અવની લેખરાના નિશાનાથી ભારતને મળ્યો ગોલ્ડ, પેરાલમ્પિક્સનો નવો રેકોર્ડ બનાવ્યો

ટોકિયો પેરાલમ્પિક્સમાં ભારતની અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. પેરાલમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું શૂટિંગમાં આ પહેલું ગોલ્ડ મેડલ છે..19 વર્ષની અવનીએ મહિલાઓની આર- 2 10 મીટર એર રાઈફલના કલાસ એસએચ 1માં પહેલું સ્થાન મેળવ્યું છે. અવનીએ નવેમ્બરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ ટોકીયામાં મેડલ જીતવા માંગે છે.

image soucre

અવની આજે જે સ્થાન પર છે એની પાછળ એના પિતાનો બહુ મોટો હાથ છે. 8 નવેમ્બર 2001માં રાજસ્થાનના જયપુરમાં જન્મેલી અવનીની જિંદગીમાં 2012માં એક બહુ મોટો વળાંક આવ્યો. અવની જ્યારે 11 વર્ષની જતી ત્યારે એક કાર એક્સીડન્ટમાં એની કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઇ હતી. એ પછી એ હમેશા હમેશા માટે વહીલ ચેર પર આવી ગઈ. જો કે એમને આ કમજોરીને ક્યારેય આડી ન આવવા દીધી અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.

image soucre

અવની અભ્યએ પર ધ્યાન આપતી હતી અને એમના પિતા ઈચ્છતા હતા કે એ રમત પર પણ ધ્યાન આપે. એમના પિતાએ એમને કહ્યું કે શુટીંગ અને તીરંદાજી બન્નેમાં પ્રયત્ન કરે અને પછી કોઈ એક પસંદ કરે. અવનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2015માં મારા પિતા શૂટિંગ અને તીરંદાજી બન્નેમાં લઈ ગયા હતા અને મેં બન્નેનો પ્રયત્ન કર્યો. પહેલીવાર રાઇફલ પકડ્યા પછી મને શૂટિંગમાં જાણે કનેક્શન ફિલ થયું.

જો કે એમના શૂટિંગને પસંદ કરવાનું કારણ અભિનવ બિન્દ્રા પણ છે. અવનીએ અભિનવ બિન્દ્રાની બાયોગ્રાફી અ શોટ એટ હસ્ટ્રી વાંચી એ પછી શૂટિંગ પ્રત્યે એ વધુ ગંભીર થઈ ગઈ. અવનીએ 2015માં જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટિંગની ટ્રેનિંગ શરૂ કરી.

અભિનવ બિન્દ્રાએ અવનીને આપી શુભકામનાઓ, એમને ટ્વીટ કર્યું કે ગોલ્ડ છે. અવની લખેરાનું શાનદાર પ્રદર્શનથી ભારતને નિશાનેબાજીમાં પહેલું પેરાલમ્પિક્સ સવર્ણ પદક જીત્યું. ખૂબ ગર્વ, ખૂબ ખૂબ શુભકામનાઓ.

2015માં અવનીએ પોતાની ટ્રેનિંગ શરૂ કરી અને થોડા જ મહિનામાં એમને રાજસ્થાન સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને ગોલ્ડ જીતી લીધું. આ ચેમ્પિયનશીપ માટે અવનીએ એમના કોચ પાસે રાઇફલ ઉધાર લીધી હતી. એના થોડા મહિના પછી જ અવનીએ નેશનલ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યું. 2016થી 2020 વચ્ચે અવનીને નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં 5 વાર ગોલ્ડ મેડલ જીત્યા. આ વર્ષે યુએઈમાં થયેલા પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં અવનીએ સિલ્વર મેડલ જીત્યું હતું.

image soucre

અવનીના પિતા પ્રવીણ લખેરા રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પોસ્ટડ છે. એ રેવન્યુ વિભાગમાં RAS ઓફિસર છે. અવનીની માતા ટોકીઓમાં એમની સતુંએ છે. એમના પિતા પ્રવીને કહ્યું કે મહિનાઓની સતત મહેનતનું પરિણામ છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે મેચ દરમિયાન તમે કેવું મહેસુસ કરી રહ્યા હતા તો એમને જણાવ્યું કે મેચ દરમિયાન સ્કોર ઘણો ઉપર નીચે થઈ રહ્યો હતો. જેનાથી ધબકારા વધી ગયા જતા. રૂંવાડા ઉભા થઇ ગયા હતા. એમને જણાવ્યું કે પેરાલમ્પિક્સમાં અવનીના હજી ત્રણ ઇવેન્ટ બાકી છે. એમને એ પણ જણાવ્યું કે જ્યારે એ જયપુર પરત ફરશે તો એમનું અહીંયા ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે.