રોજબરોજના આ નિયમો બદલાઈ જશે 1લી સપ્ટેમ્બરથી, સામાન્ય માણસો પર થશે અસર

આવતા મહિને સપ્ટેમ્બર 1થી ઘણા મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ બદલાવ સામાન્યથી લઈને ખાસ દરેક વ્યક્તિને પ્રભાવિત કરશે. આ બદલાવ EPFથી લઈને ચેક ક્લિયરિંગ સુધીના નિયમ અને બચત ખાતા પર વ્યાજથી લઈને, એલપીજી નિયમ, કાર ડ્રાઇવિંગ અને એમેઝોન, ગુગલ, ગુગલ ડ્રાઈવ જેવી સેવાઓ પર થવા જઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ એ વિશે વધુ.

પીએફ રુલ્સમાં થશે ફેરફાર.

image soucre

નોકરિયાત લોકો માટે ખૂબ જ કામની ખબર છે. આવતા મહિને 1 સપ્ટેમ્બરથી જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંકડ નથી થયું તો તમારા એમ્પ્લોયર તમારા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં ક્રેડિટ નહિ કરી શકે. કર્મચારી ભવિષ્ય નિધી સંગઠનના ઇપીએફ ખાતા ધારકોને 1 સપ્ટેમ્બર 2021 પહેલા આધારને યુએએન નંબર સાથે લિંક કરવું પડશે.

બદલાઈ રહી છે ચેક ક્લિયરિંગ સિસ્ટમ.

image soucre

જો તમે પણ ચેકથી પૈસા મોકલી રહ્યા છો કે ચેક પેમેન્ટ કરો છો. તો તમારા ખૂબ જ જરૂરી ખબર છે. હવે 1 સપ્ટેમ્બરથી 50000 રૂપિયાથી વધુનો ચેક તમારા માટે તકલીફભર્યો હોઈ શકે છે. એવું એટલે કારણ કે બેંકોએ હવે પોઝિટિવ પે સિસ્ટમને લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગની બેન્ક 1 સપ્ટેમ્બરથી પીપીએસને લાગુ કરવા જઈ રહી છે. એક્સીસ બેન્ક આવતા મહિનાથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી રહી છે.

પીએનબીના સેવિંગસ એકાઉન્ટ પર ઘટશે વ્યાજ.

image soucre

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને આવતા મહિનાથી જોરદાર ઝટકો લાગવાનો છે. પંજાબ નેશનલ બેન્ક 1 સપ્ટેમ્બર 2021થી બચત ખાતામાં જમા પર વ્યાજ દરમાં ઘટાડો થવાનો છે. આ જાણકારી બેંકની ઓફિશિયલ વેબસાઈટથી મળી છે. બેંકના બચત ખાતા પર વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના આ નિર્ણયની અસર નવા અને જૂના બંને ગ્રાહકો પર પડશે.

બદલાઈ જશે ગેસ સિલેન્ડર મળવાનો સમય.

image soucre

1 સપ્ટેમ્બરથી એલપીજીની કિંમતમાં પરિવર્તન આવી જશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ ગેસ અને કમર્શિયલ સિલેન્ડરની નવી કિંમત નક્કી કરવામાં આવે છે. તો ગેસ સર્વિસ તરફથી ગેસ વિતરણનો સમય બદલાઈ જશે. નગર સહિત ગ્રામીણ ક્ષેત્રોમાં ગેસ વહેંચવાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

બદલાઈ જશે કાર ઇન્સ્યોરન્સનો નિયમ

image soucre

એક મહત્વપૂર્ણ આદેશમાં મદ્રાસ હાઇકોર્ટે નિણર્ય સંભળાવ્યો છે કે 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ કોઈ નવું વાહન વેચાશે તો એનો બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ અનિવાર્ય હોવો જોઈએ. આ ઇન્સ્યોરન્સ 5 વર્ષની અવધિ માટે ડ્રાઇવર, પેસેન્જર અને વાહનના માલિકને કવર કરનાર ઇન્સ્યોરન્સ કરતા વધુ હશે. તમને જણાવી દઈએ કે બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સમાં વાહનોના એ ભાગોને પણ કવર મળશે જેમાં સામાન્ય રીતે વીમા કંપનીઓ કવર નથી આપતી.

ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપશન ખરીદવું થશે મોંઘું.

image soucre

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપશન 1 સપ્ટેમ્બર 2021થી મોંઘુ થઈ જશે. એ પછી યુઝર્સને બેઝ પ્લાન માટે 399 રૂપિયાની જગ્યાએ 499 રૂપિયા આપવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો યુઝર્સને 100 રૂપિયા વધુ ચુકવણી કરવી પડશે. એ સિવાય 899 રૂપિયામાં યુઝર્સ બે ફોનમાં એપ ચલાવી શકશે. સાથે જ આ સબસ્ક્રીપશન પ્લાનમાં એચડી ક્વોલિટી મળે છે. એ સિવાય 1499 રૂપિયામાં ચાર સ્ક્રીન પર આ એપ ચલાવી શકશો.

એમેઝોન લોજીસ્ટિક કોસ્ટમાં કરશે વધારો.

image soucre

એમેઝોન ડિઝલ અને પેટ્રોલની કિંમત વધવાથી લોજીસ્ટિક કોસ્ટમાં વધારો કરી શકે છે. એનાથી 1 સપ્ટેમ્બર 2021થી એમેઝોનમાંથી વસ્તુઓ મંગાવવી મોંઘી પડશે. એવામાં 500 ગ્રામ પેકેજ માટે 58 રૂપિયા આપવા પડી શકે છે. તો રિઝનલ કોસ્ટ 36.50 રૂપિયા થશે.

આ પ્રકારની એપ પર આવશે પ્રતિબંધ.

ગુગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બર 2021થી લાગુ થઈ રહી છે. એ હેઠળ ફેક કન્ટેન્ટને પ્રમોટ કરનાર એપ્સ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. ગૂગલ એના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલપર્સ તરફથી લાંબા સમયથી ઉપયોગ નહિ કરવામાં આવેલ એપ્સને બ્લોક કરી દેવામાં આવશે. ગુગલ પ્લેસ્ટોરના નિયમોને પહેલા કરતા વધુ સખત બનાવવામાં આવી રહ્યા છે. તો ગુગલ ડ્રાઈવ યુઝર્સને 13 સપ્ટેમ્બરે નવી સિક્યોરિટી અપડેટ મળશે. એનાથી એનો ઉપયોગ પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે..