૂબાબ

image source

રૂબાબનો ઉપયોગ બ્રીટીશ વાનગીઓ બનાવવામાં વપરાતો હોય છે. આ ખાદ્ય સામગ્રીને પણ શરીર માટે જોખમી ગણવામાં આવે છે. આ એક શાકભાજી છે. આ શાકભાજીમાં જે પાંદડા હોય છે તેમાં એક પ્રકારનો એસિડ હાજર હોય છે અને તેનાથી માનવશરીરને નુકસાન પહોંચી શકે છે. જો કે આ દલીલમાં બે પક્ષ છે એક કહે છે તે ઝેરીલી નથી અને બીજો પક્ષ કહે છે તે ઝેરીલી છે.

મારજૂ ચીઝ – કાસૂ

image source

ઇટાલીમાં મારજૂ ચીઝ એટલે કે કાસૂ ચીઝ તરીકે આ ખાદ્ય પદાર્થ ઘણો પ્રચલિત છે. તેને બનાવવા માટે તેમાં કીડાનો લાર્વા નાખવામાં આવે છે. આ કીડા ચીઝને સોફ્ટ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનાથી ચીઝનો વચ્ચેનો ભાગ કોઈ મલાઈ જેવો મુલાયમ બની જાય છે. જો કે તે માત્ર ચીઝને મુલાયમ જ નથી બનાવતા પણ તે ચીઝને સ્વાદિષ્ટ પણ બનાવે છે.

image source

આ ચીઝને વિશ્વનું સૌથી જોખમી ચીઝ માનવામાં આવે છે. આ ચીઝમાં નાખવામા આ કીડા જ્યારે મરી જાય છે ત્યારે તે ચીઝ પણ ખાવા લાયક નથી રહેતું. તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી પેટ ખરાબ થાય છે અને ઝાડા પણ થઈ શકે છે.

રેડ સોયાબીન

image source

સોયાબીનને આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ માવવામાં આવે છે. સોયાબીનના દૂધમાંથી બનાવામાં આવતા પનીર કે જેને તોફૂ કહેવાય છે તે દૂધમાંથી બનેલા પનીર કરતાં ક્યાંય વધારે લાભપ્રદ છે. પણ રેડ સોયાબીનને શરીર માટે નુકસાનકારક માનવામાં આવે છે.

image source

સામાન્ય કઠોળની જેમ તેમાં પણ પ્રોટીન, તેમજ ખનીજ તત્ત્વો અને વિટામીન્સ સમાયેલા હોય છે પણ આ બીનમા એક ખાસ પ્રકારની ચરબી સલમાયેલી છે જે તમારા માટે પચાવવી અઘરી થઈ પડે છે. અને તેના નહીં પચવાથી તમારા પેટમાં પીડા થઈ શકે છે. આ પ્રકારના કઠોળને ઓછામાં ઓછા 12 કલાક સુધી પાણીમાં પલાળવા પડે છે અને ત્યાર બાદ તેને સંપૂર્ણ રીતે બાફીને જ તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

પફર માછલી

image source

આ માછલીને સાઇનાઇડના ઝેર સાથે સરખાવવામાં આવે છે. કારણ કે તેનુ સેવન સાઇનાઇડ જેટલું જ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ મછલીમાં ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે જે તમારા શરીરમાં ઝડપથી ફેલાય છે. જો કે જાપાનમાં આ માછલીની વાનગીને શોખથી ખાવામાં આવે છે.

image source

જાપાનમાં આ ફિશની વાનગીને સૂપ સાથે સર્વ કરવામાં આવે છે. જો કે તે માછલીમાં રહેલું ઝેર કપાઈ જાય અને તેનાથી માનવ શરીરને કંઈ નુકસાન ન પહોંચે તે માટે તે વાનગીને બનાવનાર વ્યક્તિ પાસે એક આવડત હોવી જરૂરી છે. આવી વ્યક્તિ વર્ષોની ટ્રેનિંગ ધરાવતી હોય છે. તેને બનાવતા પહેલા માછલીમા હાજર ઝેરીલા ભાગો જેમ કે તેનું મગજ, તેની ત્વચા, આંખ તેમજ અંડાશય અને લિવર તેમજ આંતરડાને દૂર કરી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત