આવનાર સમયમાં ગુરુ કરશે કુંભ રાશિમા ગોચર, આ 3 રાશિઓને મળશે મોટી રાહત, જાણો આમાં તમારી રાશિ છે કે નહિં?

મિત્રો, બ્રમ્હાંડમા ગ્રહો અને નક્ષત્રો અવારનવાર પોતાની પરિભ્રમણની ગતિ અને ગ્રહદશામા પરિવર્તન લાવતા રહેતા હોય છે, આવું એટલા માટે બને છે કારણકે, તે નિરંતર બ્રમ્હાંડમા પરિભ્રમણ કરી રહ્યા છે અને તેમના નિરંતર પરિભ્રમણના લીધે જ અમુક સમયે તેમા બદલાવ આવે છે. આ બદલાવ શુભ પણ હોય શકે છે અને અશુભ પણ હોય શકે છે.

image soucre

હાલ, આવનાર સમયમા એક વિશેષ યોગ રચાઈ રહ્યો છે. આ યોગ અંતરગત ગુરુ હાલ કુંભ રાશિમા ગોચર કરવા માટે જઈ રહ્યો છે ત્યારે આ ગોચર અન્ય રાશીજાતકો માટે કેવું સાબિત થશે? કઈ રાશી પર આ ગોચરના શુભ અને કઈ રાશી પર આ ગોચરના અશુભ પ્રભાવ પડે છે? ચાલો જાણીએ.

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. આ જાતકોને આવનાર સમયમા નોકરી અને ધંધામાં આગળ વધવાની તકો મળશે. સ્થિર પૈસા પણ મળવાની સંભાવના છે. વ્યવહાર અને રોકાણમાં લાભ થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો આવનાર સમયમા મોટી વ્યવસાયિક યોજના બનાવશે. આ લોકોની તર્કશક્તિ પણ ખુબ જ મજબુત બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. નવુ મકાન અને નવું વાહન ખરીદવાનુ આયોજા બનાવી શકો.

તુલા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય એકદમ સામાન્ય રહેશે. તમારા તમામ વિચારશીલ કાર્ય યોગ્ય સમયે પૂર્ણ થઈ શકે છે. તમે કોઈ અગત્યના કાર્ય હેતુસર કોઈ નવા અને વૃદ્ધ લોકોને મળી શકો છો. તમારા રોજિંદા કાર્યોમાં પણ તમારે સખત મહેનત કરવી પડશે. વ્યવહાર અને રોકાણો પણ કાળજીપૂર્વક કરવા પડશે. આરોગ્યની સ્થિતિમાં આ લોકોએ સાવચેતી રાખવી પડશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. આવનાર સમયમા તમને આવકના નવા સાધનો મળી રહેશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ નહીતર વાદ-વિવાદ થઇ શકે છે.

કુંભ રાશી :

આ રાશિજાતકોએ આવનાર સમયમા થોડી વિશેષ સાવચેતી રાખવી પડશે. આ જાતકોની આર્થિક સ્થિતિ આવનાર સમયમા થોડી નબળી હોય શકે છે. બચત અને રોકાણના કાર્યોમા નુકસાનન થવાની સંભાવના બની શકે છે. વ્યવહારિક કાર્યોમા પણ કાળજી લેવી તમારા માટે અત્યંત આવશ્યક બને છે. ભાગ્ય તમારો સાથ આપી શકશે નહીં. તમે આવનાર સમયમા કાર્યભારના કારણે તમારી કામ કરવાની જગ્યા બદલી શકો છો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *