બેદરકાર ન રહે કોઈપણ માતાપિતા, જો બાળકમાં જોવા મળે આવા લક્ષણો ઓમિક્રોનની શક્યતા ખરી

ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોનાના નવા વેરીયંટ ઓમિક્રોને ફફડાટ ફેલાવી દીધો છે. આ વેરીયંટના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ તેની ગંભીરતા સહિતની વાતો પર રીસર્ચ કરવામાં લાગી ગયા છે. તેવામાં એક ચિંતાજનક અને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો દક્ષિણ આફ્રીકા અને યુકેના ડેટામાં. આ ડેટા અનુસાર કોરોનાનું આ નવું વેરિયંટ બાળકોને પોતાનો શિકાર બનાવશે. બ્રિટિશ એક્સપર્ટસ અનુસાર આવનાર સમયમાં દરેક વ્યક્તિ માટે એક મોટો પડકાર હશે.

image source

કોરોનાના આ પહેલા જે વેરીયંટ સામે આવ્યા તેના લક્ષણો બાળકો પર જોવા મળ્યા ન હતા. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો હવે જણાવે છે કે ઓમિક્રોનની ગંભીરતા કેટલી છે, બાળકો પર તે કેટલો ઘાતક છે અને તેના લક્ષણો શું છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે જેથી તેની સારવાર પર ધ્યાન આપી શકાય.

ડોક્ટર્સના જણાવ્યાનુસાર ઓમિક્રોનના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય શકે છે. પરંતુ મોટાભાગે યુવાનોમાં જોવા મળેલા પ્રમુખ લક્ષણોમાં મુખ્ય છે થાક, શરીરમાં દુખાવા અને માથાનો દુખાવો. ડેલ્ટાની જેમ આ વેરિયંટમાં પણ સ્વાદ અને સુગંધ જવાનો અનુભવ થતો નથી. જો કે ઘણા લોકોને ગળામાં સમસ્યા થાય છે.

image source

બાળકોની વાત કરીએ તો કહેવાય છે કે બાળક પર સંક્રમિત થવાનું જોખમ આ વખતે વધારે છે. તેવામાં હાલના સમયમાં માતાપિતાને જો તેમના બાળકમાં આ પ્રકારના લક્ષણો જણાય તો તેને લઈ બેદરકારી દાખવે નહીં. સમય ગુમાવ્યા વિના તુરંત જ તપાસ કરાવી લેવી જરુરી છે.

જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયંટથી સંક્રમિત થયેલા બાળકોની સંખ્યા વધારે છે. તેઓને હળવાથી ગંભીર લક્ષણો જોવા મળે છે. બાળકોને ઓક્સીજન, સપોર્ટિવ થેરેપી અને વધારે દિવસ હોસ્પિટલમાં રાખવાની જરૂર પડે છે. તે પહેલાની સરખામણીમાં વધારે બીમાર પડી રહ્યા છે.

બાળકોમાં જોવા મળતાં ઓમિક્રોનના લક્ષણો

image source

અમેરિકા નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર બાળકોમાં કોરોનાના નવા વેરિયંટના કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો નીચે દર્શાવ્યાનુસાર છે.

  • સતત એકાદ કલાક સુધી ઉધરસ આવવી
  • સતત થાક લાગવો
  • માથામાં દુખાવો
  • ગળામાં સમસ્યા
  • ભૂખ ન લાગવી
image source

દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં બાળકો અને યુવાન દર્દીની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને 5 વર્ષની નાના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રસી ન મળી હોવાથી આ વેરિયંટ બાળકોને વધારે સંક્રમિત કરી રહ્યો છે