લોકાડઉન પછી હોટલમાં જતા પહેલા વિચારજો સો વાર, નહિં તો આ 7 ભૂલો પડી શકે છે જબરી ભારે

લૉકડાઉન પછી જો પહેલીવાર રેસ્ટોરન્ટ જઈ રહ્યા છો, તો આ ભૂલ ભારે પડી શકે છે.

image source

જુન મહિનાથી લાગુ કરવામાં આવેલા અનલોક પછી મંદિર, મૉલ સહિત તમામ રેસ્ટોરન્ટ પણ ધીરે ધીરે ખુલી રહ્યા છે. કેન્દ્ર સરકારે 8 જૂનથી દેશભરમાંથી આ બંધની પાબંદીઓ હટાવવાના આદેશ આપ્યા હતાં. જો કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નિષ્ણાંત લોકોને ડર છે કે રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્યા પછી કોરોના વાયરસ વધુ ઝડપથી ફેલાઇ શકે છે. કારણ કે રેસ્ટોરન્ટમાં હાથ ધોવા, માસ્ક પહેરવા અને સરફેસને સ્પર્શ ન કરવા ઉપરાંત અનેક એવી બાબતો છે, જેને ધય્નમાં રાખીને જ તમે સંક્રમણ ઘટાડવામાં યોગદાન આપી શકો છો.

અજાણ્યા લોકો સાથે ભોજન લેવાનું ટાળો

image source

ઇંફેક્શિયસ ડિસીઝના ફિઝિશયન ડોક્ટર શિરા ડૉરેન સલાહ આપે છે કે કોઇ પણ બહારના અથવા અજાણ્યા લોકો સાથે ભોજન ન કરવું જોઈએ. આ સાથે રેસ્ટોરન્ટ અથવા હોટલમાં લોકો 6 ફૂટનું નિશ્વિંત અંતર રાખીને ન બેઠા હોય અથવા મોઢાને માસ્કથી કવર ન કર્યુ હોય, તો એવા લોકો સાથે ભોજન લેવાનું પણ ટાળી દેવું જોઈએ.

શક્ય હોય તો બહાર જવાનું ટાળો

image source

ઘણા લોકો ગાળામાં દુખાવો અથવા ધીમો તાવ હોવા છતાં હોટેલમાં જઈને ભોજનનો સ્વાદ માણતા હોય છે. જો કે એમને સમજવું જોઈએ કે આપણી જરાક બેદરકારી અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ આફત બની શકે છે. એટલે કે આપણને જરા પણ સંક્રમણના લક્ષણ જણાય તો બહાર ન જવું જોઈએ.

એક વ્યક્તિ પણ સંક્રમણ ફેલાવી શકે છે

image source

બાજુના ટેબલમાંથી ટિશ્યુ પેપર અથવા મીઠુ લેવાનો સામાન્ય આગ્રહ આપણે રાખીએ છીએ, જેને આ સમયે ટાળવો જોઈએ. જો કે મોટાભાગના રેસ્ટોરન્ટ સેનીટાઈઝેશન બાબતે સર્તક છે, પણ સેનીટાઈઝ કર્યા પછી પણ કોઈ એક વ્યક્તિ આવીને સંક્રમણ ફરીથી ફેલાવી શકે છે. જેની ઝપટમાં તમે આવી શકો છો.

રેસ્ટોરન્ટના વિસ્તારની જાણકારી મેળવો

image source

રેસ્ટોરન્ટ અથવા પબ્લિક પ્લેસ પર જતી વખતે અમુક વસ્તુઓ પહેલાથી સુનિશ્ચિત કરી લો. રેસ્ટોરન્ટ વગેરેના પ્રવેશ પર જ ટેંપરેચર માપવાની સુવિધા હોવી જરૂરી છે. એન્ટ્રી ગેટ પર જ માસ્ક, હેંડ વૉશ અને સોશિયલ ડિસ્ટેંસિંગ સંબંધિત માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન થાય હ્હે કે અહીં તેમજ જે વિસ્તારમાં રેસ્ટોરન્ટ છે એ વિસ્તારની જાણકારી પણ મેળવી લેવી જોઈએ.

સિટિંગ સ્પેસ બાબતે સતર્ક રહો

image source

આજથી પહેલા આપને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ મન ફાવે ત્યાં બેસી જતાં હતા. જો કે હવે કોરોના પોતાની સ્પેસ બનાવી રહ્યો છે ત્યારે પ્રથમ ફેઝમાં માત્ર ૨૫ ટકા સિટિંગ સ્પેસ જ ઉપલબ્ધ જોવા મળશે, પછી તેમાં ધીરે ધીરે વધારો પણ કરવામાં આવે.

વેટિંગ લિસ્ટમાં રહીને સંયમ જાળવવો

image source

જ્યારે બહાર જવું જોખમી બની રહ્યું છે ત્યારે રેસ્ટોરન્ટ પણ ગેસ્ટને ઓનલાઇન બુકિંગ દ્વારા બોલાવી શકે છે જેથી ત્યાં એકસાથે લોકોની ભીડ એકઠી ન થાય. આ સમયમાં તમારે વેટિંગ લિસ્ટમાં રહીને સંયમ જાળવવો જરૂરી છે.

ભીડમાં સંક્રમણનું જોખમ વધારે રહે છે

image source

સામાન્ય વાતાવરણ જોવા માટે તમારે હજુ મહિનાઓ રાહ જોવી પડશે. પણ એનો અર્થ એ નથી કે તમે રેસ્ટોરન્ટમાં કારણ વિના બેસવાની માગ ન કરો. કોરોનાને દૂષિત ભોજન સાથે જોડવામાં આવ્યું નથી, પણ તમે જેટલુ વધુ ભીડભાડ વાળી જગ્યાઓથી દુર રહેશો, વાયરસના સંપર્કમાં આવવાનું જોખમ એટલું જ ઓછું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત